For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંસમાંથી બનેલા કાર તમને કરી દેશે દંગ

|
Google Oneindia Gujarati News

બામ્બૂ એટલે કે વાંસ એ લાડકાનો એક એવો પ્રકાર છે જેને ખૂબ જ સરળતાથી કોઇ પણ આકારમાં વાળી શકાય છે. તેની ખાસિયત એ છે કે તેને ગમે તેટલું વાળવામાં આવે, જે તેનું સંતુલન યોગ્ય હોય તો તે તૂટતું નથી. વાંસની આ ખૂબીનો ઉપયોગ કરીને વિશ્વમાં અનેક શ્રેષ્ઠ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઘરમાં જોવા મળતું વાંસનું ફર્નિચર છે.

વાંસનો ઉપયોગ અનેક જગ્યાએ જુદી જુદી રીતે કરી શકાય છે. તમે કલ્પના કરી શકો છો કે તેનો ઉપયોગ કઇ કઇ જગ્યાઓએ થઇ શકે. જો કે તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે વાંસમાંથી બનેલી કાર કેવી હોઇ શકે? આપને એમ પણ થશે કે વાંસમાંથી વળી કાર કેવી રીતે બની શકે? જો કે હકીકત એ જ છે કે જર્મનીના જગવિખ્યાત ડિઝાઇનર એલબ્રેક બર્નરે વાંસમાંથી એક અદભુત કારના કોન્સેપ્ટને તૈયાર કર્યો છે.

તાજેતરમાં આ કોન્સેપ્ટનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કોન્સેપ્ટ મોડેલ જોવામાં ફોર્મ્યુલા કાર જેવું જ છે. સૌથી મહત્વની બાબત તેનો આકર્ષક લૂક છે જે આપને દીવાના બનાવી દે છે. તેને જોઇને આપ દંગ રહી જશો. આવો જોઇએ બામ્બૂ કારના શાનદાર કન્સેપ્ટને...

બામ્બૂ કારની ડિઝાઇન

બામ્બૂ કારની ડિઝાઇન

આ કારના નિર્માણમાં હળવા અને વજનમાં પાતળા વાંસનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યંત બારીકાઇથી તેની સુંદર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

રિસાયકલ મટીરિયલ

રિસાયકલ મટીરિયલ

જાણકારોનું કહેવું છે કે આ કારના નિર્માણ બાદ ભવિષ્યમાં રિસાયકલ મટીરિયલમાંથી કાર બનાવવાના ચલણને પ્રોત્સાહન મળશે.

બનાવતા કેટલા દિવસ લાગ્યા

બનાવતા કેટલા દિવસ લાગ્યા

બર્નરને આ કારના નિર્માણમાં અંદાજે 10 દિવસનો સમય લાગ્યો છે. આ કારને તૈયાર કરતા સમયે દરેક પ્રકારની નાની નાની વાતનું ધ્યાન રાખ્યું છે.

વાંસના કારીગરોની મદદ

વાંસના કારીગરોની મદદ

આ કારના નિર્માણ દરમિયાન ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેનો આકાર મોટો ના થાય. આ કારણે કારના નિર્માણ માટે વાંસના વણકર કારીગરોની મદદ લેવામાં આવી હતી.

બારીકાઇથી કામ

બારીકાઇથી કામ

આ તસવીરોમાં આપ જોઇ શકશો કે બામ્બૂ કારના નિર્માણમાં કેટલી બારીકાઇથી કામ કરવામાં આવ્યું છે.

નામ છે ફોનિક્સ

નામ છે ફોનિક્સ

બર્નરે પોતાની બામ્બૂ કારનું નામ ફોનિક્સ રાખ્યું છે. હાલ આ એક કન્સેપ્ટ છે. ભવિષ્યમાં આ કન્સેપ્ટ પર આધારિત રિયલ કાર બનાવવામાં આવનાર છે.

English summary
Futuristic Looking Handcrafted Bamboo Concept Car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X