• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, જાણો તેમના અનમોલ વિચારો

|
Google Oneindia Gujarati News

સ્વતંત્ર ભારતના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજયંતિ છે. દેશની આઝાદીમાં તેમનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. દેશને એકતાના સૂત્રમાં બાંધવાનો શ્રેય પણ પટેલે જ જાય છે. આવુ એટલા માટે કારણકે આઝાદીના સમયે દેશ નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો.

પોતાની બુદ્ધિ અને અનુભવના દમ પર સફળતા મેળવી

પોતાની બુદ્ધિ અને અનુભવના દમ પર સફળતા મેળવી

બ્રિટિશ શાસને તેમની સામે વિકલ્પ રાખ્યો હતો કે આ ભારત કે પાકિસ્તાનમાંથી કોઈ એકને પસંદ કરી લે. એવામાં ઘણા રજવાડા ભારત તો અમુક પાકિસ્તાનમાં શામેલ થવા ઈચ્છતા હતા. અને ઘણા સ્વતંત્ર રહેવા માંગતા હતા. એક સમસ્યા એ હતી કે અમુક રજવાડા ઘણા દૂર હોવા છતાં પાકિસ્તાનમાં શામેલ થવા ઈચ્છતા હતા. એવામાં આ સમસ્યાનો ઉકેલ સરદાર પટેલે કર્યો અને ભારતમાં આ રજવાડાઓનો વિલય કરીને તેમને એકતાના સૂત્રમાં બાંધ્યા. આ કામમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે પોતાની બુદ્ધિ અને અનુભવના દમ પર આમાં સફળતા મેળવી. ભારતને એક વિશાલ રાષ્ટ્ર બનાવવા પાછળ તેમની સૌથી મોટી ભૂમિકા રહી હતી. સરદાર પટેલના વિચારો આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે. ચાલો જાણીએ તેમના અનમોલ વિચારો વિશે -

અન્યાયનો સામનો મજબૂત હાથોથી કરો

અન્યાયનો સામનો મજબૂત હાથોથી કરો

આજે આપણે ઉંચ-નીચ, અમીર-ગરીબ, જાતિ-પંથના ભેદભાવોને સમાપ્ત કરી દેવા જોઈએ.

આ માટીમાં કંઈક અનોખુ છે, જે ઘણી અડચણો છતાં હમેશા મહાન આત્માઓનુ નિવાસ રહ્યુ છે.

શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે. વિશ્વાસ અને શક્તિ બંને કોઈ મહાન કામ કરવા માટે જરૂરી છે.

મનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ. લોખંડ ભલે ગરમ થઈ જાય, હથોડાએ તો ઠંડુ જ રહેવુ જોઈએ નહિતર તે પોતાનો હાથો બાળી નાખશે.

તમારા સારાપણુ તમારા માર્ગમાં બાધક છે એટલા માટે આંખોને ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો સામનો મજબૂત હાથોથી કરો.

આ પણ વાંચોઃ ગુજરાત પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, મા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદઆ પણ વાંચોઃ ગુજરાત પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, મા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

જે કામ પ્રેમ, શાંતિથી થાય છે તે વેરભાવથી નથી થતુ

જે કામ પ્રેમ, શાંતિથી થાય છે તે વેરભાવથી નથી થતુ

અધિકાર મનુષ્યને ત્યાં સુધી અંધ બનાવીને રાખશે જ્યાં સુધી મનુષ્ય એ અધિકારને મેળવવાનુ મૂલ્ય ન ચૂકવી દે.

તમને પોતાનુ અપમાન સહન કરવાની કળા આવડવી જોઈએ.

મારી એક જ ઈચ્છા છે કે ભારત એક સારુ ઉત્પાદક બને અને આ દેશમાં કોઈ અનાજ માટે આંસુ વહાવતા ભૂખ્યા ના રહે.

સંસ્કૃતિ સમજી વિચારીને શાંતિ પર રચવામાં આવી છે. મરવાનુ હશે તો તે પોતાના પાપોથી મરશે. જે કામ પ્રેમ, શાંતિથી થાય છે તે વેરભાવથી નથી થતુ.

જે પણ વ્યક્તિ જીવનને બહુ વધુ ગંભીરતાથી લે છે તેણે એક તુચ્છ જીવન જીવવા માટે તૈયાર રહેવુ જોઈએ. સુખ-દુખને સમાન રીતે સ્વીકારનાર વ્યક્તિ જ ખરા અર્થમાં જીવનનો આનંદ લઈ શકે છે.

કાયર બહાનુ શોધે અને બહાદૂર રસ્તો શોધે

કાયર બહાનુ શોધે અને બહાદૂર રસ્તો શોધે

મૃત્યુની ચિંતા ના કરો કારણકે તમારા જીવનની દોરી ઈશ્વરના હાથોમાં છે અને તે હંમેશાથી સારુ જ કરે છે.


જીવનમાં તમે જેટલા પણ દુખ અને સુખના ભાગી બનો છો તેના પૂર્ણ રૂપે જવાબદાર તમે પોતે જ છો. આમાં ઈશ્વરનો કોઈ દોષ નથી હોતો.

જ્યાં સુધી વ્યક્તિની અંદરનુ બાળક જીવિત છે ત્યાં સુધી અંધકારમયી નિરાશાની છાયા તેનાથી દૂર રહે છે.

જ્યારે અઘરો સમય આવે છે તો કાયર અને બહાદૂરનો ફરક ખબર પડી જાય છે કારણકે તે સમયે કાયર બહાનુ શોધે અને બહાદૂર રસ્તો શોધે છે.

જો તમે કેરીના ફળને સમય પહેલા જ તોડીને ખઈ લેશો તો તે ખાટુ જ લાગશે પરંતુ જો તમે તેને થોડો સમય આપશો તે પોતે જ પાકીને નીચે આવશે અને તમને અમૃત સમાન લાગશે.

English summary
read inspirational quotes of sardar vallabhbhai patel on the occasion of his 144th birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X