For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે બોટલ ફેંકવાને બદલે તમે ખાઇ શકશો!

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપ જ્યારે પાણીની બોટલ ખરીદો છો અને તેમાં રહેલું પાણી પીને તેને ડસ્ટબીનમાં અથવા રસ્તા પર ફેંકી દો છો. પરંતુ જરા એવી કપ્લના કરો કે પાણી પી ગયા ગા બાદ આપ એ બોટલને પણ ખાઇ શકો તો કેવું રહેશે! સ્પેનિશ શોધકર્તાઓએ પાણીની બોટલના રૂપમાં ઉપયોગ માટે ડબલ પડવાળી જેલી જેવી વસ્તુનું નિર્માણ કર્યું છે, જે પાણી પી ગયા બાદ ખાઇ પણ શકાશે. આપ આ બોટલને ચાવીને ખાઇ શકશો. આનાથી કચરો નહીં ફેલાય.

ડિઝાઇનકરોમાંથી એક રોડ્રિજો ગાર્સિયા ગોંજાલેજના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ પાણીના ટીપા જેવી બોટલને 'ઓહો' નામ આપવનામાં આવ્યું છે જે સરળ, સસ્તા, ટિકાઉ, સ્વચ્છ, અને ખાવા યોગ્ય છે. ડબલ પડ વાળી જેલીથી તૈયાર કરવામાં આવેલ ઓહોનું આવરણ અથવા પેકેજિંગ તૈયાર કરનાર દ્રવ ભૂરા શૈવાલ અને કેલ્શિયમ ક્લોરાઇડથી બનેલ છે. 'ઓહો'માં રાખેલું પાણી પીવા માટે માત્ર તેમાં એક કાણું પાડો અને બાદમાં તેને પણ ગટગટાવી જાવ. છેને મજાની વસ્તુ...જેને જોઇને જ આપના મોઢામાંથી શબ્દો સરી પડશે 'ઓહો...'

મીડિયા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ઓહો(બોટલ) ઘરે બનાવવાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સરળ છે. ખાઇ શકાય તેવા ડબ્બા કે બોટલ બજારમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા જ એક પ્રોડક્શન 'વિકીપર્લ'માં દહી અને આઇસક્રીમ હોય છે અને તે સૂકા મેવા, ચોકલેટ અને બીજોથી બનેલી છે, જેને ખાઇ પણ શકાય છે.

જુઓ તસવીરોમાં...

ઓહો

ઓહો

આ બોટલને ડિઝાઇન કરનારે તેને ઓહો નામ આપ્યું છે.

ઇંડાના લિક્વિડ જેવું દેખાય છે આ પ્લાસ્ટિક

ઇંડાના લિક્વિડ જેવું દેખાય છે આ પ્લાસ્ટિક

ઓહો નામની આ પ્લાસ્ટિકની જેલી એગ યોલ્કની જેલી જેવી દેખાય છે

એલ્ગી અને કેલશિયમ ક્લોરાઇડથી મળીને બને છે

એલ્ગી અને કેલશિયમ ક્લોરાઇડથી મળીને બને છે

એલ્ગી અને કેલશિયમ ક્લોરાઇડથી મળીને પાણીની બહારી પરત પર એક જેલ જેવો પદાર્થ બનાવી દે છે.

માત્ર 2 રૂપિયાનો ખર્ચ

માત્ર 2 રૂપિયાનો ખર્ચ

ઓહો નામની આ જેલીને બનાવવામાં માત્ર 2 રૂપિયા જેટલો ખર્ચ આવે છે.

પ્રદુષણ ઓછું થશે

પ્રદુષણ ઓછું થશે

ઓહો નામનું આ પદાર્થ જો માર્કેટમાં આવી જાય તો તેનાથી દરેક મહીને કેટલાંય ટન પ્લાસ્ટિક કચરો ઓછો થાય છે.

કેરી કરવામાં પણ સરળ છે

કેરી કરવામાં પણ સરળ છે

ઓહો નામના આ પદાર્થથી બોટલ ઉપરાંત ઘણી અન્ય વસ્તુઓને બનાવવામાં પ્રયોગ કરી શકાય છે.

English summary
A trio of Spanish design students think they have the answer, and it involves creating a "water bottle" that you can eat, reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X