Chanakya Niti : આ લોકો પર ક્યારેય ન આંધળો વિશ્વાસ, રહે છે જીવનું જોખમ!

આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યની નીતિ ચાણક્ય નીતિ તરીકે પ્રચલિત છે. તેમાં લખેલી બાબતો આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કયા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.

Chanakya Niti : આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યની નીતિ ચાણક્ય નીતિ તરીકે પ્રચલિત છે. તેમાં લખેલી બાબતો આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કયા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે, તે એક જ ઝાટકે તમારા જીવનને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ લોકો પર વિશ્વાસ કરવો એ જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કોણ છે આ લોકો અને શા માટે આટલા ખતરનાક છે.

હથિયાર ધરાવનાર વ્યક્તિ -

હથિયાર ધરાવનાર વ્યક્તિ -

જે વ્યક્તિ પોતાની પાસે હથિયાર રાખે છે, તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે ક્યારેય આવા વ્યક્તિ સામે ન પડવું જોઈએ. કારણ કે, જ્યારે તમે ગુસ્સે થાઓ છો, તો તે તમને એક જ ઝાટકે મોટું નુકસાન પહોંચાડી શકે છે. તે જીવ પણ લઈ શકે છે.

સત્તામાં શક્તિશાળી લોકો -

સત્તામાં શક્તિશાળી લોકો -

આવા લોકો પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો કે, જેમની પાસે સત્તા હોય અને ખૂબ જ શક્તિશાળી હોય. સહેજ પણ ખરાબ લાગે તો પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે હંમેશા મર્યાદિત સંબંધ જાળવો જોઇએ.

ખૂબ જ અમીર અને સ્વાર્થી લોકો -

ખૂબ જ અમીર અને સ્વાર્થી લોકો -

આવા લોકો જેમની પાસે પુષ્કળ પૈસા હોય છે, તે કંઈ પણ કરી શકે છે. આવા સમયે, પોતાના ફાયદા માટે સ્વાર્થી લોકો કોઈપણને નુકસાન પહોંચાડી શકે છે, પછી ભલે તે ગમે તેટલું મોટું હોય. આવા લોકો પર આંધળો વિશ્વાસ ન કરો.

લાંબા નખ અને શિંગડાવાળા શિકારી પ્રાણીઓ -

લાંબા નખ અને શિંગડાવાળા શિકારી પ્રાણીઓ -

પ્રાણી ગમે તેટલું પાળેલું હોય, તેના વર્તન પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય નહીં. તેઓ ક્યારે તમારા પર હુમલો કરશે, તે કહી શકાતું નથી. આવા પ્રાણીઓથી સાવધ રહો.

લોભી વ્યક્તિ -

લોભી વ્યક્તિ -

લોભી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો, તે તેના નાના ફાયદા માટે પણ તમારું મોટું નુકસાન કરી શકે છે. કોઈપણ સમયેતે તમારા દુશ્મનો સાથે સહયોગ સાધીને તમારા માટે જોખમ પેદા કરી શકે છો, આવા લોકોથી દૂર રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X