For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રગુપ્ત મૌર્યકાળનો છે ' સોનાના ખજાના'નો કિલ્લો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઉન્નાવ, 22 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડોંડિયા ખેડા કિલ્લોથી વેરાન તથા ગુમનાથ પડ્યો હતો, પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ) દ્વારા સોનાની શોધમાં ત્યાં ખોદકામ કરવામાં આવતાં આખા દેશની નજરો અચાનક આટલા વર્ષો બાદ તે ખજાના પર ટકેલી છે.

સોનાનો ખજાનો મળવો કે ન મળવો હજુ ભવિષ્યની વાત છે. પરંતુ ડોંડિયાખેડા કિલ્લા સંબંધિત કેટલીક રસપ્રદ જાણકારીઓ જરૂર નિકળવા લાગી છે. ડોંડિયાખેડા કિલ્લાવિશે જે નવી જાણકારી મળી છે, તે એ છે કે આ કિલ્લો રાજા રાવ રામબક્શનો નથી, પરંતુ ચંદ્રગુપ્ત મોર્યકાળથી અસ્તિત્વમાં છે.

ઉન્નાવ જિલ્લાના ડોંડિયાખેડા ગામમાં ગંગા નદીના કિનારે બનેલા આ કિલ્લા વિશે ગામના વડિલોનું કહેવું છે કે ડોંડિયાખેડા પહેલાં દ્રોણિ ક્ષેત્ર અથવા પછી દ્રોણિખેરથી ઓળખાતો હતો. ચંદ્રગુપ્ત મોર્યકાળમાં આ વિસ્તાર પાંચાલ પ્રાંતનો ભાગ હતો. તે કાળમાં 400 માંથી 500 ગામના ભૂ-ભાગને દ્રોણીમુખ કહેવામાં આવતા હતા.

આ દ્રોણિમુખ વિસ્તારની રાજધાની ડોંડિયાખેડા હતી, એટલા માટે તેનું ઘણું મહત્વ હતું, સાથે જ ત્યારથી જ રાજાના એક સૈન્ય અધિકારી પોતાની ટુકડીના સાથે અહી વસવાટ કરતા હતા. પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા એલેક્ઝેડરનું માનીએ તો તેમને પોતાના એક પુસ્તકમાં કહ્યું હતું કે બૌદ્ધકાલીન હયમુખ નામની પ્રસિદ્ધ નગરી હતી, જ્યાં હર્ષવર્ધન કાળમાં ચીની યાત્રી હવેનસાંગ આવ્યો હતો.

કિલ્લાને જીતવા માટે ઘણીવાર પ્રયત્નો કરાયા

કિલ્લાને જીતવા માટે ઘણીવાર પ્રયત્નો કરાયા

ડોંડિયાખેડા કિલ્લા વિશે પોતાનાને રાજા રાવ બક્શસિંહના વંશજ ગણાવનાર ચંડીવીરી પ્રતાપ સિંહનું કહેવું છે કે આ કિલ્લામાં શરૂમાં બાહુબલીભરોનો કબજો હતો. ભરોથી કિલ્લો જીતવા માટે બૈંસોએ ઘણીવાર પ્રયત્ન કર્યો, પરંતુ અસફળ રહ્યાં, સન 1266ની આસપાસ બૈંસોના રાજા કરણ રાયના પુત્ર સેઢૂરાયે અંતે આ કિલ્લો ભરો પાસેથી જીતી લીધો. તે કહે છે કે કિલ્લા પર બૈંસોનો કબજો હોવાથી આ બૈસવારા નામથી ચર્ચિત થયો અને ડોંડિયાખેડા તેની રાજધાની રહી. તે આગળ કહે છે કે બૈંસ રાજવંશમાં ત્રિલોકચંદ્ર નામક પ્રતાપી રાજા થયા. તેમને આ કિલ્લાને ન ફક્ત સુદ્રઢ કર્યો, પરંતુ કિલ્લાની અંદર બે મહેલ પણ બનાવ્યા, સાથે જ કિલ્લાની અંદર 500 સૈનિક અને કિલ્લાની બહાર દસ હજાર સૈનિકોની ગોઠવણી કરી.

કિલ્લા વિશે શું કહે છે ગામના વડિલો

કિલ્લા વિશે શું કહે છે ગામના વડિલો

રાજા ત્રિલોકચંદ્ર વિશે તેમને જણાવ્યું હતું કે તે દિલ્હી સલ્તનતના બાદશાહ બહલોલ લોઢીના ખાસ અંગત માનવામાં આવતાં હતા. ત્રિલોકચંદ્રના કાળમાં જ કાલપી, મૈનપુરીથી માંડીને પ્રતાપગઢ જિલ્લાના માણિકપુર અને પૂર્વમાં બહરાઇચ સુધી ફેલાયેલ હતું. ગામના 90 વર્ષના વડિલ સરવન જણાવે છે કે બૈસ વંશના છેલ્લા રાજા રાવ રામબક્શ સિંહને 28 ડિસેમ્બર 1857ને ફાંસી આપ્યા બાદ બ્રિટિશ સેનાનાયક સર હોપ ગ્રાંટે હુમલો કરાવી તેને નેસ્તનાબૂદ કરાવી દિધો હતો.

શું કહે છે કિલ્લાનો ભૂગોળ

શું કહે છે કિલ્લાનો ભૂગોળ

જો આ કિલ્લાના ભૂગોળ વિશે ચર્ચા કરીએ તો ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લા મુખ્યાલયથી લગભગ 33 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં 50 ફૂટ ઉંચા માટીના ટેકરા પર આ કિલ્લો બનેલો છે. કિલ્લાની પશ્વિમ દિશામાં ગંગા નદીના ટેકરાના અડીને વહે છે અને કિલ્લાનો મુખ્ય દ્વાર પૂર્વ દિશા તરફ હતો. કિલ્લાની સામેની લંબાઇ 385 ફૂટ છે અને પાછળનો ભાગ ખૂબ પહોળો છે. કિલ્લાનું ક્ષેત્રફળ 1,92,500 વર્ગ ફૂટ છે. આ કિલ્લો ચારેય તરફ માટીની 30-32 ફૂટ મોટી દિવાલોથી ઘેરાયેલો હતો અને તેની ચારેય તરફ 50 ફૂટ ઉંડી ખીણ બનેલી હતી, જેમાં હંમેશા પાણી ભરાયેલું રહેતું હતું.

ઐતિહાસિક ધરોહરની જાણકારી

ઐતિહાસિક ધરોહરની જાણકારી

આ કહેવું જરૂરી છે કે આ પહેલાં ખંડેરમાં બદલાઇ ચૂકેલા આ ઐતિહાસિક ધરોહરની જાણકારી ના તો એએસઆઇને હતી અને ના તો કોઇ બિન સરકારી સંગઠન (એનજીઓ) સંરક્ષણ માટે આગળ આવ્યું. હવે આગળ આવ્યું. હવે જ્યારે શોભન સરકારે અહીં એક હજાર ટન સોનાનો ખજાનો હોવાના સપના વિશે કેન્દ્ર સરકારને જણાવ્યું તો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જીએસઆઇ) તથા એએસઆઇ હરકતમાં આવી અને આ ચર્ચામાં આવી ગયો.

English summary
Chandragupta Maurya period is Fort Dondia Kheda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X