For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali Rangoli Design: આ દિવાળી પર બનાવો રંગોળીની આ બેસ્ટ ડિઝાઈન, જુઓ Pics

જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોલી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. દક્ષિણ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઘરની મહિલાઓ રોજ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. એવામાં જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન...

પ્રાકૃતિક રંગોથી રંગોળી

પ્રાકૃતિક રંગોથી રંગોળી

રંગોળી તમે પ્રાકૃતિક રંગો, ગુલાલ, ફૂલ, અન્ન, કુમકુલ, હળદર વગેરેથી બનાવી શકો છો. દિવાળીના દિવસે ઘરમાં મા લક્ષ્મીના આગમન માટે મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે.

રંગોળી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત

રંગોળી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત

દિવાળીના દિવસે રંગોળી બનાવવી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત હોય છે. માનવામાં આવે છે કે રંગોળીના રંગોથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે રંગોળીમાં સ્વસ્તિક, કમળનુ ફૂલ કે પછી લક્ષ્મીજીના પગલાંની ડિઝાઈન બનાવી શકો છો. આ ઉપરાંત દીવા, ફૂલ વગેરે ડિઝાઈન બનાવી શકે છે.

મા લક્ષ્મીની મૂર્તિ સામે પણ બનાવવી શુભ

મા લક્ષ્મીની મૂર્તિ સામે પણ બનાવવી શુભ

રંગોળી ઘરના મુખ્ય દ્વાર ઉપરાંત મા લક્ષ્મીની મૂર્તિ સામે પણ બનાવવી શુભ માનવામાં આવે છે. તમે ગોળાકાર રંગોળી બનાવીને ત્યાં દીવા પ્રગટાવી શકો છો. રંગોળી બનાવવાાં કાળા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. વળી, પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

દીવો પ્રગટાવવો

દીવો પ્રગટાવવો

રંગોળી બનાવવા સાથે જ ત્યાં ઘીના દીવા જરૂર પ્રગટાવો.

ફૂલોની રંગોળી

ફૂલોની રંગોળી

જો તમે રંગોળી બનાવવાનો સમય ન હોય તો તમે સરળતાથી ફૂલોથી રંગોળીની ડિઝાઈન બનાવી શકો છો. આ ડિઝાઈન જોવામાં ખૂબ જ સુંદર હોય છે. તેને બનાવવામાં વધુ સમય નહિ લાગે.

લોટથી રંગોળી

લોટથી રંગોળી

તમે લોટ, ચોખાનો લોટ, હળદર, કંકુ વગેરેથી ખૂબ જ સુંદર રંગોળી બનાવી શકો છો.

ફૂલોની રંગોળી

ફૂલોની રંગોળી

વળી, આ ઉપરાંત ફૂલોથી તેમજ અલગ અલગ આકારમાં પણ ખૂબ સારી રંગોળી બનાવવામાં આવી શકે છે.

PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામના, જવાનો સાથે મનાવશેPM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામના, જવાનો સાથે મનાવશે

English summary
Diwali 2020: Rangoli Design, see here easy Diwali rangoli design, how to make flower rangoli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X