For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારનાથમાં બોક્સમાંથી મળી હતી બુદ્ધની અસ્થિઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 નવેમ્બર: સારનાથમાં વર્ષ 1798માં ધર્મરાજિકા સ્તૂપના ખોદકામ દરમિયાન બનારસના રાજા ચેતસિંહના દિવાન જગત સિંહના મજૂરોને એક પથ્થરના બોક્સમાં રાખેલા મંજૂષામાં અસ્થિઓ મળી હતી જેના વિશે માનવામાં આવે છે છે આ મહાત્મા બુદ્ધની હતી.

માહિતી અધિકાર હેઠળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પૂર્વી વિસ્તારમાંથી મળતી માહિતી અનુસાર 'સારનાથના સ્તૂપમાંથી મળી આવેલા પથ્થરના બોક્સમાં એક લીલા રંગના સંગેમરમરના મંજૂષા મળી જેમાં અસ્થિઓ રાખવામાં આવી હતી. એવું માનવમાં આવે છે કે અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરી દેવામાં આવી હતી અને મંજૂષાને ઇન્ડિયન મ્યૂઝિયમ, કોલકત્તાને સોપવામાં આવી હતી.'

પટના સ્થિત પી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 1958 થી 1961 વચ્ચે એ એસ આલ્ટેકરના નિર્દેશનમાં વૈશાલીમાં સ્તૂપના ખોદકામ દરમિયાન તેમને બુદ્ધના અવશેષ મળ્યા હતા જેને અત્યારે રાજ્ય સંગ્રહાલય, પટણામાં રાખવામાં આવ્યા છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નાગાજરૂનકુંડામાં બૌદ્ધ મહાચૈત્યના પશ્વિમોત્તર ભાગમાંથી એક કુલીને નાનો તૂટેલો ઘડો મળ્યો હતો જેમાં રાખવામાં આવેલા અવશેષોની સાવધાનીપૂર્વક કરવામાં આવી તપાસમાં તેમની મહાત્મા બુદ્ધના અવશેષના રૂપમાં પુષ્ટિ થઇ હતી.

budhha

આરટીઆઇ હેઠળ એએસઆઇના દક્ષિણ વિસ્તારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 'એએસઆઇના દક્ષિણ સર્કલના તત્કાલિન અધિક્ષક એ એચ લાંગહર્સ્ટે 1926થી 1931 દરમિયાન ખોદકામ કર્યું હતું જેમાં મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલ 'મહાચૈત્ય'ની વાત પ્રકાશમાં આવી હતી. દિલ્હી સ્થિત બૌદ્ધ અવશેષ પ્રતિસ્થાપના પ્રયાસ ટ્રસ્ટ (બીડીએપીપી)ના સંયોજક રાજ કુમારે એએસઆઇથી મહાત્મા બુદ્ધના અવશેષો વિશે જાણકારી માંગી હતી.

English summary
The archaeological significance of the place was first brought to the notice of modern world by Mr. J. Duncan in 1798 who gave an account of the casket of green marble inside a stone box exposed by the workmen of Jagat Singh, the Dewan of King Chet Singh of Benaras while dismantling the Dharmarajika stupa to exploit building materials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X