મેડ ઇન ઇન્ડિયા VS મેડ ઇન ચાઇના, વિરોધ શરૂ પણ...

Posted By:
Subscribe to Oneindia News

હાલ દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. બજારોમાં ગત વર્ષે દિવાળીના સમયે મોટા પ્રમાણમાં ચીની ઉત્પાદનો, ફટાકડાઓનો ઉપયોગ થયો હતો. પણ આ વર્ષે તેવું નથી... કેમ કે ઉરી હુમલા બાદ, જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂર અઝહર પર પ્રતિબંધ મામલે ચીનનો વિરોધ અને વારંવાર પાકિસ્તાનનો સાથ આપવા બદલ સંસ્કાર ભારતીએ જેવા સંગઠનો દ્વારા દેશહિત અને દેશની સીમા પર લડતા જવાનોના મનોબળને વધારવા માટે ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં અનેક રાજકીય નેતાઓએ હામી ભરી છે.

"કોટથી લઇને લંગોટ" પણ બનાવશે બાબા રામદેવ

વધુમાં આજે જ ગુજરાત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં 60 જેટલા વેપારીઓના પ્રતિનિધીઓએ ચાઈનિઝ વસ્તુઓને પ્રતિબંધીત કરવાં પર સહમતિ દર્શાવી છે. સુરતમાં પણ એક જાહેરનામુ બહાર પાડી રેન્જ આઇજીએ દક્ષિણ ગુજરાતમાં ચાઇનીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કેમ ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે? કેમ સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અને તેવી કેવી અસરો થઇ શકે છે. આ તમામ વાતો જાણો નીચેના આ લેખમાં...

મેડ ઇન ચાઇના

મેડ ઇન ચાઇના

નોંધનીય છે કે દેશમાં કુલ 61 બિલીયન ડોલરની ચાઈનીઝ વસ્તુની આયાત થાય છે. જેમાં 18 ટકા આયાત ગુજરાતમાં થાય છે. ચીન માટે ભારત એક બહુ મોટું બજાર છે. અને તે પોતાનો આ વેપારી લાભ કોઇ પણ ભોગે ગુમાવવા નથી માંગતું.

ડ્રેગન થયો ગુસ્સે

ડ્રેગન થયો ગુસ્સે

જો કે હાલમાં જ ભારતને ચીનના કેટલાક પ્રોડક્ટને પ્રતિબંધિત કરી દીધા છે. સાથે જ ચીની માલના કારણે ભારતીય ઉત્પાદનોને લાંબા સમયથી ખોટ ખાવી ખાઇ રહ્યો છે. નોંધનીય છે કે 2012માં ચીન અને ભારત વચ્ચે 66 અરબ ડોલરનો વેપાર થયો હતો. જેમાં ચીને ભારતને લગભગ 48 અરબ ડોલરનો સામાન વેચ્યો હતો. અને ભારતે ચીનને ખાલી 18 અરબ ડોલરનો સામાન નિર્યાત કર્યો હતો.

ચીની મીડિયાનું શું કહેવું છે!

ચીની મીડિયાનું શું કહેવું છે!

જો કે ચીની મીડિયાનું માનીએ તો ભારતમાં ચીની માલના વિરોધ થવા છતાં ભારતમાં ચીની સામાનનું રેકોર્ડ બ્રેક વેચાણ થઇ રહ્યું છે. ચીની મીડિયાનું કહેવું છે કે સોશ્યલ મીડિયા અને અન્ય સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહેલા ચીન વિરોધી અભિયાનથી ચીનને કોઇ નુક્શાન નથી થઇ રહ્યું. નોંધનીય છે કે ચીની કંપની શિયોમીએ ફિલ્પકાર્ટ, અમેઝોન ઇન્ડિયા પર હાલમાં જ નવરાત્રી સમયે 3 દિવસમાં 5 લાખ ફોનોનું વેચાણ કર્યું હતું.

વેપારીઓનું શું કહેવું છે?

વેપારીઓનું શું કહેવું છે?

જ્યાં ગુજરાતના વેપારી સંગઠનોએ ચીની માલને પ્રતિબંધને આવકાર્યો છે ત્યાં જ દિલ્હીના વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે ચીની માલના પ્રતિબંધથી તેમને પણ એક રીતે નુક્શાન થઇ શકે છે. જૂની દિલ્હીમાં રહેતા એક વેપારી જણાવ્યું કે દિવાળી માટે તેની પાસે જે પહેલાથી જ ખરીદેલો ચીની માલ છે તે વેચાશે નહીં તો તેને ભારે નુક્શાન થઇ શકે છે.

વિરોધમાં જોડાયા અનેક નેતાઓ

વિરોધમાં જોડાયા અનેક નેતાઓ

નોંધનીય છે કે પતાંજલિ જેવા ભારતીય કંપની ધરાવતા બાબા રામદેવએ ચીની વસ્તુઓના પ્રતિબંધ પર યોગ્ય ઠેરવ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ આ અંગે વેપારીઓને નિર્ણય લેવાની વાત કરી છે.

ગુજરાતની સ્થિતિ

ગુજરાતની સ્થિતિ

નોંધનીય છે કે અન્ય કોઇ રાજ્યના કરતા ગુજરાતમાં ચાઇનીઝ વસ્તુઓના પ્રતિબંધને લઇને વિરોધ વધુ ઉગ્ર જોવા મળી રહ્યો છે. આજે જ ગુજરાત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં 60 જેટલા વેપારીઓના પ્રતિનિધીઓએ ચાઈનિઝ વસ્તુઓને પ્રતિબંધીત કરવાં પર સહમતિ દર્શાવી છે. સુરતમાં પણ એક જાહેરનામુ બહાર ચાઇનીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારત માટે તક

ભારત માટે તક

જો કે ચીની વસ્તુઓ પર પ્રતિબંધ અને વિરોધથી ભારતીય વેપારીઓને એક મોટી તક હાથે સાંપડી છે. પણ હવે આ તકનો ઉપયોગ તે ભારતીય વેપારીઓ કરે છે કે કેમ? કેવી રીતે કરે છે? તે હવે જોવું જ રહ્યું.

English summary
Chinese products boycott: Make in India vs Made in China. Read here about it.
Please Wait while comments are loading...