For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલેશનશિપ સારી રાખવી હોય તો આવી ભૂલો ક્યારેય ન કરતા, નહિતર પસ્તાશો

ઘણીવાર કમ્યુનિકેશન દરમિયાન આપણે નાની-નાની ભૂલો કરી બેસીએ છીએ. જેના કારણે આપણો સંબંધ પણ ખરાબ થઈ જાય છે. આવો જાણીએ આવી ભૂલો વિશે જે તમારે નથી કરવાની.

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની રિલેશનશિપ હંમેશા ખુશીઓથી ભરેલી રહે અને માટે તે હંમેશા પ્રયત્નશીલ પણ રહે છે પરંતુ સંબંધોના તાણાવાણા એટલા જટિલ હોય છે કે તેમાં સતત પ્રયત્નોની જરુર પડે છે. સંબંધોને હંમેશા સારા રાખવા માટે ઘણી નાની-મોટી બાબતો પર ધ્યાન રાખવાનુ હોય છે. બે વ્યક્તિ વચ્ચે સારુ કમ્યુનિકેશન હોવાથી ખુશી ચોક્કસ મળે છે પરંતુ ઘણીવાર કમ્યુનિકેશન દરમિયાન આપણે નાની-નાની ભૂલો કરી બેસીએ છીએ. જેના કારણે આપણો સંબંધ પણ ખરાબ થઈ જાય છે. આવો જાણીએ આવી ભૂલો વિશે જે તમારે નથી કરવાની.

પાર્ટનરની ખુશી માટે દરેક વાત માટે હા કહેવુ

પાર્ટનરની ખુશી માટે દરેક વાત માટે હા કહેવુ

અમુક લોકો પાર્ટનરની ખુશી માટે દરેક વાત માટે હા કહી દે છે. તે ક્યારેય પોતાનો પક્ષ કે પોતાના મનની વાત એટલા માટે નથી કહેતા કારણકે તેમને પોતાનો પાર્ટનર નારાજ થવાનો ડર લાગે છે. તમારે આ ભૂલ ન કરવી જોઈએ. જો તમે સતત આવુ કરશો તો આનાથી ઘણુ નુકશાન થશે. પહેલુ તો એ કે તમારો પાર્ટનર તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગે છે. વળી, તમને પણ આ સંબંધમાં ખુશીના બદલે ગૂંગળામણ અનુભવાશે.

હંમેશા પોતાનો જ પક્ષ રાખવો

હંમેશા પોતાનો જ પક્ષ રાખવો

ઘણી વાર લોકો પોતાના પાર્ટનર સાથે વાતચીત દરમિયાન માત્ર અને માત્ર પોતાની જ વાત કહેતા રહે છે અને પોતાનો જ પક્ષ રાખે છે. આમ કરવાથી સ્થિતિ ઉકેલાવાના બદલે ઉલઝાઈ જાય છે. માટે જ્યારે પણ તમે વાતચીત કરો ત્યારે પોતાના દિલ-દિમાગને ખુલ્લુ રાખો. પોતાનો પક્ષ જરુર રાખો પરંતુ સાથે-સાથે પોતાના પાર્ટનરની વાતને પણ સાંભળો. જો તમે આવુ કરી શકશો તો આનાથી તમારા સંબંધનો વધુ સફળ બનાવી શકશો.

પાર્ટનર પાસે પોતાનુ મન વાંચવાની અપેક્ષા રાખવી

પાર્ટનર પાસે પોતાનુ મન વાંચવાની અપેક્ષા રાખવી

રિલેશનશિપમાં મહિલાઓ ઘણી વાર એવુ વિચારે છે કે તેનો પાર્ટનર તેના બોલ્યા વિના જ તેના મનની વાત સમજી લે. પરંતુ આવુ કોઈના પણ માટે સંભવ નથી હોતુ. ખાસ કરીને, દર વખતે તો આવુ ના જ થઈ શકે. તમે બંને અલગ-અલગ વ્યક્તિ છો, જેમનો જીવન જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે. માટે જો તમારી કોઈ મુશ્કેલી કે ઈચ્છા હોય તો તમે ચૂપ રહેવાના બદલે પોતાના પાર્ટનરને એ વિશે વાત કરો.

ખુદને જ સાચા સાબિત કરવાની ઈચ્છા રાખવી

ખુદને જ સાચા સાબિત કરવાની ઈચ્છા રાખવી

અમુક કપલ્સમાં જોવા મળે છે કે જ્યારે પણ તેમની વચ્ચે કોઈ વાતને લઈને દલીલો થાય ત્યારે તેમનો એકમાત્ર હેતુ ખુદને સાચા સાબિત કરવાનો હોય છે. બંને ક્યારેય એ સમસ્યાના સમાધાન પર ફોકસ નથી કરતા. એવામાં પ્રોબ્લેમ તો જ્યાંનો ત્યાં રહી જાય છે અને તેમની વચ્ચે તણાવ વધવા લાગે છે. માટે વાતચીત દરમિયાન ખુદને સાચા સાબિત કરવાના બદલે સમસ્યા અને તેના સમાધાન પર ધ્યાન આપો.

વાતચીત દરમિયાન ઈમોશનલ બ્લેકમેઈલ કરવુ

વાતચીત દરમિયાન ઈમોશનલ બ્લેકમેઈલ કરવુ

આ એક બહુ મોટી ભૂલ છે જેનુ પરિણામ તમારા સંબંધને ભોગવવુ પડે છે. ઘણી વાર કપલ્સ વાત કરે ત્યારે સામેવાળી વ્યક્તિ પાસે પોતાની વાત મનાવવા માટે તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ કરવાથી ભલે તમે પોતાની વાત મનાવી લેશો પરંતુ તમારા પાર્ટનરના મનમાં તમારા પ્રત્યે પ્રેમ ઘટી જાય છે. માટે તમારા પાર્ટનરને કોઈ રીતે બ્લેકમેઈલ કરવાના બદલે તેના સામે પોતાની વાત રજૂ કરો અને તેને સમજાવવાનો પ્રયત્ન કરો. તમારી વાત એ ખુશીથી માનવો જોઈએ મજબૂરીમાં નહિ.

English summary
Avoid these communication mistakes in a relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X