For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરતના આ ક્લબમાં લોકો રડવા આવે છે, જાણો તેના લાભો

તમે લાફ્ટર ક્લબ અને લાફ્ટર થેરાપી વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે એવા પણ ક્લબો આ દુનિયામાં છે જ્યાં લોકો ફક્ત રડવા માટે આવે છે? ખરેખર, રડવાના ફાયદા પણ છે.

|
Google Oneindia Gujarati News

તમે લાફ્ટર ક્લબ અને લાફ્ટર થેરાપી વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે એવા પણ ક્લબો આ દુનિયામાં છે જ્યાં લોકો ફક્ત રડવા માટે આવે છે? ખરેખર, રડવાના ફાયદા પણ છે. નિષ્ણાતો માને છે કે જે રીતે હસવાના ફાયદા છે તે જ રીતે રડવાના ફાયદા પણ છે. લાફ્ટર ક્લબની લાઇન પર ક્રાઈંગ ક્લબ એટલે કે રડવું અને રડાવવા માટેનો ક્લ્બ ખુલ્યો છે.

સુરતમાં એક એવો ક્લબ છે જ્યાં લોકો માત્ર રડવા આવે છે અને ખુબ જોરથી બૂમો પાડીને રડે પણ છે. એવું માનવામાં આવે છે કે રડવાથી તેમનો તણાવ ઓછો થાય છે. ક્લબના લોકો નિયમિતરૂપે રડવા માટે અહીં આવતા લોકોને પ્રોત્સાહિત કરે છે. રડવું એ પણ એક પ્રકારની એક્સસાઈઝ છે અને તેનાથી ઘણો લાભ પણ મળે છે.

આ પણ વાંચો: 70 વર્ષના પતિ-પત્નીએ ચાની દુકાન ચલાવી 23 દેશો ફર્યા

દેશનો પહેલો ક્રાઈંગ ક્લબ

દેશનો પહેલો ક્રાઈંગ ક્લબ

અહેવાલો અનુસાર, લોકોને રડાવવા માટે તેઓને જીવનના ખરાબ ક્ષણો અને દુઃખદ ઘટનાઓ યાદ કરાવવામાં આવે છે. સાથે તેઓને એ વાત યાદ કરવાનું પણ કહેવામાં આવે છે કે જેને યાદ કરી તે સૌથી વધુ ભાવુક થઇ જાય છે. તેને દેશનો પહેલો ક્રાઈંગ ક્લબ કહેવામાં આવી રહ્યો છે.

વેન્ટિલેટર થેરાપી

વેન્ટિલેટર થેરાપી

ક્રાઈંગ થેરાપી એક વેન્ટિલેટર થેરપી છે, જેમાં વ્યક્તિને રડાવી તેના શરીરમાંથી હાનિકારક ટોક્સિનને દૂર કરવામાં આવે છે. જ્યારે તે કોઈ વાતને લઈને રડે છે, ત્યારે આંસુ સાથે આંખને તખલીફ આપનારો પદાર્થ નીકળી જાય છે. ડોકટરોના જણાવ્યા મુજબ, રડવાથી તનાવ દૂર થાય છે બ્લડ પ્રેશર નોર્મલ અને રક્ત પરિભ્રમણ સામાન્ય રહે છે. મનુષ્યએ ભાવુક હોવું જરૂરી છે.

કેમિકલ બહાર નીકળે છે

કેમિકલ બહાર નીકળે છે

નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, લોકોએ પોતાને રડતાં રોકવું જોઈએ નહીં કારણ કે આંખ માંથી નીકળતા આંસુમાં એક કેમિકલ હોય છે જેને કોર્ટીસોલ (cortisol) કહેવામાં આવે છે. આ રસાયણ માનવ શરીર માટે અત્યંત જોખમી છે. તેથી, જ્યારે પણ વ્યક્તિને રડવાની તક મળે ત્યારે રડવું જોઈએ જેથી તે કેમિકલ શરીરમાંથી બહાર નીકળી શકે. જો તે શરીરમાં રહે છે તો તે ટેન્શન, ચિંતા અને ડિપ્રેશનમાં પરિણમે છે.

વધી રહી છે સંખ્યા

વધી રહી છે સંખ્યા

આ ક્લબમાં આવતા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને પરિણામો આચાર્યજનક છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વધુ રડવાથી વ્યક્તિ ચિંતાગ્રસ્ત થઇ જાય છે અને નબળાઇ પણ આવી જાય છે, પરંતુ રુદન પણ હસી અને ખુશીની જેમ એક નેચરલ ઈમોશન છે, જેનું શરીર માંથી નીકળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે રીતે હસવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે અને વ્યક્તિને ખુશી અનુભવાય છે, તે જ રીતે આંસુઓ નીકળવાથી ખતરનાક કેમિકલ કોર્ટિસોલ બહાર આવે છે.

રડવાથી વ્યક્તિનું મૂડ સારું થાય છે

રડવાથી વ્યક્તિનું મૂડ સારું થાય છે

રડવાથી વ્યક્તિનું મૂડ પણ સારું થાય છે. આ દુનિયામાં વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા, જેમાં 3 હજારથી વધુ લોકોને સમાવવામાં આવ્યા હતા. તેમાં જોવા મળ્યું કે જે લોકો રડ્યા તેઓ વધુ રિલેક્સ દેખાયા.

English summary
Crying club in Surat helps to relax people, Their logic seems legit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X