For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે કરશો અસલી અને નકલી રેમડેસિવિર ઈંજેક્શનની ઓળખ? ખરીદતા પહેલા આ ચેક કરો

ચાલો, જાણીએ અસલી અને નકલી રેમડેસિવિરનો ફરક.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. હોસ્પિટલમાં ના તો ઑક્જિસન છે અને ના બેડ. કોરોનાના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હાલમાં કોવિડ-19થી બચવા માટે એંટીવાયરલ દવા રેમડેસિવિરની માંગ સતત વધી રહી છે. વધતી માંગના કારણે આ ઈંજેક્શન સરળતાથી નથી મળી રહ્યુ. વળી, અમુક લોકો સંકટના સમયમાં પણ નફાખોરી કરી રહ્યા છે. એવામાં લોકો મોંઘા ભાવે દવાઓ અને રેમડેસિવિર ઈંજેક્શન ખરીદવા માટે મજબૂર છે.

રેમડેસિવિર 20થી 40 હજારમાં વેચાઈ રહ્યા છે

રેમડેસિવિર 20થી 40 હજારમાં વેચાઈ રહ્યા છે

નફાખોરો આ ઈંજેક્શનને 20થી 40 હજાર રૂપિયામાં વેચી રહ્યા છે. આ દરમિયાન રેમડેસિવિર ઈંજેક્શનના નામે લોકો નકલી ઈંજેક્શન વેચી રહ્યા છે. આટલા વધુ રૂપિયા આપ્યા બાદ પણ લોકોને નકલી રેમડેસિવિર મળી રહ્યા છે. દિલ્લી એનસીઆરમાં હાલમાં નકલી રેમડેસિવિરે લોકોની ચિંતા વધારી દીધી છે. એવામાં જરૂરી છે કે તમે અસલી અને નકલી રેમડેસિવિરની ઓળખ કરી શકો. ચાલો, જાણીએ અસલી અને નકલી રેમડેસિવિરનો ફરક.

કેવી રીતે જાણશો અસલી અને નકલી રેમડેસિવિર

કેવી રીતે જાણશો અસલી અને નકલી રેમડેસિવિર

રેમડેસિવિરના પેકેટ પર અમુક ભૂલોને વાંચીને અસલી અને નકલીનો ફરક કરી શકાય છે. 100 મિલીગ્રામના ઈંજેક્શન માત્ર પાવડર તરીકે શીશીમાં રહે છે. ઈંજેક્શનની બધી શીશી પર Rxremdesivir લખેલુ રહે છે. દરેક બૉક્સની પાછળ એક બાર કોડ પણ બનેલો હોય છે. દિલ્લી પોલિસની ડીસીપી મોનિકા ભારદ્વાજે ટ્વિટ કરીને અસલી અને નકલી રેમડેસિવિરની માહિતી આપી છે. ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવ્યુ છે કે રેમડેસિવિરના અસલી પેકેટ પર અંગ્રેજીમાં For use in લખ્યુ છે જ્યારે નકલી રેમડેસિવિર પર for use in લખ્યુ છે. આનો અર્થ એ કે નકલીવાળામાં કેપિટલ લેટરથી શરૂઆત નથી થઈ રહી.

કોરોનાના કેસોને ઘટાડવા લૉકડાઉન પર વિચાર કરોઃ સુપ્રીમ કોર્ટકોરોનાના કેસોને ઘટાડવા લૉકડાઉન પર વિચાર કરોઃ સુપ્રીમ કોર્ટ

ચેતવણીથી કરો અસલી-નકલીની ઓળખ

ચેતવણીથી કરો અસલી-નકલીની ઓળખ

રેમડેસિવિરની ઓળખ માટે તમે બૉક્સની પાછળની ચેતવણીને જરૂર જુઓ. અસલી પેકેટની પાછળ ચેતવણી રેડ(લાલ) કલરથી છે. વળી, નકલી પેકેટ પર બ્લેક(કાળા) કલરથી ચેતવણી આપી છે. નકલી રેમડેસિવિરમાં અંગ્રેજીમાં ઘણી ભૂલો જોવા મળી રહી છે જેના ધ્યાનથી વાંચીને અસલી અને નકલીની ઓળખ કરી શકીએ છીએ. વળી, અસલી રેમડેસિવિરની કાચની શીશી ઘણી હલકી હોય છે. એવામાં જરૂરી છે કે તમે આ ઈંજેક્શનને કોઈ યોગ્ય જગ્યાએથી ખરીદો.

English summary
Coronavirus: How to know remdesivir injection is real or fake? Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X