For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંતરિક્ષમાં કેવી રીતે રડે છે એસ્ટ્રોનટ?

By Super
|
Google Oneindia Gujarati News

બાળપણમાં આપણે બધા ચંદ્ર તરફ જોઇને એજ વિચારતા હતા કે ત્યાં લોકો કેવી રીતે રહેતા હશે, એસ્ટ્રોનટ ત્યાં ખાવાનું કેવી રીતે ખાતા હશે અને શ્વાસ કેવી રીતે લેતા હશે, પરંતુ કેનેડિયન એસ્ટ્રોનડ ક્રિસ હેડફિલ્ડે 12 મે 2013એ ટ્વિટર, ફેસબુક અને કેનેડિયન સ્પેસ એજન્સીના યુટ્યુબ પેજમાં લોકોને સ્પેસ અંગે માહિતી આપવા માટે ઘણા વીડિયો પોસ્ટ કર્યા, જેને સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ઘણા પસંદ કરવામાં આવ્યા છે.

આ વીડિયોના માધ્યમથી ક્રિસે લોકોને જણાવ્યું કે સ્પેસમાં જીવન કેવું હોય છે. આ સાથે જ ક્રિસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. જો તમે પણ જાણવા માંગો છો કે સ્પેસમાં એસ્ટ્રોનટ્સ ખાવાનું કેવી રીતે ખાય છે, ઉંઘે છે કેવી રીતે તો ક્રિસના આ વીડિયો જોઇને સ્પેસના જીવન પર એક નજર નાંખી શકો છો.

કેવી રીતે પીવે છે પાણી

અંતરિક્ષમાં ગ્રેવિટેશનલ ફોર્સ નથી, જેના કારણે કોઇ વસ્તુ નીચેની તરફ નથી આવતી, જુઓ કેવી રીતે એસ્ટ્રોનટ પાણી પીવે છે.

કેવી રીતે કાપે છે નખ

ક્રિસ પોતાના નખ કાપ્યા બાદ એક વેક્યુમ પ્લેટમાં તેને નાંખી રહ્યાં છે, જેમાં હળવું વેક્યુમ છે, જે નખને આમ તેમ ફેલાવવાને બદલે એક સ્થાન પર રાખે છે. નહીંતર આ નખ કોઇપણ એસ્ટ્રોનટની આંખોમાં જઇ શકે છે.

કેવી રીતે ખાય છે ખાવાનું

સ્પેસમાં ડબ્બા બંધ ખાવાનાનો ઉપયોગ કરવામાં આવે છે, ખાતા પહેલા તેને એક ખાસ મશીન દ્વારા ગરમ કરવામાં આવે છે, જેનાથી એસ્ટ્રોનટ સ્વસ્થ રહે છે.

કેવી રીતે કરે છે બ્રશ

સ્પેસમાં દાંત સાફ કરવા માટે એસ્ટ્રોનટ માટે ખાસ પ્રકારની પેસ્ટ તૈયાર કરવામાં આવી છે, જેમા પાણીની જરૂર પડતી નથી.

સ્પેસમાં બીમાર પડો તો શું કરવામાં આવે છે

સ્પેસમાં બીમાર પડો તો એક ખાસ પ્રકારની ચેમ્બર રાખવામાં આવી છે, જેમાં એસ્ટ્રોનટ રહે છે, સાથે જ કોઇપણ વસ્તુનો પ્રયોગ કર્યા બાદ તેને બેગમાં ભરીને રાખવામાં આવે છે, જેથી તે આમ તેમ જતી ના રહે.

સ્પેસમાં કેવી રીતે કરવામાં આવે છે શેવિંગ

સ્પેસમાં શેવિંગ કરવા માટે એસ્ટ્રોનટ ખાસ પ્રકારની શેવિંગનો ઉપયોગ કરે છે, જેમાં પાણીની જરૂર પડતી નથી.

સ્પેસ સેન્ટરમાં કેવી રીતે કરવામાં આવે છે કામ

સ્પેસ સેન્ટરમાં કેવી રીતે કામ કરી રહ્યાં છે ક્રિસ

સ્પેસમા કેક પણ ખાઇ શકો છો

જુઓ કેવી રીતે એસ્ટ્રોનટ સ્પેસમાં ઘણા ડેઝર્ટ પણ ખાય છે. જેમ કે ક્રિસ કેક ખાઇ રહ્યાં છે.

કેવી રીતે ખાઇ છે ડબ્બા બંધ ફૂડ

સ્પેસમાં ખાવાનું ખાતા પહેલા તેને એક ખાસ મશીન દ્વારા તાજું કરવામાં આવે છે.

સ્પેસમાં હાથ ધોવા નથી આસાન

સ્પેસમાં હાથ ધોતા પહેલા પાણીને એક બેગ થકી હાથ પર નાંખવામાં આવે છે, હાથ ધોતા પહેલા પાણીના સ્થાને લિક્વિડનો પ્રયોગ કરવામાં આવે છે.

કેવી રીતે ઉંઘે છે

વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્પેસમાં કેવી રીતે ઉંઘે છે એસ્ટ્રોનટ

કેવી રીતે રડે છે

આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્પેસમાં કેવી રીતે રડે છે એસ્ટ્રોનટ

English summary
chris hadfield taught us about space news vedios
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X