દેશના 2 લાલ: ગાંધી એક વચન, તો શાસ્રી એક શપથ

આજે ભારતના બે મહાન લાલનો જન્મદિવસ છે. જી હા, મહાત્મા ગાંધી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્રીનો જન્મદિવસ છે. જેમણે પોતાના કાર્યોથી એવી મિસાલ કાયમ કરી છેકે આજે તેઓ આપણી વચ્ચે નહીં હોવા છત

બે ઓક્ટોબર એટલે એક મહાન દિવસ. આજના દિવસે દેશના બે ફુલનો જન્મ થયો હતો, જેનાથી આખુય હિદુસ્તાન મહેકવા લાગ્યું હતુ. જી હા, આજના દિવસે જ ભારતના બે મહાન સપૂતોનો જન્મ થયો હતો, જેમણે તેમના કર્મોથી પૂરા ભારતને પોતાનુ ઋણી બનાવી દીધુ. અમે વાત કરી રહ્યાં છીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્રીની.

મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ભારતવર્ષમાં ગાંધી જયંતિના રૂપે મનાવવામાં આવે છે. અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દીવસ તરીકે 2 ઓક્ટોબરની ઉજવણી કરવામાં આવે છે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીની અહિંસક લડાઇનું ખુબ મોટું યોગદાન છે. તો સાથે જ દેશને "જય જવાન, જય કિસાન"નું સુત્ર આપનાર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્રીએ પણ બાપુના તે યોગદાનને વ્યર્થ નથી જવા દીધુ. તેમણે લોકોને સમજાવ્યું કે જો તમે નક્કી કરો તો તમે કંઇ પણ કરી શકો છો. પરંતુ શરત એ છેકે બસ તમારી નિયત સાફ અને પાક હોવી જોઇએ. બાપુ અને શાસ્રીજીના આદર્શ જીવનના વિવિધ પાસાઓની આપણે ઘણી વાત કરીશું, જેને જાણવા માટે તમે નીચેની સ્લાઇડ્સને ક્લીક કરો.

2 ઓક્ટોબર 1904

2 ઓક્ટોબર 1904

શાસ્રીજીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના દિવસે ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેઓ ગાંધીજીના વિચારો અને જીવનશૈલીથી પ્રેરિત હતા. તેમણે ગાંધીજીના અસહયોગ આંદોલન વખતે દેશ સેવાનું વ્રત લીધુ હતુ. અને દેશની રાજનિતીમાં કુદી પડ્યા હતા.

અટક લખવાનું છોડી દીધુ

અટક લખવાનું છોડી દીધુ

લાલ બહાદુર શાસ્રી શ્રીવાસ્તવ હતા. પરંતુ તેઓ જાતિ પ્રથાના વિરોધી હતા એટલે તેમણે તેમના નામ પાછળ અટક લખવાનું છોડી દીધુ હતુ. તેમના નામ સાથે જોડાયેલ "શાસ્રી" કાશી વિદ્યાપીઠ દ્વારા આપવામાં આવેલી ઉપાધિ છે. પ્રધાનમંત્રી તરીકે તેમણે બે વર્ષ કાર્ય કર્યું હતુ. તેમનો પ્રધાનમંત્રી કાળ 9 જૂન 1964થી 11 જાન્યુઆરી 1966 સુધીનો હતો.

વિદેશીઓ માટે પણ ગાંધી આદર્શ

વિદેશીઓ માટે પણ ગાંધી આદર્શ

ગાંધીજીથી માત્ર ભારતીયો જ પ્રભાવિત નથી, પરંતુ વિદેશીઓ પણ તેમનાથી પ્રભાવિત છે અને તેમના આદર્શોને માને છે. સાબરમતિના આ સંતે પોતાની અંહિસાવાદી નિતીઓથી એ સાબિત કરી દીધુ હતુ કે જો વ્યક્તિ માત્ર પોતાનામાં વિશ્વાસ કરી લે તો જીવનની દરેક મુશ્કેલીઓને પાર કરી શકે છે.

એક દિવસ વ્રત રાખવાની અપિલ

એક દિવસ વ્રત રાખવાની અપિલ

બાપુના આદર્શો પર ચાલવાવાળા લાલ બહાદુર શાસ્રીએ દેશમાં જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે દેશવાસીઓને અઠવાડિયામાં માત્ર એક દિવસ ઉપવાસ કરવાની અપીલ કરી હતી. અને બસ આ હાંકલથી તેમણે તેમનુ નામ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત કરી લીધુ હતુ. આજે ભલે શાસ્રીજી આપણી વચ્ચે ન હોય પણ તેમના આદર્શો આજે પણ એટલા જ જીવંત છે.

ગાંધી એક વચન..તો શાસ્રી એક શપથ

ગાંધી એક વચન..તો શાસ્રી એક શપથ

મહાત્મા ગાંધી વ્યક્તિ નથી, પરંતુ એક વિશ્વાસ છે. જે દરેક માણસની અંદર છે. તેઓ એક વચન છે. તો શાસ્રી એક શપથ છે. જે આપણને આપણાં કર્તવ્યોનો અહેસાસ અપાવે છે કે આપણે ઇચ્છીએ તો કોઇ પણ કાર્ય કરી શકીએ છીએ.

મહાત્મા ગાંધી અને શાસ્રીજીને શત શત નમન

મહાત્મા ગાંધી અને શાસ્રીજીને શત શત નમન

દેશ આખોય મહાત્મા ગાંધીને અને શાસ્રીજીને શત શત નમન કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X