વીજળીના કડાકા વચ્ચે ફોન પર વાત કરો છો તો સાવધાન, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે વીજળીના કડાકા થતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરાય. આ બાબતે ઘણા લોકોમાં મતમતાંતર પણ જોવા મળે છે.
વરસાદ દરમિયાન વીજળીના કડાકા થાય ત્યારે લોકો વારંવાર તેમના ઇલેક્ટ્રિક ઉપકરણોને બંધ કરી દે છે. તેની પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણે છે.

નિષ્ણાતોના મતે જ્યારે પણ આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝડપથી ઉત્સર્જન કરે છે. આ કિરણો વીજળીને ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરે છે. એક મેડિકલ જર્નલમાં એવો ખુલાસો થયો છે કે વીજળી પડવાથી ઘણા લોકોના મોત થયા તેમાથી મોટાભાગની છોકરીઓ સામેલ હતી.
આ લોકો વરસાદમાં તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી. આ જ કારણ છે કે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વીજળી પડે ત્યારે મોબાઈલ ફોન બંધ કરી દેવો જોઈએ અને ખુલ્લા આકાશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
વીજળી દરમિયાન ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે ટીવી, ફ્રીજ, કુલર, સ્માર્ટ ટીવી બંધ કરી દેવા જોઈએ. આ ઉપરાંત લેપટોપ વીજળીને પણ આકર્ષે છે, તેથી વરસાદ દરમિયાન ટીન શેડ નીચે બેસીને તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત આ સિઝનમાં ઇલેક્ટ્રિક થાંભલા પણ કંડક્ટર તરીકે કામ કરે છે, તેથી વરસાદમાં તેનાથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વરસાદની મોસમ દરમિયાન તે તમામ ઉપકરણોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.
cdc.gov નામની વેબસાઇટ જણાવે છે કે સેલ ફોન અને કોર્ડેડ ફોનનો ઉપયોગ તોફાન અને વીજળી દરમિયાન થઈ શકે છે. એકમાત્ર શરત એ છે કે તેઓ કોઈપણ રીતે ચાર્જર અથવા જમીન સાથે જોડાયેલા ન હોવા જોઈએ. આ સમયગાળા દરમિયાન વાયરવાળા લેન્ડલાઇન ફોન અને ચાર્જર પરના સ્માર્ટફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.












Click it and Unblock the Notifications
