ઉત્તર પ્રદેશ- બિહારમાં 2/3 સીટો જીતશે ભાજપ: સર્વે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 માર્ચ: દેશની સત્તા માટે મહત્વપૂર્ણ બિહાર અને ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળવાની સંભાવના છે. સીએનએન-આઇબીએન અને સીએસડીએસના સર્વે અનુસાર જો અત્યાર ચૂંટણી થાય તો આ બે રાજ્યોમાં ભાજપ અને તેનું ગઠબંધન બે તૃતિયાંશ સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે. સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપને 41 થી 49 અને બિહારમાં ભાજપ-લોજપાને 22 થી 30 સીટો મળી શકે છે.

આ સર્વેમાં ભાજપ ગઠબંધનને 63 થી 798 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જો આમ થાય તો ભાજપને ઘણો ફાયદો થશે. 2009ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 10 સીટો પર જીત મળી હતી, જ્યારે બિહારમાં હાલ તેની પાસે 12 સીટો છે. આ સર્વે અનુસાર બંને જ રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓને જોરદાર નુકસાનના અણસાર છે.

વડાપ્રધાન પદની પસંદગીમાં નરેન્દ્ર મોદીની બઢત યથાવત છે. ઉત્તર પ્રદેશમાં 34 ટકા લોકોએ અને બિહારમાં 41 ટકા લોકોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામ પર મોહર લગાવી છે. ઉત્તર પ્રદેશમાં 11 ટકા લોકોએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધું. રાજ્યમાં સરકાર હોવાછતાં વડાપ્રધાન પદની પસંદગીમાં મુલાયમ સિંહ યાદવ, બસપા સુપ્રીમો માયાવતીથી થોડા પાછળ જોવા મળ્યા હતા. 11 ટકા લોકો માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર જોવા માંગે છે તો મુલાયમ સિંહને ફક્ત 10 ટકા લોકોની પસંદગી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પણ 4 ટકા લોકો વડાપ્રધાન પદની ખુરશી પર જોવા માંગે છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ-ભાજપ

ઉત્તર પ્રદેશમાં ભાજપ-ભાજપ

આ સર્વેમાં ભાજપ ગઠબંધનને 63 થી 798 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીને 11 થી 17 સીટો, બસપાને 8 થી 14, કોંગ્રેસને 5 થી 9 સીટો અને અન્યને 1 થી 5 સીટો મળી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 'આપ' ના તો કોઇ સીટ જીતશે અને ના તો તેને ઉલ્લેખનીય વોટ શેર મળવાની આશા છે.

બિહારમાં ભવિષ્યવાણી

બિહારમાં ભવિષ્યવાણી

બિહારમાં જેડીયૂને 4 થી 8 સીટો, જ્યારે આરજેડી અને કોંગ્રેસ બંનેને 2 થી 6 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. અન્યને 0 થી 2 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

36 ટકા લોકો ભાજપના પક્ષમાં

36 ટકા લોકો ભાજપના પક્ષમાં

સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં 36 ટકા લોકોએ ભાજપને વોટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. 22 ટકા લોકોએ સમાજવાદી પાર્ટીને વોટ આપવાના પક્ષમાં જોવા મળ્યા. 17 ટકા લોકોએ બસપાને વોટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. 13 ટકા લોકોએ કોંગ્રેસને વોટ આપવાની વાત કહી, તો 5 ટકા લોકો આમ આદમી પાર્ટીના પક્ષમાં પણ જતા જોવા મળે છે.

બ્રાહ્મણ-રાજપૂતો ભાજપના પક્ષમાં

બ્રાહ્મણ-રાજપૂતો ભાજપના પક્ષમાં

ભાજપને દરેક તબક્કામાં સારા વોટ મળવાના આસાર છે. સૌથી વધુ 62 ટકા વોટ બ્રાહ્મણના અને 54 ટકા રાજપૂતોના વોટ ભાજપના ખાતામાં જતા જોવા મળે છે. 45 ટકા જાટ મતદારો પણ ભાજપ સાથે જોવા મળી રહ્યાં છે. આરએલડીના મુખિયા ચૌધરી અજિત સિંહ માટે આ આંકડા ખરાબ સમાચાર હોઇ શકે છે.

બિહારમાં ભાજપને 38 ટકા વોટ મળવાની આશા

બિહારમાં ભાજપને 38 ટકા વોટ મળવાની આશા

બિહારમાં ભાજપને 38 ટકા વોટ મળવાની આશા છે, જ્યારે ગત લોકસભાની ચૂંટણીમાં જેડીયૂ સાથે ગઠબંધન રહેતાં તેને 14 ટકા વોટ મળ્યા હતા. નરેન્દ્ર મોદીના મુદ્દા પર ભાજપની સાથે ગઠબંધન તોડનાર જેડીયૂને સર્વેમાં 20 ટકા વોટ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસને 13 ટકા, આરજેડીને 12 ટકા, લોજપાને 4 ટકા અને આપને 2 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

બિહાર-ઉત્તર પ્રદેશમાં મોદીના નામની મોહર

બિહાર-ઉત્તર પ્રદેશમાં મોદીના નામની મોહર

વડાપ્રધાન પદની પસંદગીમાં નરેન્દ્ર મોદીની બઢત યથાવત છે. ઉત્તર પ્રદેશમાં 34 ટકા લોકોએ અને બિહારમાં 41 ટકા લોકોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામ પર મોહર લગાવી છે.

રાહુલ, મુલાયમ, માયાવતી સ્થિતી નબળી

રાહુલ, મુલાયમ, માયાવતી સ્થિતી નબળી

ઉત્તર પ્રદેશમાં 11 ટકા લોકોએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધું. રાજ્યમાં સરકાર હોવાછતાં વડાપ્રધાન પદની પસંદગીમાં મુલાયમ સિંહ યાદવ, બસપા સુપ્રીમો માયાવતીથી થોડા પાછળ જોવા મળ્યા હતા. 11 ટકા લોકો માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર જોવા માંગે છે તો મુલાયમ સિંહને ફક્ત 10 ટકા લોકોની પસંદગી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પણ 4 ટકા લોકો વડાપ્રધાન પદની ખુરશી પર જોવા માંગે છે.

English summary
The BJP could secure between 41 and 49 seats in Uttar Pradesh and 22-30 seats in Bihar in alliance with the LJP if Lok Sabha polls were held now, said a CNN-IBN/IBN7-CSDS survey released Wednesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.