Chanakya Niti : આજે જ ત્યજી દો આવા ચાર પ્રકારના લોકો, નહીંતર જીવન થઇ જશે બરબાદ

Chanakya Niti : આચાર્ય ચાણક્યએ સારું જીવન અને સંબંધોને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જીવનમાં ઘણી વસ્તુનો ત્યાગ કરવો જોઇએ, આવું કરવાથી ઘણો ફાયદો થાય છે.

Chanakya Niti : આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વ્યક્તિ, પરિવાર અને સમાજના કલ્યાણ સંબંધી ઘણા સુત્રો અને નીતિઓ આપી છે. ચાણક્યના જણાવ્યા અનુસાર, આપણે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો જોઇએ, તેનાથી આપણું જીવન સુધરે છે.

Chanakya Niti

આચાર્ય ચાણક્યે તેમની ચાણક્ય નીતિમાં પોતાના વિવિધ શ્લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમારે જીવનમાં શું કરવું અને શું ન કરવું જોઇએ.

'કરુણા વિનાના વ્યક્તિ અન ધર્મનો ત્યાગ કરવો જોઈએ

જ્ઞાન વગરના ગુરુનો ત્યાગ કરવો જોઈએ

ક્રોધિત પત્નીનો ત્યાગ કરો જોઇએ

સ્નેહહીન પોતાના સ્વજનોનો ત્યાગ કરવો જોઈએ'

દયા વગરના માનવીનો ત્યાગ કરો

દયા વગરના માનવીનો ત્યાગ કરો

હિંદુ, જૈન અને બૌધ ધર્મમાં કરૂણાને સર્વોપરી માનવામાં આવે છે, તેથી ચાણક્ય અનુસાર, એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ જીવનમાંકરૂણા નથી રાખતા. દયા વિનાની વ્યક્તિ ધર્મ દ્વારા બતાવેલા સાચા માર્ગ પર ચાલી શકતી નથી અને તે ક્યારેય કોઈનું ભલું કરી શકતીનથી.

જ્ઞાન વગર ગુરૂ પાસેથી ન લો શિક્ષા

જ્ઞાન વગર ગુરૂ પાસેથી ન લો શિક્ષા

ચાણક્ય માટે ગુરુનું સ્થાન સર્વોપરી રહ્યું છે. ગુરુ આપણા જીવનને આકાર આપે છે. તેથી જ્ઞાન કે જ્ઞાન વગરના ગુરુને જીવનમાંથી દૂર કરીદેવા જોઈએ અને આવા ગુરૂ પાસેથી કંઇ પણ શીખવવું જોઈએ નહીં. આવા ગુરુઓ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકતા નથી.

ગુસ્સાવાળી પત્નીને છોડી દો

ગુસ્સાવાળી પત્નીને છોડી દો

ચાણક્ય અનુસાર, જો કોઈ પત્ની અત્યંત ગુસ્સાવાળી હોય, દરેક વાત પર ગુસ્સે થતી હોય, તો તે ઘરમાં દરરોજ ઝઘડતી વ્યક્તિ હોય છે.આવા કિસ્સામાં વ્યક્તિ પોતાનું આખું જીવન ઝઘડા અને દુ:ખમાં વિતાવી દે છે, તેથી આવી ગુસ્સાવાળી પત્નીને સમયસર છોડી દેવી જયોગ્ય છે.

સ્નેહહીન સંબંધોનો કરો ત્યાગ

સ્નેહહીન સંબંધોનો કરો ત્યાગ

દરેક સંબંધ પ્રેમ, સ્નેહ અને આદર પર આધારિત છે. જો સંબંધમાં સ્નેહનો અભાવ હોય, તો તે અર્થહીન અને કંટાળાજનક બની જાય છે.આવા સંબંધો તમારા સમય અને શક્તિનો વ્યય કરે છે. તેથી જે સંબંધો સ્નેહહીન બની જાય છે, તેનો ત્યાગ કરવો યોગ્ય છે.

નોંધ:

નોંધ:

આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટઅથવા માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓને અમલમાં મૂકતા અથવા લાગુ કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિતનિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X