For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંદર કારીગરીયુક્ત ઇમારતો જે થઇ ગઇ ધરાશયી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 29 જૂનઃ વિશ્વમાં એવો કોઇપણ દેશ નહીં હોય, જ્યાં ઇમારતોનું નિર્માણ કરીને તેને ધરાશયી કરી દેવામા ના આવી હોય. ઇમારતો ધરાશયી થાય અથવા તો નબળી હોવાના કારણે અથવા તો કોઇ કૂદરતી આફતના કારણે અથવા તો લોકો તેને પાડી દે છે, પરંતુ અફસોસ ત્યારે થાય છે, જ્યારે સોંદર્યથી ભરપૂર ઇમારતને ધરાશયી કરવામાં આવે તો. અમે તમારી સામે આજે એવી જ કેટલીક ઇમારતો લઇને આવ્યાછે, જેને લોકોએ ધ્વસ્ત કરી દીધી.

આ ઇમારતોમાં ભારતથી લઇને અર્જન્ટિના અને અમેરિકા સુધીની ઇમારતો છે. આ એ ઇમારતો છે, જેને બનાવનારાઓએ ઇતિહાસ રચ્યો. ઇતિહાસ નક્કાશીનો, ઇતિહાસ શાનદાર આર્કિટેક્ટનો, ઇતિહાસ કારીગરીનો અને અન્ય ઘણું બધું. કેટલીક ઇમારતો તો સારી કાળજી નહીં હોવાના કારણે નબળી પડી ગઇ તો, કેટલીક યુદ્ધનો શિકાર થઇ, તો કેટલીક પર બુલ્ડોજર ફેરવી દેવામાં આવ્યું.

આ ઇમારતોની તસવીરો જોયા બાદ તમે પણ એકવાર તેમની કારીગરીને સેલ્યુટ કરશો, કારણ કે આજના યુગમાં ફરી એકવાર અમેરિકાનું ટ્વિન ટાવર બનાવવું સંભવ છે, પરંતુ તે નક્કાશી, તે આર્કિટેક્ચર અને તે સૌંદર્ય બનાવવું શક્ય નથી.

તસવીરોના માધ્યમથી જોઇએ ઇમારતો અને તેમના અંગેનું સંક્ષિપ્ત વર્ણન.

મૂસા બાગ કોઠી, લખનઉ

મૂસા બાગ કોઠી, લખનઉ

લખનઉમાં જ હરકદોઇ રોડ પર સ્થિત મૂસા બાગ જેને અંગ્રેજોએ મોંજ્યોર બાગના નામ આપ્યું હતુ, તે એક સમયે આલીશાન મહેલ હતો. અવધની શાન કહેવાતા મૂસાબાદ કોઠી પર આજે માત્ર એક બાગ રહી ગયો છે. કોઠી ક્ષતિગ્રસ્ત છે. તેનું નિર્માણ આજમ ઉદ દૌલાના નવાબ સઆદત અલી ખાન માટે 1803-04માં કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 53 વર્ષ બાદ આઝાદીના પ્રથમ યુદ્ધ એટલે કે 1857માં તે ગોળા-બારૂદથી ધ્વસ્ત કરી દેવામાં આવી.

દિલકુશા પેલેસ લખનઉ

દિલકુશા પેલેસ લખનઉ

દિલકુશા પેલેસ, જેને દિલકુશા કોઠી પણ કહેવામાં આવે છે, તેનું નિર્માણ 18મી સદીમાં થયું હતું. લખનઉના દિલકુશા વિસ્તારમાં આ ઇમારત અંગ્રેજોના બારોક સ્ટાઇલમાં બનાવવામાં આવી હતી. તેની આસપાસ બનેલા બાગનું નામ દિલકુશા ગાર્ડન રાખવામાં આવ્યું. એક એવો સમય હતો કે જ્યારે આ ઇમારત લખનઉનું દિલ હતી, પરંતુ આજે તેના માત્ર કેટલાક અવશેષ જ બચ્યા છે. 1857ની જંગ દરમિયાન આ ઇમારત તોપો અને ગોળીઓના પ્રહારનો શિકાર બની ગઇ.

સ્કેલનોરા સુસિયા

સ્કેલનોરા સુસિયા

સ્કેલનોરા સુસિયા અર્જેન્ટિનાની એ ઇમારત છે, જેનું નિર્માણ 1690-1710માં કરવામાં આવ્યું અને નબળી પડી જવાના કારણે 1910માં તેને ધરાશયી કરી દેવામાં આવી.

ઓલિવ બ્રાન્ચ હાઇ સ્કૂલ

ઓલિવ બ્રાન્ચ હાઇ સ્કૂલ

અમેરિકાના ઓહિયોમાં 1928માં ઓલિવ બ્રાન્ચ હાઇ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું. આ ઇમારત તે સમયની પ્રસિદ્ધ સ્કૂલોમાંની એક હતી. અહીં માધ્યમિક કક્ષાના બાળકો ભણતાં હતા, પરંતુ ઇમારતની સાર સંભાળ યોગ્ય રીતે નહીં કરવામા આવતા તેના પર 2007માં બુલ્ડોજર ફરી વળ્યું.

