For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની દરેક પ્રાદેશિક ભાષાઓમાં ગૂંજશે 'નમો એન્થમ'!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા બાદ દેશમાં જાણે નમોની લહેર ઉઠી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. મોદીને વડાપ્રધાન પદની ઉમેદવારીની ભેંટ તેમના 63માં જન્મદિવસે મળી. મોદીને તેમના જન્મદિવસે ગુજરાતના ખૂણે ખૂણેથી હાજારોની સંખ્યામાં જાતભાતની ભેંટસોંગાદો મળી. પરંતુ એક cKORDZZ નામના મ્યુઝિકલ બેન્ડે નરેન્દ્ર મોદીને કંઇક અનોખી જ ભેંટ આપી હતી. આ બેન્ડે મોદીને એક 'નમો એન્થમ' વીડિયો ગીતની ભેંટ આપી હતી. જેને યૂટ્યુબ પર લોકોએ ખૂબજ વખાણ્યું પણ છે.

cKORDZZની ટીમે જ્યારે નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ મુલાકાત કરીને 'નમો એન્થમ' આપ્યું તો મોદીએ તેમની આ ભેંટથી ખૂબ જ ખુશ થયા. cKORDZZની ટીમે મોદીની મુલાકાત અંગેના પોતાના અનુભવો વનઇન્ડિયા સાથે શેર કર્યા હતા. ગ્રુપ તરફથી પુરવ આચાર્યએ જણાવ્યું હતું કે 'મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની પરવાનગી મળતા અમે તેમને મળવા ગાંધીનગર ખાતેની ઓફીસમાં મળવા ગયા. અમે ખૂબ જ ઉત્સાહીત અને સભાન હતા જ્યારે થોડી ગભરાટ પણ હતી. પરંતુ જેવા અમે મુખ્યમંત્રીના કાર્યાલયમાં દાખલ થયા તો અમને અમારી અને મુખ્યમંત્રી વચ્ચે કોઇ અંતરાલ જોવા ના મળ્યું. આખી મુલાકાત દરમિયાન મોદીજીએ અમને ખૂબ જ સહજતાનો અનુભવ કરાવ્યો. મોદીજીએ અમને કહ્યું કે તેમને આ ગીત 'નમો એન્થમ' ખૂબ જ પસંદ પડ્યું, તેમણે અમારા આ પ્રયાસ માટે પ્રશંસા કરી. નરેન્દ્ર મોદી ખરેખર જેન્ટલમેન વ્યક્તિ છે અને તેઓ સામાન્યજન માટે કામ કરી રહ્યા છે.'

અત્રે નોંધનીય છે કે આ બેન્ડે 'નમો એન્થમ'નું કન્નડા વર્ઝન પણ રિલીઝ કર્યું છે. કર્ણાટકમાં મોદીજીના સપોટર્સના સહયોગથી 19 ઓક્ટોબરના રોજ 'નમો સંચાર' કાર્યક્રમ અંતર્ગત cKORDZZ બેન્ડે નમો એન્થમનું કન્નડા વર્ઝન રિલીઝ કર્યું હતું. જેમાં 8 હજારથી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો.

પુરવ આચાર્યએ જણાવ્યું કે 'અમારુ ગ્રુપ હાલમાં નમો એન્થમને ભારતની દરેક પ્રાદેશિક ભાષાઓમાં પ્રસ્તુત કરવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. જેથી કરીને 'નમો એન્થમ' છેવાડાના ગામડાઓ અને સામાન્ય લોકો સુધી પહોંચી શકે.'

નમો એન્થમનું વિઝન:

cKORDZZ એન્ટર્ટેઇનમેન્ટ બેન્ડ દ્વારા આ ગીતને સૌપ્રથમ 16 સપ્ટેમ્બર 2013ના રોજ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અને પ્રેસ કોન્ફરન્સમાં આ ગ્રુપે જણાવ્યું હતું કે કે આ ગીતને બનાવવા પાછળનો હેતુ નરેન્દ્ર મોદીના કાર્યોને અને તેમના વિઝનને લોકો સુધી પહોંચાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે આ ગીત દેશની જનતા અને ખાસ કરીને યુવાનોમાં એક યોગ્ય દિશા તરફ જવાની લહેર પેદા કરશે.

આ ગીતને cKORDZZ એન્ટર્ટેઇનમેન્ટના બેનર હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત કાવેત્તા આચાર્યએ લખ્યું છે. જેને કમ્પોઝ કર્યું છે કિશન વેણુગોપાલે. આ ગીતને કાવેત્તા આચાર્ય, કિશન વેણુગોપાલ, પૂરવ આચાર્ય અને નેહલ વ્યાસે ખૂબ જ સુંદર રીતે ગાયું છે.

'નમો એન્થમ' બનાવનાર ગ્રુપ મળ્યું મોદીને

'નમો એન્થમ' બનાવનાર ગ્રુપ મળ્યું મોદીને

'નમો એન્થમ'ની ટીમે નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને નમો એન્થમની ભેંટ આપી હતી.

'નમો એન્થમ' બનાવનાર cKORDZZ ગ્રુપ મળ્યું મોદીને

'નમો એન્થમ' બનાવનાર cKORDZZ ગ્રુપ મળ્યું મોદીને

'નમો એન્થમ'ની ટીમે નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને નમો એન્થમની ભેંટ આપી હતી. ગ્રુપ તરફથી પુરવ આચાર્યએ જણાવ્યું હતું કે 'મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની પરવાનગી મળતા અમે તેમને મળવા ગાંધીનગર ખાતેની ઓફીસમાં મળવા ગયા. અમે ખૂબ જ ઉત્સાહીત અને સભાન હતા જ્યારે થોડી ગભરાટ પણ હતી. પરંતુ જેવા અમે મુખ્યમંત્રીના કાર્યાલયમાં દાખલ થયા તો અમને અમારી અને મુખ્યમંત્રી વચ્ચે કોઇ અંતરાલ જોવા ના મળ્યો.

'નમો એન્થમ' બનાવનાર cKORDZZ ગ્રુપ મળ્યું મોદીને

'નમો એન્થમ' બનાવનાર cKORDZZ ગ્રુપ મળ્યું મોદીને

આખી મુલાકાત દરમિયાન મોદીજીએ અમને ખૂબ જ સહજતાનો અનુભવ કરાવ્યો. મોદીજીએ અમને કહ્યું કે તેમને આ ગીત 'નમો એન્થમ' ખૂબ જ પસંદ પડ્યું, તેમણે અમારા આ પ્રયાસ માટે પ્રશંસા કરી. નરેન્દ્ર મોદી ખરેખર જેન્ટલમેન વ્યક્તિ છે અને તેઓ સામાન્યજન માટે કામ કરી રહ્યા છે.'

જુઓ નમો એન્થમ વીડિયોમાં

'નમો એન્થમ' વીડિયોને યૂટ્યુબ પર લોકોએ ખૂબ જ વખાણ્યું છે. જુઓ નમો એન્થમ વીડિયોમાં...

English summary
Modi Ji shared that he really liked the song NAMO ANTHEM and also appreciated cKORDZZ band for the efforts. cKORDZZ is also in process to release the song in all the major regional languages of India so that it can reach to the grass root levels, villages and all the common public of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X