Diwali 2017: દિવાળી એટલે પડોશીનો દિવો ઓલવીને ભાગી જવાનું!

Posted By:
Subscribe to Oneindia News

દિવાળી એક તેવો તહેવાર છે તે પરિવારને એકબીજાની સાથે એક તાંતણે જોડે છે. દિવાળી એટલે મીઠાઇ, મસ્તી અને મજા. દિવાળી આવતા પહેલા જ ઘર સફાઇ ઝંબૂશમાં મમ્મીઓ મંડી પડે છે. અને ના છૂટકે બિચારા પપ્પાને પણ છાપુ છોડી માળિયે ચઢવું પડે છે. જો કે આજ કાલ તો દિવાળી પણ મોર્ડન થઇ ગઇ છે. અને ગૃહીણીઓ પણ! પણ તેમ છતાં દિવાળીને કેટલીક ખાસ મજા છે જેને શબ્દોનો સ્વરૂપ આપવાનો પ્રયાસ અહીં કર્યો છે. નાનપણની ખાસ વાતો અને દિવાળીની મજાને કંઇક અલગ અંદાજમાં ફરી મમળાવવું હોય તો નીચે વધુ વાંચો....

દિવાળી એટલે છુપાઇને દિવો ઓલવવો

દિવાળી એટલે છુપાઇને દિવો ઓલવવો

દિવાળીમાં બધા કાકા-મામાના ભાઇ બહેનો ભેગા થતા હોય છે. આવા સમય ટીખળ કર્યા વગર જો બાળકો રહે તો પછી બાળકો કેમના કહેવાય. દિવાળીની સૌથી મસ્ત મઝા છે પડોશીનો દિવો ઓલવવાની. બાજુ વાળા આંટી મસ્ત દિવડા મૂક્યા હોય તેને છૂપકેથી ઓલવીને આવી જવાનું...અને તેમાં ધણીવાર તેવું પણ થાય કે તમારા પણ દિવા કોઇ ઓલવી જાય!

ફટાકડાની ડર વચ્ચે હોશિયારીનો ફાંકો!

ફટાકડાની ડર વચ્ચે હોશિયારીનો ફાંકો!

નાનપણમાં સૂતળી બોમ્બ ફોડવા જ્યારે પહેલી, પહેલી વાર જતા હોઇએ ત્યારે ખરેખરમાં મનમાં આપણી ફાટતી હોય. પણ સાલ્લુ મિત્રો સામે આપણી ઇજ્જતનું શું? એટલે જ મનમાં ડર પણ બહાર ફાંકો લઇને જે અગરબત્તી લઇને સૂતળી બોમ્બ પાસે જવાની મજા છે તે અવર્ણીય છે. અને પછી તેમાં જ્યારે સળગાવીને સહી સલામત પાછા આવી જઇને પછી ધડામ થઇને અવાજ આવે અને પછી આપણા મિત્રો આપણે જે માનભેર જુએને, જાણે કે આપણે વાધ મારીને આવ્યા...તેની પણ એક મઝા છે.

ફટાકડાના ભાગ અને તેના ઝગડા

ફટાકડાના ભાગ અને તેના ઝગડા

બે ભાઇ બહેન વચ્ચે પહેલાવ જ મા-બાપે ફટાકડાના ભાગ પાડી દિધા હોય છે. તેમ છતાં તે મામલે ભારત પાકિસ્તાન જેવું યુદ્ધ કરવાની જે મજાને છે તે ખાસ છે. એમાં પણ જ્યારે તારામંડળ પતી જાય અને કોઢી અને ચકરડી બચી જાય ત્યારે મિત્ર આગળ કાલાવાલા કરવા કે, પ્લીઝ એક તારામંડળ આપને તું મારો ફ્રેન્ડ નથી? તેની પણ એક મજા છે.

