For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ બ્રેકઅપમાંથી બહાર આવવા માટે અપનાવો આ ટીપ્સ...

આવો જાણીએ આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે, જેને અપનાવીને તમે બેડ બ્રેકઅપમાંથી બહાર આવી શકો છો...

By Desk
|
Google Oneindia Gujarati News

રિલેશનશિપમાં આવ્યા પછી બે વ્યક્તિ એકબીજા સાથે સ્વાભાવિકપણે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ કારણસર તેમનુ બ્રેકઅપ થઈ જાય ત્યારે તેમને લાગે છે કે જાણે તેમની આખી દુનિયા લૂંટાઈ ગઈ છે. ખાસ કરીને, જો તે બ્રેકઅપ ખૂબ જ ખરાબ રીતે થયુ હોય તો પીડા વધી જાય છે. ઈચ્છા ન હોવા છતાં, વ્યક્તિને વારંવાર તેના જૂના સંબંધ અને તેના ખરાબ બ્રેકઅપની યાદ આવે છે. જેના કારણે તે પીડામાંથી બહાર આવવુ તેના માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. જો કે, કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે આ પીડાને દૂર કરી શકો છો. તો આવો જાણીએ આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે, જેને અપનાવીને તમે બેડ બ્રેકઅપમાંથી બહાર આવી શકો છો...

અનફૉલો કરી દો

અનફૉલો કરી દો

જો તમે ખરેખર તમારા આ બેડ બ્રેકઅપમાંથી બહાર આવવા માંગતા હોય તો પહેલુ અને મુખ્ય પગલુ તમારા એક્સને અનફૉલો કરવાનુ છે. તમે હજી પણ સોશિયલ મીડિયા પર તમારા એક્સ સાથે જોડાયેલા રહેશો તો જ્યારે પણ તમે તેની તસવીર જોશો અથવા તેની ગતિવિધિઓ જોશો તો ઈચ્છા વગર પણ તમને તેની યાદ આવી જશે. તો પહેલા તમે તેમને અનફ્રેન્ડ કરો અને અનફોલો કરો. જ્યારે તમે તેમના જીવનમાં ઝાંકવાનુ કરવાનુ બંધ કરશો ત્યારે તમે તમારા ભૂતકાળમાંથી બહાર આવવા માટે ખરેખર પહેલુ પગલુ ભરશો.

પરિવાર અને દોસ્તો સાથે વીતાવો સમય

પરિવાર અને દોસ્તો સાથે વીતાવો સમય

બ્રેકઅપ પછી તમારા એક્સ-પાર્ટનરને મિસ કરવુ સ્વાભાવિક છે. આવુ એટલા માટે થાય છે કારણ કે આપણે આપણી જાતને એકદમ એકલા અનુભવીએ છીએ. તેની યાદોમાંથી બહાર આવવા અને એકલતા દૂર કરવા માટે કુટુંબ અને મિત્રો સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરો. આ તમને અનુભવ કરાવશે કે તમે એકલા નથી. તેમની સાથે રહેવાથી તમે ખુલીને હસી શકશો.

વેકેશન માણો

વેકેશન માણો

આમ વિચિત્ર લાગે છે પરંતુ એક ખરાબ બ્રેકઅપ પછી વેકેશન પર જવુ એ પણ એક સારો વિચાર છે. જ્યારે તમે વેકેશનમાં નવા સ્થાનો અને વસ્તુઓની શોધખોળ કરો છો ત્યારે તે તમને સારુ લાગે છે. આ ઉપરાંત આ રીતે તમે તમારી જાતને હિલ કરી શકો છો. આ વેકેશન દ્વારા, તમારી જાતને સમજાવવાનો પ્રયાસ કરો કે તમે સમયસર ખરાબ સંબંધમાંથી બહાર નીકળી શકો છો. જો તમે આ સંબંધમાં રહ્યા હોત, તો તમને દુ:ખ અને આંસુ સિવાય કંઈ જ ન મળત.

ખુદને બિઝી રાખો

ખુદને બિઝી રાખો

કહેવાય છે કે ખાલી મન એ શેતાનનુ ઘર છે. ઘણી હદ સુધી આ વાત સાચી પણ છે. જ્યારે તમે ફ્રી હોવ છો ત્યારે તમે તમારી ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાઓ છો. જે પછી તમને એ જ જૂની સારી અને ખરાબ પળો યાદ આવે છે અને તમે ફરીથી દુઃખી થાઓ છો. તેથી થોડો સમય પોતાને ખૂબ જ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. આ ત્યાં સુધી કરો જ્યાં સુધી તમે તમારી જાતને તમારા જૂના સંબંધોમાંથી સંપૂર્ણપણે બહાર ન કાઢી દો.વળી, ખાતરી કરો કે તમે તમારી જાતને એવી રીતે વ્યસ્ત રાખો કે જેમાંથી તમને આનંદ મળે. તમે કોઈ નવો શોખ અપનાવી શકો છો.

મેમરી ટ્રીગર્સને ઓળખો

મેમરી ટ્રીગર્સને ઓળખો

જ્યારે તમે રિલેશનશિપમાં હોવ ત્યારે ચોક્કસ તમે બંનેએ ઘણી સારી ક્ષણો સાથે વિતાવી હશે અને તમારી પાસે એ ક્ષણોની કેટલીક યાદો પણ હશે. ફોટોગ્રાફ્સથી લઈને ગિફ્ટ આઈટમ્સ સુધી, એવી ઘણી વસ્તુઓ છે જે તમને તમારા ભૂતકાળની યાદ અપાવે છે. જ્યાં સુધી તમારી પાસે આ બધી વસ્તુઓ હશે ત્યાં સુધી તમે તમારી ભૂતકાળની યાદોમાંથી ક્યારેય બહાર આવી શકશો નહિ. તેથી જો તમે ખરેખર તમારા સંબંધને ખતમ કરવા માંગતા હોય તો તે બધા મેમરી ટ્રિગર્સને ઓળખો અને તેમને તમારાથી દૂર કરવાનો પ્રયાસ કરો.

English summary
Break Up: Follow these tips to get over with bad break up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X