• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ વસ્તુઓ ખાલી 90sના બાળકોને જ યાદ હશે

|

આ લેખ તેવા તમામ લોકો માટે છે જે વર્ષ 1990ની આસપાસ મોટા થયા છે. કારણ કે આ લેખમાં છે કેટલીક જૂના યાદો, કેટલાક સુંદર સ્મરણો. જેમ કે કિસ મી ચોકલેટ, કેવા આપણે સ્કૂલની બહાર બેઠેલા રેકડી વાળાથી 50 પૈસાને કિસમી ચોકલેટ લેતા. અને પછી તે દાંતમાં ફસાઇ જતી એટલે આંગળી નાખી, નાખીને નીકાળતા.

કે પછી અલીફ લેલાના એપિસોડ કે પછી મારિયો, વીડિયો ગેમ....કંઇ યાદ આવ્યું કે, આવું આવું તો બીજું ધણું જ આજે અમે તમને આ તસવીરોમાં દેખાડવાના છીએ.

તો શું કહો છો જૂની યાદો ફરી તાજી થઇ જાય?

અલાદ્દીન

અલાદ્દીન

જીની, અલાદ્દીન, જાસ્મીન આ નામો યાદ છે? જીની કેવા ગંડા કાઢતો અને આપણે કેવા ખડખડાટ હસી પડતા.અને પેલા ડરામણાં રેતના ભૂત, બ્લેક જીની બાપ રે કેવી ડર લાગતી. અને અબુ અને ઇઆગો, કેવા કૂતરા બિલાડીની જેમ ઝગડાતા રહેતા. ડિઝનીનું આ કાર્ટૂન આપણા માટે કોઇ ફેન્ટસી મૂવી જેવું હતું. વળી, શરૂઆતમાં તો તે અંગ્રેજીમાં આવતું ત્યારે સાલ્લુ સમજાય પણ નહીં પણ જોવાની મઝા આવતી.

અલિફ લેલા

અલિફ લેલા

અલિફ લેલાલા..આ પ્રોગ્રામ શરૂ થાય ને એટલે આપણને આપણા ઘરના ટીવીનો તો અવાજ સંભળાય જ બાજુ વાળાની ટીવીમાંથી પણ આ જ સિરિયલનો અવાજ સંભળાતો હોય. ધણીવાર તો ઉનાળા વેકેશનમાં ભાઇઓ બહેના બધા મળીને આજ જોતા હોઇએ. અને પાછું તેમાં એક આંખવાળો દાનવ આવે હા હા હા કરતો અને મારા જેવા લોકો એક આંખ ખુલ્લી રાખીને માંડ માંડ તેને જોતા હોય.

બીગ બબલ

બીગ બબલ

બીગ બબલ ચીંગ્મ ખાવાની, પછી અરીસા સામે ઉભા રહીને બબલ ફૂલાવાની પ્રેક્ટિસ કરવાની. અને જ્યારે મોટા ફુગ્ગો ફૂલેને એટલા ભાગવાનું બધાને બતાવાનું જો કેવા મોટા ફુગ્ગો ફૂલાયો. પાછું ધણીવાર તો કોમ્પીટિશન થાય કોણ મોટો ફુગ્ગો ફૂલાવે. આપણા ભાઇ બહેન પણ પાછા ટીપ્સ આપે "વધુ વાર ચાવવાની નહી ફુગ્ગો સારો નહીં બને"

રોલ વાળો કેમેરો

રોલ વાળો કેમેરો

તમારી જોડે આ તો થયું જ હશે, ફોટો પાડ્યા પછી યાદ આવે કે રોલ તો નાંખ્યો જ નહીં. અને માપના જ ફોટા પાડવાના રોલ પૂરો થઇ જાય. ધણીવાર તો બહાર જતી વખતે સ્પેશ્યલી રોલ લેવા જતા. તો ધણીવાર રોલ નાખ્યો હોય પણ બેટરી બરાબર ના નાખી હોય આવી તો કંઇક કેટલીય ગમત આ કેમરાવાળા રોલના લીધે થતી.

ડિઝની કેરેક્ટર

ડિઝની કેરેક્ટર

ગુફી, ડોનાલ્ડ, પ્લુટો, મીકી, મીનીના તે સમયે આવતા કાર્ટૂન. પાંચ કે સાત મિનિટના વીડીયો. અને તેમાંય પાછી ડોનાલ્ડ ડકની બોલવાની અલગ અદા, ગુફીની હસવાની સ્ટાઇલ અને મીનીનું શરમાવું અને પછી મીકીનું મીનીને ગાલ પર ચૂંમવું અને આપણું પણ શરમાઇને હસવું. કેવી સરસ મીઠી યાદો હતીને તે.

રિમોટ ગેમ

રિમોટ ગેમ

મા-બાપના દુખ અને સુખનું કારણ હતું આ રિમોટ ગેમ. કંઇ રીતે તે સમજાવું. ઉનાળો આવતા મા-બાપ ખુશી ખુશી આ રિમોટ ગેમ આપણે આપતા જેથી આપણે તેમનું માથું ઓછું ખાઇએ અને પરીક્ષા આવતા જ લઇ લેતા કારણે આપણે 24 કલાક તેની પર જ રહેતા. વળી જ્યારે રિમોટ ગેમ નવી નવી આવી હતી ત્યારે તો અમુક લોકો જોડે જ હતી. તેમાં આપણે ફેન્ડને કંઇ કેટલાય મસ્કા મારતા "થોડીવાર આપને, થોડીવાર". અને ધણીવાર ભાઇ-ભાઇ આ ગેમ માટે લડી પણ પડતા.

