For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેટલા ધનવાન છે આસારામ તથા અન્ય બાબા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓક્ટોબર: દેશભરમાં હાલ આસારામ બાપૂ ચર્ચામાં છે. તે પણ કોઇ ધાર્મિક પ્રવચન માટે નહી પરંતુ યૌન શોષણા તે કેસના લીધે જે શાહજહાંપુરની એક બાળકીએ તેમના પર લગાવ્યો છે. હવે બે અન્ય મહિલાઓ પણ આગળ આવી છે. પહેલી અમદાવાદની અને બીજી સુરતની. બંને બહેનો છે અને તેમના દાવો છે કે બાબા તથા તેમના પુત્ર નારાયણ સાંઇએ તેમનું યૌન શોષણ કર્યું છે.

એવામાં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે તે એ છે કે આસારામ જેવા બાબાઓના આશ્રમમાં કેટલું બધુ થઇ જાય છે અને લોકો ફરિયાદ કરવાની હિંમત પણ એકઠી કરી શકતા નથી. સામાન્ય રીતે મોટાભાગના કેસમાં જોવા મળ્યું કે પીડિત તે પરિસ્થિતીમાં ફરિયાદ કરી શકતી નથી, જ્યારે તે વધુ ગરીબ હોય છે અને તેના પર જુલમ ઉઠાવનાર કરોડપતિ.

જો વાત કરોડપતિની કરીએ તો ફક્ત આસારામ બાપૂ જ દેશના કરોડપતિ બાબા નથી. તેમના ઉપરાંત કેટલાક અન્ય બાબા છે, જેમના કરોડો ભક્ત આખી દુનિયામાં ફેલાયેલા છે અને તેમની પાસે અઢળક સંપત્તિ છે. અમે અહીં દેશના કેટલાક યોગીના નામ ગણાવવા જઇ રહ્યાં છીએ, જેમની પાસે કરોડો-અરબોની સંપત્તિની છે. તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે અમે ફક્ત સંપત્તિનું વિવરણ આપી રહ્યાં છીએ, એમ ક્યારેય કહી નથી રહ્યાં કે બધા યોગીઓના આશ્રમમાં ખોટું કામ થઇ રહ્યું છે.

આસારામ બાપૂ

આસારામ બાપૂ

સંત આસારામ બાપૂ પાસે કુલ સંપત્તિ 413 કરોડ રૂપિયાની છે, જ્યારે તેમના ટ્રસ્ટનું વાર્ષિક ટર્ન ઓવર 350 કરોડ છે.

બાબા રામદેવ

બાબા રામદેવ

દેશ-વિદેશમાં યોગના સૌથી મોટા ગુરૂના રૂપમાં પ્રસિદ્ધ બાબા રામદેવની પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

માતા અમૃતાનંદામાયી

માતા અમૃતાનંદામાયી

કેરલની ગુરૂમાતા અમૃતાનંદામાયીના 3 કરોડથી વધુ ભક્તો છે. તેમની પાસે 1700 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ગુરમીત રામ રહીમ

ગુરમીત રામ રહીમ

હરિયાણા-પંજાબમાં સૌથી ચર્ચિત ધાર્મિક સંગઠન ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ પાસે સિરસામાં 700 એકર જમીન છે. 250થી વધુ આશ્રમ અને કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.

આચાર્ય બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણ

રામદેવના સહયોગી તથા સૌથી રામદેવાના અંગત આચાર્ય બાલકૃષ્ણ પાસે 34 કંપનીઓ છે, જેનું વાર્ષિક ટર્નઓવર 265 કરોડ રૂપિયા છે. ઉત્તરાખંડમાં સ્થિત ફાર્માકંપનીઓનું ટર્નઓવર 94.84 કરોડ રૂપિયા છે.

નિર્મલ બાબા

નિર્મલ બાબા

તાજેતરમાં જ વિવાદોમાં ફસાયેલા નિર્મલ બાબા પાસે 238 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપનારી સંપત્તિ છે. એપ્રિલમાં નિર્મલ બાબાએ 70 કરોડની એક સંપત્તિ ખરીદી.તે પહેલાં તમે તેમની સંપત્તિનો અંદાજો લગાવી શકો છો.

પૉલ દિનાકરણ

પૉલ દિનાકરણ

દક્ષિણ ભારતના ઇસાઇ બાબા પૉલ દિનાકરણનું વાર્ષિક ટર્નઓવર 5000 કરોડ રૂપિયા છે.

શ્રી શ્રી રવિશંકર

શ્રી શ્રી રવિશંકર

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિ શંકરની સંપત્તિનો અંદાજો તમને આનાથી આવી શકે છે કે તેના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ સુધી રહે છે.

સંત મોરારી બાપૂ

સંત મોરારી બાપૂ

કૃષ્ણ ભક્તિ માટે મશહૂર સંત મોરારી બાપૂનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ રૂપિયા હોય છે.

મહર્ષિ મહેશ યોગી

મહર્ષિ મહેશ યોગી

50 લાખથી વધુ ભક્તોમાં જેમના પ્રત્યે આસ્થા છે, તે મહર્ષિ મહેશ યોગી પાસે 250 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

English summary
The nation is outraged over the alleged sexual harassment case on self-styled godman Asaram Bapu. Asaram is not the lone godman in India. Many more are there and all are having big assets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X