For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ઉત્સવ પર ઘરના મંદિરને આ રીતે સજાવો

મંદિરને સુંદર બનાવવા માટે વિવિધ શણગાર કરવામાં આવે છે, જેથી બાપ્પા પ્રસન્ન થાય છે. મંદિર અને ઘરની સજાવટ ઘરમાં ઉજાસ લાવે છે. આ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન પણ થાય છે, જેનાથી બગડેલા કામ પણ બની જાય છે.

|
Google Oneindia Gujarati News

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘર અને મંદિરને શણગારવામાં આવે છે. ઘરમાં બપ્પાના આગમન પહેલા પૂજા ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે. મંદિરને સુંદર બનાવવા માટે વિવિધ શણગાર કરવામાં આવે છે, જેથી બાપ્પા પ્રસન્ન થાય છે.

મંદિર અને ઘરની સજાવટ ઘરમાં ઉજાસ લાવે છે. આ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન પણ થાય છે, જેનાથી બગડેલા કામ પણ બની જાય છે. ગણેશ ઉત્સવમાં મંદિર અને ઘરની સજાવટ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો આવો જાણીએ પૂજા ઘરને સજાવવાની કેટલીક સરળ ટિપ્સ...

 Ganesh Utsav

ઇકો ફ્રેન્ડલી રીતે શણગારો પૂજાઘર

ઇકો ફ્રેન્ડલી રીતે શણગારો પૂજાઘર

તમે ગણપતિના સ્વાગત માટે પર્યાવરણને અનુકૂળ સજાવટ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ શણગાર માટે તમે મંદિર અને ઘરને છોડથી સજાવટ કરી શકો છો.

મંદિરને સજાવવા માટે તમે વાંસના છોડ અને કેળનો ઉપયોગ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ રીતે મંદિર ખૂબ જ સુંદર દેખાશે, તેમજ ઘરને પણ ભવ્ય દેખાવ મળશે.

દીવા પ્રગટાવીને શણગારો

દીવા પ્રગટાવીને શણગારો

તમે ગણેશ ઉત્સવ પર મંદિરને સજાવવા માટે પરંપરાગત રીતનો ઉપયોગ કરી શકો છો. તમે દીવા પ્રગટાવીને મંદિરને સજાવટ કરી શકો છો. પૂજામાં દીવાનો ઉપયોગથાય છે. તમે ગણેશ ઉત્સવ પર મંદિર અને ઘરને સજાવવા માટે દીવાનો પણ ઉપયોગ કરી શકો છો.

મંદિરને ફૂલોથી સજાવો

મંદિરને ફૂલોથી સજાવો

મંદિરને સજાવવા માટે ઘણી વખત ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સુશોભન માટે એવા ફૂલોનો ઉપયોગ કરો જે ઝડપથી સુકાતા નથી. મંદિરની સજાવટ માટે તમેમેરીગોલ્ડ(ગલગોટા) ફૂલોનો ઉપયોગ કરી શકો છો. હજારીગલના ફૂલો બેથી ત્રણ દિવસ સુધી તાજા રહે છે. હજારીગલના ફૂલોની સજાવટ મંદિરની સુંદરતામાં વધારો કરેછે.

મંદિરને રોશની અને ફુગ્ગાથી સજાવો

મંદિરને રોશની અને ફુગ્ગાથી સજાવો

ગણેશ ચતુર્થી પર બાપ્પાનું સ્વાગત કરવા માટે તમે પૂજાઘર કે પંડાલને રંગબેરંગી લાઈટ્સ, ફુગ્ગા અને નકલી છોડથી સજાવટ કરી શકો છો. મંદિરને સજાવવા માટેતમે નવા દુપટ્ટા તેમજ દીવાનો ઉપયોગ કરી શકો છો. રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરીને મંદિર ખૂબ જ સુંદર દેખાવ આપી શકાશે તેમજ ઘરને પણ રીચ લૂક મળશે.

તમે ગણપતિના સ્વાગત માટે પર્યાવરણને અનુકૂળ સજાવટ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ શણગાર માટે તમે મંદિર અને ઘરને છોડથી સજાવટ કરી શકો છો.મંદિર અને ઘરની સજાવટ ઘરમાં ઉજાસ લાવે છે. આ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન પણ થાય છે, જેનાથી બગડેલા કામ પણ બની જાય છે. ગણેશ ઉત્સવમાં મંદિર અને ઘરની સજાવટ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો આવો જાણીએ પૂજા ઘરને સજાવવાની કેટલીક સરળ ટિપ્સ...

English summary
The house of worship is decorated with flowers before the arrival of Ganapati in the house. Various decorations are made to beautify the temple, so that Bappa is pleased.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X