
સ્નો લવર છો ચોક્કસપણે દિવાના હશો વિશ્વના આ શહેરોના
ભારત સહિત વિશ્વ ભરના દેશોમાં ઠંડીનો કહોરામ મચ્યો છે. શ્રીનગર હોય કે સ્વિત્ઝરલેન્ડ કે પછી અમરિકાનું ન્યુયોર્ક શહેર બધા શહેરો બરફની ચાદર તળે ઢંકાઇ ગયા છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશ , જમ્મુ કાશ્મીર અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેરો ફૂંકાઇ રહી છે. હાડ થીજાવતી ઠંડીની અસર ચારેકોર છવાયેલી છે. રાજધાની દિલ્હીમાં લધુતમ તાપમાન 6.1 ડિગ્રી નોંધાયુ હતુ. અમેરિકાની વાત કરવામાં આવે તો સદીની સૌથી વધું ઠંડી નોંધાઇ છે. અને ઠંડીના કારણે 21 લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ પણ આવી રહ્યાં છે.
જો કે અમે અહીં વાત હાડ કંપાવતી ઠંડી અંગે નથી કરી રહ્યાં પરંતુ વિશ્વમાં ઘણા એવા લોકો હોય છે જે કંઇક અનોખું, રોચક અને સાહસભર્યુ કરવા ઇચ્છતાં હોય છે. એવી જ રીતે કેટલાક લોકોને બરફથી ઘણો પ્રેમ હોય છે, જેમને સ્નો લવર કહેવામાં આવે છે. આજે અમે આવા જ કેટલાક સ્નો લવર માટે તસવીરો થકી એવા શહેરો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જે શહેરો આ સ્નો લવર માટે એક પ્રેમનગરી બની શકે છે.

સ્ટોકહોમ, સ્વીડન
આ શહેર સ્વીડનમાં આવેલું છે. શિયાળા દરમિયાન આ શહેરના ધબકતા વાતાવરણમાં જાણે કે જાદૂની અસર છવાઇ જાય છે. આ શહેરમાં શિયળા દરમિયાન દરેક બારીએ કેન્ડલ્સ જોવા મળે છે. જ્યારે તમે આ શહેરના આઇલેન્ડ્સ પર લટાર મારવા માટે નીકળો ત્યારે તમને અહીં ખરા અર્થમાં ટાઢક અને થીજી ગયેલા પાણીની અનુભૂતિ થવા લાગે છે. અહીં તમે સ્કેટિંગ રેસ, બરફ પર લોન્ડ ડિસ્ટન્સ મેરાથોન કરી શકો છો.

એન્કોરેજ એન્ડ ફેઇરબેન્ક્સ, એલાસ્કા
અમેરિકમાં સ્નો લવર્સ માટે અનેક સ્થળો આવેલા છે. એલાસ્કાનું આ શહેરમાં પણ તેમાનું એક છે. અહીં તમે શિયાળા દરમિયાન સ્કિઇંગ, સ્કેટિંગ, હોકી, આઇસ ફિસિંગ, ડોગસ્લેડિંગ સહિતની મજા માણી શકો છો.

ચામોનિસ્ક, ફ્રાન્સ
આ શહેર ફ્રાન્સમાં આવેલું છે. સ્કિઅર અને આઉટડોર કરનારાઓ માટે આ શહેર સ્વર્ગ સમાન છે. શિયાળા દરમિયાન અહીં ફુનિકુલર કેબર કારની મજા માણવા લાયક છે. તેમજ તમે ખરી ઠંડીનો અહેસાસ કરવા માટે માઉન્ટેનના મથાળા પર જઇ શકો છો.

વેલે નેવાડો, ચિલે
આ સાઉથ અમેરિકાનું ટોપ રિસોર્ટ છે. તે એક સ્કિ રિસોર્ટ કરતા પણ અનેક ગણું છે. શિયાળા દરમિયાન અહીંનો નજારો જ કંઇક અલગ હોય છે. અહીં તમે હેલી સ્કિઇંગની મજા માણી શકો છો.

નાગાનો, જાપાન
શિયાળામાં સ્નો લવર્સ માટે જાપાનનું આ શહેર પણ એટલું જ આકર્ષક માનવામાં આવે છે. અને અનેક સ્નો ફિલ્ડ્સ આવેલા છે. અહીં શિયાળાની મજા માણવાની સાથો સાથ એક બાબત છે જે ક્યારેય ચૂકી શકાય નહીં અને એ છે ત્યાં આવેલું સાંસ્કૃતિક સંગ્રાહલય. તોગુકુશિ મિન્ઝોકુ કાન સંગ્રાહલયમાં તમને નિન્ઝા્સ અંગે અનેક માહિતી મળી શકે છે.

ક્યૂબેક સિટી, કેનેડા
કેનેડાનું ક્યૂબેક સિટી વિન્ટર કાર્નિવલ માટે જાણીતું છે. અહીં સ્નોમેન હોય છે જે આ ઇવેન્ટનું ટ્રેડમાર્ક છે. અહીં સ્વીટ રેડ વાઇન પીવાનું ચલણ વધારે છે. તેમજ શિયાળામાં ગરમીની અનુભૂતિ કરવા માટે કેનેડાની કેટલીક સ્થાનિક બ્રાન્ડ પણ તમે પી શકો છો. અહીં તમે આઇસ બાર્સ, આઇસ સ્ટૂલ્સ, આઇસ ટેબલ્સ અને આઇસ ગ્લાસનો આનંદ ઉઠાવી શકો છો.

રેયજેવિક, આઇસલેન્ડ
શિયાળા દરમિયાન આ શહેરમાં અનોખું વાતવારણ છવાયેલું જોવા મળે છે. રેયજેવિકમાં શિયાળા દરમિયાન તમે ઠંડા વાતાવરણમાં શહેરની નાઇટ લાઇફનો આનંદ ઉઠાવી શકો છો.

ક્વીન્સટાઉન, ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડનું ક્વીન્સટાઉન શહેર શિયાળા દરમિયાન અનેક પ્રકારના એડવેન્ચર માટે જાણીતુ છે. અહીં તમે સ્કિઇંગ કોમ્પેટિશન્સ, સ્નોબોર્ડ એર્બોટિક ડિસપ્લે, માર્ડી ગ્રાસ ડાઉનટાઉન સહિતની અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકો છો.

વેઇલ, કોલોરાડો
કોલોરાડોનું વેઇલ યુએસમાં પ્રાઇમ સ્કિ સ્પોટ કહેવાય છે. વેઇલમાં છવાયેલી બરફની ચાદર તમારું મન મોહી લેશે. અહીં ઠંડીમાં તમે ગરમીનો અનુભવ કરવા માટે બાર્સ અને રેસ્ટોરાંની મુલાકાત પણ લઇ શકો છો.

વિસલર, કેનેડા
કેનેડામાં આવેલું વિસલર નોર્થ અમેરિકાનું શ્રેષ્ઠ સ્કિઇંગ ડેસ્ટિનેશન છે. આ શહેરને બ્લેકકોમ્બ માઉન્ટેન્સનું ઘર કહેવામાં આવે છે. અહીં તમે બુંગી જમ્પ, આઉટડોર સ્કેટિંગ, સ્નોમોબ્લિંગ, સ્લેહ રાઇડ્સ, સ્નોકેટ સ્કિઇંગ, હેલિ સ્કિઇંગની મજા માણી શકો છો. તેમજ તમે હેલિકોપ્ટર દ્વારા માઉન્ટેઇનનો એરિયલ વ્યૂ નિહાળી શકો છો.