બબલ ગમ રોલ

બબલ ગમ રોલ

ચીંગ્મનો આખોને આખો રોલ આવતો જે મોઢામાં જઇને ચીંગ્મ બની જતો. જે છૂપાઇને સ્કૂલમાં લઇ જતાને ફેન્ડને વારંવાર બતાવતા "જો મારો તો હજીય ચાલે છે. જો કેટલો લાંબો છે."

જંગલ બુક

જંગલ બુક

"જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ અરે ચઠ્ઠી પહેન કે ફૂલ ખીલા હૈ ફૂલ ખીલા હૈ" મોગલી, બલ્લુ, શેરખાન, બગીરા આ બધા એવા કેરેક્ટ છે જે આપણી યાદોથી કદી નહીં ભૂલાય.

કીડ્સ મીમીક

કીડ્સ મીમીક

આ મીમકને ભરાવીને પછી દૂર સુધી ફેંકવાનું. પાછું તેમાંય હરિફાઇ થાય કોનું સૌથી દૂર સુધી જાય છે. વળી કોઇ મીમક ના હોય તો ફે્ન્ડ જોડે અદલ બદલ કરવાની અને જેની જોડે બહુ બધા મીમક હોય તેની પ્રતિષ્ઠાની તો વાત ના પૂછો.

કિસમી ચોકલેટ

કિસમી ચોકલેટ

પારલેની 50 પૈસાની કિસમી ચોકલેટ આવતી પહેલા ખબર છે? લગભગ તમામ લોકોએ આ ચોકલેટ ખાધી જ હશે. અને ધણીવાર તો દાંતમાં પાછળ ફસાઇ પણ જતી. હજી પણ આ ચોકલેટ બજારમાં મળે છે પણ તેમાં પહેલા જેવો સ્વાદ નથી રહ્યો.

મારિયો

મારિયો

મારિયો કરીને આ વિડિયો ગેમ આવતી હતી. તમારું સ્ટેટસ સિમ્બોલ, તમે મારિયોના કેટલા સ્ટેજ પાર કર્યા છે, તે પરથી ત્યારે નક્કી થતું. મારિયોને આગના ધુમાડામાં ના જવો જોઇએ, લીલી પાઇપમાં ના પડવો જોઇએ, તમામ કોઇન લેવાના જ હોય, આ બધુ યાદ છેને. આજ કાલ અનેક ગેમ્સ આવી ગઇ છે પણ મને હજીયે લાગે છે કે તે તમામ કરતા મારિયો બેસ્ટ હતી.

પેપ્સી

પેપ્સી

ઉનાળામાં સ્કૂલ છૂટે એટલે રેકડીવાળા પાસે જઇને 50 પૈસાની એક પેપ્સી લઇને આવવાની. કાલાખટ્ટા, ઓરેન્જ, સ્ટ્રોબેરી, કાચી કેરીની ફ્લેવરમાં મળતી આ પેપ્સી ચૂસી ચૂસીને પીવાની. અને પછી ફેન્ડસને બતાવાનું કે આપણી જીભ કેવી લાલ, લીલા થઇ ગઇ છે.

પોસ્ટ ઓફિસ અને એન્ટિના

પોસ્ટ ઓફિસ અને એન્ટિના

પપ્પા જોડે લેટર પોસ્ટ કરવા જવાનું યાદ છે? અને જ્યારે મહત્વની મેચ ચાલતી હોય ત્યારે એન્ટાનું બગડી જવું. પછી અગાશી પર ચઢીને એન્ટેના ઠીક કરવું અને બૂમો પાડી પાડીને નીચે મમ્મીને પૂછવું "આયુ, ટીવી આયુ કે નહીં". અને કેટલીય બૂમો પછી જ્યારે ટીવી આવી જાય ત્યારે જંગ જીત્યા હોય તેમ ઘરેમાં પાછા આવવું.

શક્તિમાન

શક્તિમાન

શક્તિમાનની વાત કર્યા વગર આ આર્ટીકલ પૂરો કરી જ ના શકાય. શક્તિમાન, ભારતનો પહેલો સુપર હીરો હતો. ડીડી નેશનલ પર બપોરે 12 વાગે આ કાર્યક્રમ આવતો અને આ પ્રોગામ આવતા જ શેરીઓમાં સન્નાટો થઇ જતો. લગભગ બધા જ લોકો શક્તિમાન જેવા બેસી જતા. અને તેમાંય જો શક્તિમાનને વિલન મારતો હોય તો મનમાંથી વિલન માટે કંઇ કેટલીય ગાળો નીકળતી હોય અને પછી શક્તિમાન એક મૂક્કો મારે, અને વિલન પડી જાય અને આપણને થાય "વાહ શક્તિમાન વાહ".

English summary
Awesome Things Only ’90s Kids Will Remember
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more