યુદ્ધ બન્યુ વ્યાપારિક શસ્ત્ર, આ કંપનીઓએ કમાયો થોકબંધ નફો
આપણે સામાન્ય રીતે લડાઇની વાત સાંભળીએ એટલે જો ઇતિહાસની વાત કરવામાં આવે તો બે રાજાઓ વચ્ચે પોતાના રાજ્યના વિસ્તાર અને અન્યના રાજ્ય પર અધિપત્ય સ્થાપિત કરવા માટે કરવામાં આવેલા યુદ્ધને યાદ કરીએ છીએ અથવા તો બે દેશો વચ્ચે થતા વોરને આપણે યાદ કરીએ છીએ. સામાન્ય રીતે યુદ્ધને એ જ રીતે જોવામાં આવે છેકે યુદ્ધ થકી નબળા દેશ પર પોતાનું શાસન સ્થાપવા અથવા તો તેના પર પોતાની પકડ જમાવવા માટે મજબૂત અને શક્તિશાળી દેશો દ્વારા વિવિધ અને આધુનિક હથિયારોથી હુમલાઓ કરવામાં આવે છે.
પરંતુ શું તમે એ વાત જાણી છેકે વિશ્વમાં કેટલીક એવી કંપનીઓ પણ છે જે આ યુદ્ધને જ પોતાનું જ વ્યાપારિક શસ્ત્ર બનાવી લે છે અને મોટી માત્રામાં નફો રળે છે, કહેવાનો અર્થ કે યુદ્ધમાં વપરાતા આધુનિક અને શક્તિશાળી શસ્ત્રો બનાવીને અનેક કંપનીઓ દ્વારા વાર્ષિક લાખો કરોડો રૂપિયાનો નફો કમાવવામાં આવે છે. આજે અમે અહી એવી જ કેટલીક કંપનીઓ અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ એવી કઇ કઇ કંપનીઓ છે જે યુદ્ધમાં વપારાતા શસ્ત્રો અને એરક્રાફ્ટ બનાવીને નફો રળે છે.

લૉકહીડ માર્ટીન(એલએમટી)
કુલ વેચાણ 2012: $47.2 બિલિયન
કુલ નફો 2012: $ 2.7 બિલિયન
આ કંપનીનો આર્મ સેલિંગમાં દબદબો છે. આ કંપની એરક્રાફ્ટ્સ, મિસાઇલ્સ અને રડાર્સ બનાવવામાં માહેર છે અને આ સામગ્રીની રેન્જ ઘણી લાંબી છે. કંપનીના કુલ સેલિંગમાં 78 ટકા હિસ્સો આર્મ સેલિંગનો છે.

બોઇંગ
કુલ વેચાણ 2012: $27.6 બિલિયન
કુલ નફો 2012: $3.9 બિલિયન
શિકાગો સ્થિત આ કંપનીએ યુએસ સરકારના કોન્ટ્રાક્ટમાં બીજા ક્રમાંકે છે. આ કંપની પોતાની પ્રોડક્ટ્સમાં લેસર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ, સ્ટ્રેટેજીક મિસાઇલ સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમનો સમાવેશ કરે છે. કંપનીના કુલ વેચાણમાં 46 ટકા હિસ્સો આર્મ ઇક્વિપ્મેન્ટ્સનો છે.

બીએઇ સિસ્ટમ
કુલ વેચાણ 2012: $28.3 બિલિયન
કુલ નફો 2012:$2.6 બિલિયન
આ બ્રિટિશ કંપની સૌથી મોટી નોન યુએસ મિલિટ્રી કોન્ટ્રાક્ટર છે. કંપનીના કુલ વેચાણમાં આર્મ સેલિંગનો હિસ્સો 95 ટકા છે. આ કંપની દ્વારા એલ-આરઓડી બાર આર્મર સિસ્ટમ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ડિફેન્સ વ્હીકલ્સ અને હૉક એડવાન્સ જેટ ટ્રેઇનરમાં કરવામાં આવે છે.

