આઇ ડોંટ ડિઝર્વ ટૂ બી રેપ્ડ! બ્રાઝીલ મહિલાઓનો રેપ સામે અનોખો વિરોધ

બ્રાઝીલીયા, 1 એપ્રિલ: બળાત્કાર અને છેડતીની વધતી ઘટનાઓ માટે ઓછા અને ઉત્તેજક પહેરવેશને દોષી માનનાર વલણની વિરોધમાં ઇંટરનેટ પર એક ફોટો અભિયાન ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો અભિયાનમાં બ્રાઝીલની મહિલાઓ નિર્વસ્ત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવી રહી છે. તસવીર પડાવતી વખતે તેમના હાથલમાં એક પોસ્ટર પણ છે જેમાં લખેલું છે કે 'આઇ ડોંટ ડિઝર્વ ટૂ બી રેપ્ડ'. મહિલાઓ પોતાની તસવીરો પાડીને સોશિયલ સાઇટ્સ ટ્વિટર પર પોસ્ટ કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે એક ઓનલાઇન સર્વેએ ખુલાસો કર્યો હતો કે બ્રાઝીલના 65.1 ટકા લોકો એવું માને છે કે જો મહિલાઓએ જો ઉત્તેજક પહેરવેશ પહેર્યો હશે તો તે છેડતી કરવાને લાયક છે. ખાસ વાત એ છે કે આ સર્વેમાં અડધાથી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે. બ્રાઝીલના લોકોએ આ નજરીયાને બદલવા માટે અત્રે દરેક ઉંમરની સ્ત્રી નિર્વસ્ત્ર થઇને પોતાની તસવીર ટ્વિટર પોસ્ટ કરી રહી છે. આ તસવીરોની સાથે સાથે હેશટેગ #EuNaoMereçoSerEstrupada પણ ખૂબ જ વાયરલ બની રહ્યું છે.

આ હેશટેગનો અર્થ 'આઇ ડોંટ ડિઝર્વ ટૂ બી રેપ્ડ' એવો થાય છે. આ અભિયાનમાં માત્ર મહિલાઓ જ નહી પરંતુ પુરુષો પણ ભાગ લઇ રહ્યા છે. બ્રાઝીલના એક પુરુષે બેનર પર લખ્યું છે કે 'કોઇ પણ મહિલા પર બળાત્કાર ના થવો જોઇએ'.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્વે બ્રાઝીલના ઇન્સ્ટીટ્યૂટ ફોર એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (IPEA)એ કરાવ્યો હતો, જેમાં દેશનો લોકોને એવું પૂછવામાં આવ્યું હતું કે શું ઉત્તેજક કપડા પહેરવા એ બળાત્કારનું કારણ હોઇ શકે? જોકે ચોકાવનારી બાબત એ છે કે બ્રાઝીલના 65.1 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો. સર્વેમાં સામેલ 3,810 લોકોમાંથી 66.5 ટકા મહિલાઓ હતી.

આ જ પ્રકારે સર્વેનો બીજો સવાલ હતો કે જો મહિલાઓને ખબર હોય કે કેવું આચરણ કરવાનું છે તો રેપની ઘટનાઓમાં ઘટાડો થશે. આની પર 58.5 ટકા લોકોએ પોતાની સહમતિ દર્શાવી છે. આ સર્વે એ સમયે સામે આવ્યો જ્યારે IPEAએ ખુલાસો કર્યો હતો કે બ્રાઝીલમાં 50.7 ટકા બળાત્કાર પીડિતાઓ 13 વર્ષ કરતા પણ ઓછી ઉંમરની છે.

તો આવો મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધની તસવીરોના માધ્યમથી આ સર્વેની વધુ ચર્ચા કરીએ...

એક મહિલા પત્રકારે કરી અભિયાનની શરૂઆત

એક મહિલા પત્રકારે કરી અભિયાનની શરૂઆત

આ સર્વેની વિરુધ્ધ એક મહિલા પત્રકાર નાના કવીરોઝે અભિયાનની શરૂઆત ફેસબુકથી કરી. તેણે દેશભરની મહિલાઓને અપીલ કરી કે તેઓ 28 માર્ચના રોજ 8 વાગ્યે સ્લોગનની સાથે પોતાની તસવીર પોસ્ટ કરે. પરંતુ બે દિવસ પછી પણ લોકો તેમન આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે.

તો ઓછા કપડા પહેરેલા યુવકોનું પણ થવું જોઇએ રેપ

તો ઓછા કપડા પહેરેલા યુવકોનું પણ થવું જોઇએ રેપ

આ મહિલાએ પોતાના સ્લોગનમાં લખ્યું છે કે જ્યારે કોઇ યુવક ઓછા કપડા પહેરીને ફૂટબોલ રમવા જાય છે તો સર્વેના આધારે તેની પર પણ બળાત્કાર થવો જોઇએ.

પુરુષો પણ આ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે

પુરુષો પણ આ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે

મહિલાઓની સાથે સાથે પુરુષો પણ આ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે, આ અભિયાન થકી તેઓ દેશના લોકોનો વિચાર બદલવા માંગે છે.

સર્વેમાં અડધાથી વધારે મહિલાઓ

સર્વેમાં અડધાથી વધારે મહિલાઓ

સર્વેમાં સૌથી ચોકાવનારી વાત એ છે કે સર્વેમાં સામેલ 3,810 લોકોમાંથી 66.5 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

આ સર્વે IPEAએ કરાવ્યો હતો

આ સર્વે IPEAએ કરાવ્યો હતો

આ સર્વે બ્રાઝીલના ઇન્સ્ટીટ્યૂટ ફોર એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (IPEA)એ કરાવ્યો હતો, જેમાં દેશનો લોકોને એવું પૂછવામાં આવ્યું હતું કે શું ઉત્તેજક કપડા પહેરવા એ બળાત્કારનું કારણ હોઇ શકે?

IPEAના આ સર્વેમાં જાણવા મળ્યું કે..

IPEAના આ સર્વેમાં જાણવા મળ્યું કે..

દેશનો લોકોને એવું પૂછવામાં આવ્યું હતું કે શું ઉત્તેજક કપડા પહેરવા એ બળાત્કારનું કારણ હોઇ શકે? જોકે ચોકાવનારી બાબત એ છે કે બ્રાઝીલના 65.1 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો.

બળાત્કાર પીડિતાઓ 13 વર્ષ કરતા પણ ઓછી ઉંમરની

બળાત્કાર પીડિતાઓ 13 વર્ષ કરતા પણ ઓછી ઉંમરની

આ સર્વે એ સમયે સામે આવ્યો જ્યારે IPEAએ ખુલાસો કર્યો હતો કે બ્રાઝીલમાં 50.7 ટકા બળાત્કાર પીડિતાઓ 13 વર્ષ કરતા પણ ઓછી ઉંમરની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X