For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપાવલીઃ સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ ઉપાય

દીપાવલીઃ સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ ઉપાય

|
Google Oneindia Gujarati News

લખનઉઃ મા લક્ષ્મીની આરાધનાના પર્વ દીપાવલીમાં બધા લોકો પોતપોતાના ઘરે સાફ-સફાઈ કરીને ઘરને દીવાઓથી પ્રકાશિત કરે છે અને આર્થિક સમૃદ્ધિ માટે માતાની પ્રાર્થના કરે છે. દીપાવલીનો પર્વ કાર્તક માસની અમાસે મનાવવામાં આવે છે. આ વર્ષે દીપાવલી 7 નવેમ્બરે બુધવારે છે. ત્યારે આવો જાણીએ દીપાવલી પર સુથ-સ્મૃદ્ધિના ઉપાય.

શુભ પૂજન મુહૂર્ત

શુભ પૂજન મુહૂર્ત

સંધ્યા કાળ- સંધ્યા કાળે દીપાવલી પૂજન માટે શુભ મુહૂર્તના રૂપે પ્રયોગ કરવામાં આવે છે. સંધ્યા કાળમાં સ્થિર લગ્ન સમય સૌથી ઉત્તમ રહેશે. આ દિવસે સાંજે 5.59થી 7.53 દરમિયાન વૃષ લગ્ન રહેશે. આ સમયે દીપાવલી પૂજન કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે.

રાત્રી કાળ- રાત્રી કાળમાં સ્થાનીય પ્રદેશ સમય મુજબ આ સમયમાં થોડી મિનિટનો અંતર હોય શકે છે. 7 નવેમ્બરે રાત્રે 8.11થી 10.52 સુધી રાત્રી કાળ રહેશે. રાત્રી કાળમાં રાત્રે 7.10થી 8.51 વાગ્યા સુધી શુભ અને બાદમાં અમૃત ચોઘડિયું રહેશો. એવામાં વ્યાપારી વર્ગ માટે લક્ષ્મી પૂજન માટે આ શ્રેષ્ઠ સમય રહેશે.

મધરાત્રી- ધન લક્ષ્મીનું આહ્વાન અને પૂજન, ગલ્લાની પૂજા તથા હવન વગેરે કાર્ય સંપૂર્ણ કરી લેવા જોઈએ. આ ઉપરાંત સમયનો પ્રયોગ શ્રી મહાલક્ષ્મી પૂજન, મહાકાળી પૂજન, લેખની, કુબેર પૂજન, અન્ય મંત્રોનો પાઠ કરવો જોઈએ. 7 નવેમ્બર 2018ની રાત્રે 10.52થી 25.32 મિનિટ સુધી મધ્યરાત્રી કાળ હેશે. મધ્યરાત્રી કાળમાં પૂજા સમય ચર લગ્નમાં કર્ક લગ્ન જે બાદ સિંહ લગ્ન પણ હોય, તો વિશેષ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. મધરાત્રી એટલે કે મહાનિશીથ કાળમાં કર્ક લગ્ન અને સિંહ લગ્ન હોવાના કારણે આ સમય શુભ થઈ ગયો છે. જે જાતક શાસ્ત્રો મુજબ દીપાવલી પૂજન કરવા માગે છે, એમણે આ સમયાવધિમાં પૂજા કરવી જોઈએ.

સુખ-સમૃદ્ધિ માટે વિશેષ ઉપાય

સુખ-સમૃદ્ધિ માટે વિશેષ ઉપાય

દીપાવલીના દિવસે કોઈ ગરીબને સામથ્ર્ય અનુસાર ઘઉં કે ચોખા દાન કરો.

દીપાવલીની રાતે ઘરમાં ઘંટડી કે ડમરૂ વગાડવું જોઈએ.

ગણેશ લક્ષ્મી પૂજન દરમિયાન લક્ષ્મીજીનું આસન ગણેશજીની મૂર્તિની જમણી તરફ રાખવું જોઈએ કેમ કે ડાબી બાજુ પત્નીનું આસન હોય છે. દીપાવલીના દીવસે ઘરના મુખ્યદ્વાર પર સ્વાસ્તિક બનાવવો જોઈએ.

