દિલ્હી: કોલ્ડડ્રિંક પીવડાવી શોપિંગ મોલમાં મહિલા સાથે ગેંગરેપ
નવી દિલ્હી, 15 નવેમ્બર: દિલ્હી અને તેની અડીને આવેલા એનસીઆર વિસ્તારો મહિલા માટે સુરક્ષિત નથી. એકવાર ફરી દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ ઉભા થઇ ગયા છે. શોપિંગ મોલમાં જેવા ભીડભાડવાળા સ્થળ પર હવે મહિલાઓ માટે સુરક્ષિત રહી નથી.
આ નવો કિસ્સો દિલ્હીના પીતમપુરા વિસ્તારનો છે, જ્યાં એક શોપિંગ મોલમાં એક વર્મિંગની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. 26 વર્ષની આ મહિલાને કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.

જો કે મહિલા શોપિંગ મોલમાં ટ્રાવેલ ટિકીટ બુકિંગનું કામ કરતી હતી. સુનીલ છાબડા અને સુનીલ સહગલ નામના બે યુવકો તેની પાસે ટિકીટનું બુકિંગના બહાને આવ્યા અને વાતો વાતોમાં તેની કોલ્ડ્રિંકમાં નશીલો પ્રદાર્થ ભેળવીને પીવડાવી દિધું. મહિલા બેભાન થતાં જ તે લોકોએ વારાફરતી તેની ઓફિસમાં જ તેની સાથે ગેંગરેપ ગુજાર્યો અને ત્યાંથી ફરાર થઇ ગયા.
પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરી પોલીસે બે આરોપી સુનીલ છાબડા અને સુનીલ સહગલની ધરપકડ કરી લીધું છે. પોલીસે બંને સાથે પુછપરછ કરી કેસની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
