Chanakya Niti : જીવનમાં ક્યારેય નહીં મળે દગો, આ રીતે માણસને પારખો

Chanakya Niti : આચાર્ય ચાણક્ય ભારતના ઇતિહાસમાં સફળ કુટનીતિજ્ઞમાં માનવામાં આવે છે. તેમણે માનવ જીવન અંગે પોતાના નીતિશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવી છે. આ બાબતો આજના સમયમાં પણ અસરકારક માનવામાં આવે છે.

Chanakya Niti : આચાર્ય ચાણક્ય ભારતના ઇતિહાસમાં સફળ કુટનીતિજ્ઞમાં માનવામાં આવે છે. તેમણે માનવ જીવન અંગે પોતાના નીતિશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવી છે. આ બાબતો આજના સમયમાં પણ અસરકારક માનવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકો સ્વાર્થી અને દગાખોર થઇ ગયા છે. જેનું કારણ દ્વવ્યવાદ છે.

આવામાં તમે જો માણસની પરખ ન કરી શકો તો વિશ્વાસના બદલામાં તમને દગો મળશે. આવા સમયે જો તમે ચાણક્ય નીતિમાં આપેલી આ વાતો જાણી લેશો તો માણસ પરખવામાં ક્યારે થાપ નહીં ખાવ.

પ્રમાણિકતા

પ્રમાણિકતા

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, પૈસા કોઈપણ વ્યક્તિને છેતરનાર બનાવી શકે છે. જેના કારણે સગા-સંબંધીઓથી લઇને મિત્રોએકબીજાના દુશ્મન બની જાય છે, પરંતુ જેઓ પૈસા કરતાં માણસોને વધુ મહત્વ આપે છે. તે પૈસા પ્રત્યે પ્રમાણિક છે. આવા લોકો ક્યારેયછેતરાતા નથી. આવી સ્થિતિમાં કોઈ પર વિશ્વાસ વ્યક્ત કરતા પહેલા, પૈસાને લઈને તેની ઈમાનદારીની પરીક્ષા કરવી જોઈએ.

ત્યાગ

ત્યાગ

આચાર્ય ચાણક્ય કહે છે કે, ત્યાગ એ એવી અનુભૂતિ છે, જેના દ્વારા દરેક મનુષ્યને સરળતાથી પોતાનો બનાવી શકાય છે. જે વ્યક્તિ કોઈનામાટે ત્યાગ કરી શકે છે. તે ક્યારેય છેતરપિંડી ન કરી શકે. તેમણે ત્યાગની ભાવનાને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે. આવા લોકો હંમેશાસંબંધો જાળવી રાખે છે.

સ્પષ્ટ વક્તા

સ્પષ્ટ વક્તા

જો કોઇ વ્યક્તિ જૂઠું બોલે છે અથવા ગોળ-ગોળ વાતો ફેરવે છે, તો આવા વ્યક્તિ પર ક્યારેય ભરોસો ન કરો. જે વ્યક્તિ પોતાની વાત સીધી અને સ્પષ્ટ રીતે રાખે છે. આવા લોકો પર વિશ્વાસ કરી શકાય છે. કોઈપણ વ્યક્તિની કસોટી કરવા માટે આ વસ્તુનું હોવું ખૂબ જ જરૂરી છે. નિખાલસ લોકો ક્યારેય છેતરપિંડી કરી શકતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X