ટ્વીટર પર મોકલ્યું મેરેજ પ્રપોઝલ, રાતો રાત થઇ ફેમસ

Written By:
Subscribe to Oneindia News

બે દિવસથી ટ્વીટર પર એક નાનકડી લવ સ્ટોરીએ ધૂમ મચાવી છે. એક મારવાડી યુવતી અને કેપ્ટન અમેરિકાનું ટિ-શર્ટ પહેરેલ ક્યૂટ યુવકની લવ સ્ટોરી, જેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે રિલાયન્સ ફ્રેશ સ્ટોરે. બે દિવસથી અચાનક જ રિલાયન્સ ફ્રેશનું હેશ ટેગ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

reliance fresh, twitter

વાત કંઇક એવી બની કે, રિલાયન્સ ફ્રેશમાં ખરીદી કરવા ગયેલ મારવાડી યુવતીને ત્યાં કેપ્ટન અમેરિકાનું ટી-શર્ટ પહેરેલ એક યુવક ગમી ગયો. તેણે એ યુવકને તો કંઇ ના કહ્યું, પરંતુ ટ્વીટર થકી તેને મેરેજનું પ્રપોઝલ મોકલી આપ્યું. તેણે પોતાના મનની વાત કંઇક આ રીતે જાહેર કરી હતી..

તેણે આ ટ્વીટ પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં રિલાયન્સ ફ્રેશ, કેપ્ટન અમેરિકાનું ટી-શર્ટ અને આ લવ સ્ટોરી ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા.

એ યુવક કોણ હતો, એણે આ ટ્વીટ વાંચ્યું કે નહીં, એ ખબર નથી; પરંતુ આ ટ્વીટ પર લોકોએ અનેક રમૂજી ટ્વીટ કર્યાં છે.

આ ટ્વીટ વાંચતા જ એક યુવકે કેપ્ટન અમેરિકાનું ટી-શર્ટ પહેરેલો પોતનો ફોટો પણ અપલોડ કર્યો હતો!

તો બીજી બાજુ યુવતીના માતા-પિતાને ચિંતા છે કે, રિલાયન્સ ફ્રેશને આ પોપ્યુલારિટી અપાવવા બદલ તેમની દિકરીને ફ્રી વાઉચર મળશે કે કેમ!

ઘણા લોકોએ આ યુવતીને રિલાયન્સ ફ્રેશની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની વાત પણ કરી નાંખી!

તે યુવતીને રિલાયન્સ ફ્રેશનો પણ સપોર્ટ મળી રહ્યો છે..

આ ટ્વીટની લોકપ્રિયતા જોતાં અન્ય એક યુવતીએ પણ પોતાનો પ્રેમ જાહેર કરવા આ જ રીત અપનાવી છે..

English summary
She saw him at Reliance Fresh and sent a marriage proposal on twitter. This love story has gone viral on social media.
Please Wait while comments are loading...