આ દિવસે આખા ઘરમાં મીઠું નાખી પોતું કરવું જોઈએ. આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે.

મા લક્ષ્મીની કૃપા

મા લક્ષ્મીની કૃપા

દીપાવલીની પૂજા સમયે મા લક્ષ્મીની જૂની તસવીરો પર પોતાના પત્નીના હાથથી પૂર્ણ સુહાગ સામગરી અર્પિત કરો. દીપાવલીના આગલા દિવસે તમારી પત્ની સ્નાન કરીલે પછી એ સામગ્રી મા લક્ષ્મીનો પ્રસાદ માનીને ગ્રણ કરી લે તથા તેનો સ્વયં પ્રયોગ કરી મા લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી વાસ કરવા માટે આમંત્રિત કરો. તો આખા વર્ષમાં લક્ષ્મીની કૃપા બની રહેશે.

દક્ષિણાવર્તી શંખની પૂજા

દક્ષિણાવર્તી શંખની પૂજા

દક્ષિણાવર્તી શંખની પૂજા દીપાવલીમાં વિધિવત કરવાથી પ્રચુર માત્રામાં ધન આવે છે. દક્ષિણાવર્તી શંખનો ષોડશોપચાર પૂજન કરીને નિમ્ન મંત્રની 5 માળા જપવી જોઈએ.

ॐ હ્રીં શ્રીં ક્લીં શ્રીધરકસ્થાય પયોનિધિજાતાય શ્રી દક્ષિળાવર્તંસંખાય હ્રીં શ્રીં ક્લીં શ્રીકારાય પૂજ્યાય નમઃ

આટલું કરો

આટલું કરો

દીપાવલીની પૂજા પહેલા કોઈપણ દિવસે નિર્ધન સુહાગણ સ્ત્રીને સુહાગ સામગ્રી આપવી જોઈએ. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થતાં હોય છે. દપાવલીના દિવસે સાંજના સમયે મા લક્ષ્મી કે દુર્ગાજીના મંદિરમાં બે જગ્યાએ સવા સો ગ્રામ રોલી, એટલું જ નહિ, સિન્દુર, સવા મીટર લાલ કાપડ, નારિયળ અને થોડા રૂપિયા રાખીને પૂજા કરવી જોઈએ. પૂજા બાદ એક સ્થાનની સામગ્રી મંદિરમાં અર્પિત કરો અને બીજા સ્થાનની સામગ્રી સ્વયં લાલ કપડામાં બાંધીને પોતાના ધન રખવાના સ્થાન પર રાખી દો. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં વાસ કરે છે.

વિશેષ

વિશેષ

જે લોકો કલમ-દવાતની પૂજા કરે છે, તેઓ આ મંત્રનો જાપ કરે- ॐ મહાકાલે નમઃ ॐ લેખન્યૈ નમઃ

જે જાતકો ખાતાવહીની પૂજા કરે છે તેઓ આ મંત્રનો જાપ કરે- ॐ સરસ્વત્યૈ નમઃ

જે લોકો કૂબેર પૂજન કરે છે તેવા લોકો આ મંત્રનો જાપ કરે- કૃતેન અનેન પૂજનેન કુબેરઃ પ્રીયતામ ન મમ્

જે જાતકો તુલા, તરાજૂ, કાંટો સહિતની સામગ્રીની પૂજા કરે છે, તેઓ આ મંત્રીનો જાપ કરે- ॐ તુલાય નમઃ

જે લોકો દીપકની પૂજા કરે છે તેઓ આ મંત્રનો જાપ કરે છે- ॐ દીપવૃક્ષાય નમઃ

જ્યોતિષઃ જાણો વૃષભ રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો રહેશે?જ્યોતિષઃ જાણો વૃષભ રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો રહેશે?

English summary
Diwali or Deepavali is the Hindu festival of lights celebrated every year in autumn in the northern hemisphere (spring in southern hemisphere).here is some unknown facts about this Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X