રાત જાગીને કરવી રંગોળી

રાત જાગીને કરવી રંગોળી

આજ કાલ તો રંગોળીના નીતનવા સાધનો આવ્યા છે. જેથી રંગોળી જલ્દીથી બની જાય છે. પણ પહેલા આપણે રાતના બે વાગ્યા સુધી જાગી નવાવર્ષની રાતે રંગોળી બનાવતા. અને તેમાં પણ ધણીવાર હરિફાઇ લાગી હોય કે બાજુ વાળા કરતા આપણી રંગોળી મસ્ત થવી જોઇએ! અને પછી સવારે જ્યારે નવવર્ષે બધા આપણે ત્યાં આવે અને આપણી મહેનતથી બનાવેલી રંગોળીના વખાણ કરે ને ત્યારે ખરેખરમાં છાતી 56 ઇંચની થઇ જાય!

નવા કપડા પહેરવાનો ઠાઠ

નવા કપડા પહેરવાનો ઠાઠ

નાના બાળકોમાં નવા વર્ષ નિમિત્તે નવા કપડાં પહેરવાની જે અદ્ધભૂત ખુશી હોય છે તે વર્ણાવી જ અશક્ય છે. ત્યારે આપણે આપણી જાતને સલમાન ખાન કે કેટરીના કૈફથી ઓછા આંકતા જ નથી. અને તે મંદિરે જવાનું અને બધાને સાલમુબારક કહેવાની પણ મજા છે.

કોને, કેટલા રૂપિયા મળ્યા?

કોને, કેટલા રૂપિયા મળ્યા?

નાના બાળકો માટે નવા વર્ષે સૌથી મહત્વની વાત શું હોય છે ખબર છે પગે લાગીશું તો કેટલા રૂપિયા મળશે? તેમનું પહેલાથી જ શેટિંગ હોય છે ફલાણા કાકાનો 500ની નોટ આપશે, ફલાણા બા તો ખાલી 11 રૂપિયા જ આપશે. અને તેથી પણ વધારે "આ મારા રૂપિયા છે" તેનો જે વટ બાળકોના ચહેરા પર હોય છે તે જોવાની મજા જ કંઇક ખાસ હોય છે.

ના ફૂટેલા ફટાકડા ફોડવાના

ના ફૂટેલા ફટાકડા ફોડવાના

બેસતા વર્ષના દિવસે સવારે જોવાનું કે આટલા બધા ફૂટેલા ફટાકડામાંથી કયા નથી ફૂટ્યા તેને પાછા ટંટોળવાના અને ના ફૂટ્યા હોય તો ફરીથી ફોડવાના. તેની પણ એક ખાસ મજા છે. વળી તેમાં ધણીવાર બોમ્બ સળગાવી ભાગતી વખતે નજીકમાં જ બોમ્બ ફૂટતા મમ્મીને મસ મોટી લડ ખાવાની અને પપ્પાનું કહેવાનું કે તહેવારના દિવસે તો ના લડ તેને!

કોના ઘરનો મુખવાસનું જઝમેન્ટ!

કોના ઘરનો મુખવાસનું જઝમેન્ટ!

બેસતા વર્ષના દિવસે આપણે પરિવારજનોને મળવા જઇએ છીએ. અને સાંજ પડતા ચર્ચાનો વિષય તે થઇ જાય છે કે ફલાણાને ત્યાં આઇસ્ક્રીમ મસ્ત હતો, ફલાણાને ત્યાં મુખવાસ સરસ હતો. ધણાં પાછા પંચાતિયા ત્યાં જ પૂછી લે ક્યાંથી લાવ્યા? અને બીજા વર્ષે તે પણ ત્યાંથી ખરીદી પોતાનો વટ બીજા આગળ મારે!

શુભ દિવાળી

શુભ દિવાળી

આમ દિવાળી જોવા જઇએ તો એક મોટો ઉત્સવ છે. જે આવી નાની રમૂજ અને મસ્તીથી ભરેલી વસ્તુઓથી બનેલો છે. અને આ તમામ નાની નાની વાતો તેને ખાસ બનાવે છે. તેને યાદગાર બનાવે છે. તો આ વર્ષે તેમ પણ આવી ખાસ, સલામત અને અદ્ધભૂત દિવાળી બનાવો તે સાથે, શુભ દિપાવલી, સાલ મુબારક!

English summary
Revisit all your childhood Diwali memory with this Article. Read more here.
Please Wait while comments are loading...