રેયથોન
કુલ વેચાણ 2012: $24.4 બિલિયન
કુલ નફો 2012:$1.9 બિલિયન
રેયથોન કંપની યુએસની લાર્જેસ્ટ ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સ કંપનીઓમાની એક છે. આ કંપનીની ખાસ પ્રોડક્ટ તોમાહૉક ક્રુઝ મિસાઇલ છે.

જનરલ ડાયનેમિક
કુલ વેચાણ 2012: $31.5 બિલિયન
કુલ નફો 2012:$332 મિલિયન
વર્જિનિયાની જનરલ ડાયનેમિક કંપની યુએસ સરકારની ત્રીજી સૌથી મોટી કોન્ટ્રાક્ટર કંપની છે. આ કંપનીની પ્રોડક્ટ્સમાં ઇલેક્ટ્રિક બોટ્સ, ટ્રેક્ડ, વ્હીલ્ડ મિલિટ્રી વ્હીકલ્સ અને બેટલ ટેંક્સ સામેલ છે.

નોર્થરોપ ગ્રુમ્મન
કુલ વેચાણ 2012: $25.2 બિલિયન
કુલ નફો 2012:$2.0 બિલિયન
વર્જિનિયાની નોર્થરોપ ગ્રુમ્મન કંપની અનમેન્ડ સિસ્ટમ, મિસાઇલ ડિફેન્સ રડાર અને ક્રિટિકલ ઇન્સિડન્ટ રિસપોન્સ સિસ્ટમના નિર્માણ માટે જાણીતી છે. કંપનીની કુલ સેલિંગમાં આર્મ પ્રોડક્ટ્સનો હિસ્સો 77 ટકા છે.

ઇએડીએસ
કુલ વેચાણ 2012: $72.6 બિલિયન
કુલ નફો 2012:$2.0 બિલિયન
યુરોપિયન એરોનૌટિક ડિફેન્સ એન્ડ સ્પેશ કંપની(ઇએડીએસ)એ નેધરલેન્ડની કંપની છે, જે એરક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, મિસાઇલ્સ અને સ્પેશ બનાવે છે. કંપનીના કુલ સેલિંગમાં આર્મ સેલિંગનો ભાગ 24 ટકા છે.

યુનાઇટેડ ટેક્નોલોજી
કુલ વેચાણ 2012: $13.5 બિલિયન
કુલ નફો 2012:$5.2 બિલિયન
યુનાઇટેડ ટેક્નોલોજીએ આર્મ સેલિંગમાં સારો એવો ગ્રોથ કર્યો છે. આ કંપની દ્વારા મિલિટ્રી હેલિકોપ્ટર્સ, બ્લેક હૉક હેલિકોપ્ટર્સ યુએસ આર્મી માટે તથા સીહૉક હેલિકોપ્ટર યુએસ નેવી માટે બનાવવામાં આવે છે.

ફિનમેક્કાનિકા
કુલ વેચાણ 2012: $22.1 બિલિયન
કુલ નફો 2012:$1.0 બિલિયન
આ કંપની એરોસ્પેશ, ડિફેન્સ અને સિક્યુરિટીના ક્ષેત્રમાં હાઇ ટેક્નોલોજી આપવા માટે જાણીતી છે. આ કંપની દ્વારા એરક્રાફ્ટ, એર્ટિલરી, મિસાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, વ્હીકલ્સ અને એન્જીન બનાવવામાં આવે છે.

એલ-થ્રી કોમ્યુનિકેશન્સ
કુલ વેચાણ 2012: $13.1 બિલિયન
કુલ નફો 2012:$782.0 મિલિયન
આ કંપની દ્વાર ત્રણ પ્રકારના ડિવિઝનમાં કામ કરવામાં આવે છે, સિક્યોર કોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ, નેશનલ સિક્યોરિટી સોલ્યુશન, પ્લેટફોર્મ અને લોજિસ્ટિકલ સોલ્યુશન. કંપની દ્વારા એરક્રાફ્ટ મોર્ડનાઇઝેશન અને મેઇન્ટેનન્સ તેમજ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ બનાવવામાં આવે છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