કોનવેન્ટો ડે સૈન ફિલિપ

કોનવેન્ટો ડે સૈન ફિલિપ

સ્પેનની ઇમારત કોનવેન્ટો ડે સૈન ફિલિપ મેડ્રિડનું નિર્માણ 1546માં થયું હતું, પરંતુ 1838માં તેને પાડી દેવામાં આવી.

એન્ટીગ્યુઓ ટીટ્રો અર્જેન્ટિનો દે લા પ્લાટા

એન્ટીગ્યુઓ ટીટ્રો અર્જેન્ટિનો દે લા પ્લાટા

એન્ટીગ્યુઓ ટીટ્રો એર્જેન્ટિનો દે લા પ્લાટાનું નિર્માણ ઇતાલવી આર્કિટેક્ટ લિયોપોલડો રોશીએ કર્યું હતું. તેનું નિર્માણ લા પ્લાટા શહેરમાં 1887માં કરવામાં આવ્યું. અહીં સભાગાર બનાવવામાં આવ્યુ, જેની ક્ષમતા 1500 લોકોની હતી. 19 નવેમ્બર 1890માં તેનું ઉદ્દઘાટન અને 1977માં તેને તોડી પાડવામાં આવી.

મોગાદિશૂ કૈથેડ્રલ

મોગાદિશૂ કૈથેડ્રલ

ઇટલીના આર્કિટેક્ટે મોગાદિશૂ કૈથેડ્રલનું નિર્માણ મોગાડિશૂમાં કર્યું. તેનું નિર્માણ સોમાલી સિવિલ વોર પહેલા થયું, પરંતુ યુદ્ધ દરમિયાન ગોળા-બારૂદનો શિકાર થઇ ગઇ.

બેન્ક ઓફ ડેલ્હી

બેન્ક ઓફ ડેલ્હી

ધ બેન્ક ઓપ ડેલ્હીનું નિર્માણ 1800ની શરૂઆતમાં થયું, પરંતુ 1857ની જંગમાંતેના પર ભારે ગોળા-બારૂદ ફેંકવામાં આવ્યો, જેના કારણે તે ધરાશયી થઇ ગઇ.

લોડલો કેસલ

લોડલો કેસલ

દિલ્હીમાં લોડલો કેસલનું નિર્માણ પણ 1800ની શરૂઆતમાં થયું, પરંતુ 1857ના જંગમાં બ્રિટિશ સેનાએ તેનો અધિકાંશ ભાગ ઉડાવી દીધો.

ઇક્વીટેબલ બિલ્ડિંગ અટલેન્ટા

ઇક્વીટેબલ બિલ્ડિંગ અટલેન્ટા

ઇક્વીટેબલ બિલ્ડિંગ એટલાન્ટાનું નિર્માણ 1892માં થયું. આ ઇમારત અંદાજે 117 ફૂટ ઉંચી હતી. એટલાન્ટાના જોર્જિયામાં બનેલી આ ઇમારતના આર્કિટેક્ટ શિકાગોના જોન વેલબોર્ન રૂટ અને ડેનિયલ હડસન બુરહમ હતા. આ ઇમારત એ સમયની સૌતી ઉંચી ઇમારત હતી, જેને 1971માં ધ્વસ્ત કરી દેવામાં આવી.

ફેડરલ કોફી પેલેસ, મેલબોર્ન

ફેડરલ કોફી પેલેસ, મેલબોર્ન

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં બનેલા ફેડરલ કોફી પેલેસનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું અને 1972માં તેને તોડી પાડવામાં આવ્યું.

અર્જેટીન પેવેલિયન

અર્જેટીન પેવેલિયન

અર્જેટીન પેવેલિયનનું વિશેષ રીતે નિર્માણ યૂનિવર્સલ ઓફ પેરિસ માટે 1889માં કરવામા આવ્યું હતું, તેને 1990માં તોડી પાડવામાં આવી.

પ્રીમિયર પર્માનેન્ટ બિલ્ડિંગ

પ્રીમિયર પર્માનેન્ટ બિલ્ડિંગ

1882માં પ્રીમિયર પર્માનેન્ટ બિલ્ડિંગ સોસાઇટીના નિર્માણ રહેવાસી ઇમારતના રૂપમાં કરવામાં આવી. તેનો નિર્માણ આર્કિટેક્ટ વિલિયમ પિટે કરી. જેને બાદમાં પાડી દેવામાં આવી.

વેસ્ટ ગેટ ફિરોજાબાદ

વેસ્ટ ગેટ ફિરોજાબાદ

ફિરોજાબાદના વેસ્ટગેટનું નિર્માણ 1350માં દિલ્હીના સુલતાન ફિરોજ શાહે કરાવ્યું હતું. આ ફિરોજાબાદના પશ્ચિમી દ્વાર પણ માનવામાં આવતો હતો. આઝાદીની લડાઇમાં આ ઇમારત પણ ગોળા-બારૂદનો શિકાર થઇ ગઇ.

English summary
Almost all the countries in the World would have the beautiful buildings which were demolished after a long journey. Here is the list of beautiful buildings which are demolished.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X