For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષના આધારે હિટ એન્ડ રન કેસમાં જેલ જશે સલમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[પં, અનુજ કે શુક્લ] બોલીવુડના અપરણિત દબંગ સલમાન ખાનને આજકાલ ગરીબોનું ભૂત ડરાવી રહ્યું છે. વર્ષ 2002માં નશા ધૂત બનીને ગાડી ચલાવવાના કારણે ફૂટપાથ પર સૂતેલા કેટલાકને ઇજા પહોંચાડી હતી અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેના કારણે સલમાન ખાન પર બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં તે દોષી સાબિત થશે તો સલમાન ખાનને 10 વર્ષની સજા થઇ શકે છે.

જો કે આ પહેલાં એમ કહેવામાં આવતું હતું કે જજની બદલીના કારણે સુનાવણી ટળી ગઇ છે. કોર્ટે એમપણ કહ્યું છે કે જો આ મામલે જરૂરિયાત જણાશે તો સલમાન ખાનને કોર્ટમાં હાજર થવું પડશે. આ મુદ્દે જો સલમાન દોષી સાબિત થશે તો તેમને 10 વર્ષની સજા થઇ શકે છે. સલ્લૂ મિયાંનો તણાવ હજુ ઓછો થવાનો નથી. તણાવના કારણે દિવસે ને દિવસે તેમના ચહેરા પર કરચલીઓ પડી રહી છે. આવો ગ્રહ-નક્ષત્રોના આધાર જાણીએ કે સલમાન ખાનને જેલની હવા ખાવી પડશે કે પછી એસીમાં સુખ ભોગવતા રહેશે?

જ્યોતિષિય આંકલન

સલમાન ખાનનો જન્મ મેષ રાશિમાં થયો છે. મેષનો સ્વામી મંગળ અડિયલ વલણ અપનાવતાં તે દસમ ભાવ પર કબજો જમાવેલ છે. મેષની બીજી રાશિ વૃશ્વિક અષ્ટમ ભાવમાં પડેલી છે. અષ્ટમ ભાવ સમસ્યાઓ અને મુશ્કેલીઓનું સૂચન છે. વર્તમાનમાં સલમાન ખાનની કુંડળી શનિ મહાદશામાં સૂર્યનું અંતર તથા શુક્રનો પ્રત્યન્તર ચાલી રહ્યું છે.

શનિ કુંડળીમાં નવમેશ તથા દશમેશ એક થઇને લાભમાં સ્થિત છે. શનિ મજબૂત થતા સફળતા, પ્રસિદ્ધ સફળતા અપાવે છે, પરંતુ જો ગરીબો પ્રત્યે દયાળુ થશે નહી અથવા તેમની સાથે દુર્વ્યહાર કરશે તો શનિ તેમને દંડ જરૂર આપશે.

સૂર્ય ઉર્જાનું પરિબળ છે, જે પંચમેશ થઇને ભાગ્ય ભાવમાં બેઠો છે. સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. આવી સ્થિતિને શુભ કહી ના શકાય. ગોચરમાં 24 જુલાઇના રોજ બુધવારે સાંજે 7:05 મિનિટે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધ પરાક્રમેશ તથા ષઠેશ થઇને અષ્ટમ ભાવમાં પડ્યો છે અને તૃતીયેશ તથા દ્વાદેશ ગુરૂ અતિશત્રુ થઇને વક્રી છે. કુલ મળીને નિષ્કર્ષ એ નિકળે છે કે સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં સેશન કોર્ટથી સજા મળશે અને આગામી સમયમાં કેટલાક સમય માટે જેલની હવા પણ ખાવી પડી શકે છે.

English summary
According to our astrologer Pandit Anuj K Shukla, Salman Khan could be sent to jail by court in Hit and Run case in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X