Condoms : ભારતના આ રાજ્યમાં વપરાય છે સૌથી વધારે કોન્ડોમ, આંકડો જાણીને ચૌકી જશો
Condoms : હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોન્ડોમના ઉપયોગને લઈને ચૌકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, કોન્ડોમ વગર શારીરિક સંબંધ બનાવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ રિપોર્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે ભારતમાં પણ કોન્ડોમ વિના શારીરિક સંબંધ બાંધવાનું ચલણ વધ્યું છે. આ રિપોર્ટમાં રાજ્યોમાં લોકોના કોન્ડોમના વપરાશને લઈને પણ ઘણા ખુલાસા થયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે પહેલાની સરખામણીમાં સેક્સ્યુઅલ રિલેશન દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ લોકોને કોન્ડોમના ઉપયોગ અંગે સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ તેનો ઉપયોગ ઘટી રહ્યો છે.
નેશનલ ફેમિલી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 2021-22માં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે દાદરા નગર હવેલી ભારતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં લોકો કોન્ડોમનું મહત્વ સમજે છે અને ભારતના અન્ય રાજ્ય કરતાં અહીં વધુ લોકો કોન્ડોમ ખરીદે છે. આ પછી આંધ્ર પ્રદેશનું નામ આવે છે. જ્યાં મોટાભાગના લોકો કોન્ડોમ ખરીદે છે.
રિપોર્ટ અનુસાર, દાદરા નગર હવેલીમાં 10 હજાર કપલમાંથી 993 કપલ સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરે છે. આ સર્વેમાં દરેક રાજ્યના વિવિધ વય જૂથના 10 હજાર કપલ સાથે વાત કરવામાં આવી છે.
લિસ્ટમાં બીજા નંબર પર આંધ્રપ્રદેશનું નામ આવે છે. જ્યાં 10 હજારમાંથી 978 કપલ કોન્ડોમનો ઉપયોગ કરે છે. જ્યારે કર્ણાટકનું સ્થાન 15મું છે. આ રાજ્યમાં 10 હજાર કપલમાંથી માત્ર 307 જ કોન્ડોમનો ઉપયોગ કરે છે.
આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ભારતમાં 6 ટકા લોકો એવા પણ છે જે કોન્ડોમ વિશે જાણતા પણ નથી. 94 ટકા લોકો જ કોન્ડોમ વિશે જાગૃત છે.
ભારતમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે. જો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો અહીં દર વર્ષે 5.3 કરોડ કોન્ડોમનો વપરાશ થાય છે. આ આંકડો અન્ય રાજ્યો કરતા ઘણો વધારે છે. 2024ના અંત સુધીમાં યુપીની વસ્તી 22 કરોડને પાર થવાની ધારણા છે. અહીંના આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં કોન્ડોમ મફતમાં વેચાય છે.
જો કે સર્વે મુજબ હવે કોન્ડોમનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. પુડુચેરીમાં 10,000 કપલ્સમાંથી માત્ર 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822, હરિયાણામાં 685 કપલ્સ સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે.












Click it and Unblock the Notifications
