For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાતા ખાતા પાણી પીવું આરોગ્ય માટે કેમ હાનિકારક છે?

એવી માન્યતા છે કે ભોજન સાથે કોઈ પ્રવાહી કે ડ્રિન્ક પીવાથી પાચન બરાબર થાય છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

એવી માન્યતા છે કે ભોજન સાથે કોઈ પ્રવાહી કે ડ્રિન્ક પીવાથી પાચન બરાબર થાય છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. શું તમે જાણો છો કે ભોજનની સાથે સોડા કે એક ગ્લાસ પાણી પીવાથી આરોગ્ય અને પાચન માટે યોગ્ય હોય છે કે નહીં? જો તમે ક્યારેય ભોજન સાથે પ્રવાહીનું સેવન કરો છો તો જાણી લો કે તમારી આ આદત કેવી રીતે તમારા આરોગ્ય અને પાચન તંત્રને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો: તમારી ચાલવાની સ્પીડથી જાણવા મળે છે કે તમે કેટલું લાબું જીવશો

શું લિક્વિડથી પાચનની સમસ્યાનો ઉકેલ આવે છે?

શું લિક્વિડથી પાચનની સમસ્યાનો ઉકેલ આવે છે?

દિવસભર પર્યાપ્ત માત્રામાં પાણી અને અન્ય તરલ પદાર્થોનું સેવન કરવું એ આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે. પરંતુ એવો દાવો પણ કરવામાં આવે છે કે આ માલે સમયનું પણ મહત્વ છે. ભોજનના સમયે કે તેની આગળ પાછળ ભોજનની સાથે સાથે પ્રવાહી લેવું યોગ્ય નથી. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રિંક્સથી સેહત અને પાચન પર અસર પડે છે

દારુ અને એસિડવાળા ડ્રિંક્સથી સલવાઈ પર ખોટી અસર થાય છે

દારુ અને એસિડવાળા ડ્રિંક્સથી સલવાઈ પર ખોટી અસર થાય છે

ખોરાક સાથે દારુ અને એસિડવાળા ડ્રિંક્સ પીવાથી મોઢામાં સલાઈવાનું ઉત્પાદન ઓછું થાય છે. જેના કારણે શરીરમાં ભોજનનું પાચન મુશ્કેલ થઈ જાય છે. વાઈન અને બિયરની આવી કોઈ અસર નથી થતી, ફક્ત હાર્ડ ડ્રિંક્સ જ મોઢામાં સલાઈવા પર અસર કરે છે. આ પ્રકારના ડ્રિંક્સમાં થોડું પરિરવર્તન કરીને આલ્કોહોલિક અને એસિડિક ડ્રિંક્સ બંને આરોગ્યને નુક્સાન નથી કરતા. તેનાથી અપચો અને પોષક તત્વોના અવશોષણમાં અછત જેવી કોઈ સમસ્યા નથી સર્જાતી.

પાણી

પાણી

એવી માન્યતા છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી પેટમાં એસિડ અને પાચક એન્જાઈમ્સમાં પાણી ભળી જાય છે, જેનાથી શરીરને ભોજનનું પાચન કરવામાં મુશ્કેલી થાય છે. જો કે તેની પાછળ કોઈ સ્પષ્ટ કારણ નથી.

અન્ય લિક્વિડન્સ

અન્ય લિક્વિડન્સ

એવી માન્યતા છે કે ભોજનના સમયે લિક્વિડ્સનું સેવન કરવાથી પેટમાં એસિડ અને પાચક એન્ઝાઈમ્સને અસર થાય છે, જેનાથી પાચન ખરાબ થાય છે. જો કે તેના કોઈ વૈજ્ઞાનિક તથ્યો મોજુદ નથી.

કેટલાક કેસમાં લિક્વિડ્સ પાચનને વધુ સારુ બનાવે છે

કેટલાક કેસમાં લિક્વિડ્સ પાચનને વધુ સારુ બનાવે છે

ભોજનની સાથે લિક્વિડ્સ લેવાથી અન્નનળીમાંથી ભોજન આસાનીથી પેટમાં પહોંચે છે. તેનાથી પેટ ફૂલવાની અને કબ્ઝની સમસ્યાથી રાહત મળે છે. યોગ્ય પાચન માટે પાણીની જરૂર હોય છે, કારણ કે આપણું પેટ ભોજન પચાવવા માટે અને અન્ય ગેસ્ટ્રિક રસ તેમજ પાચક એન્ઝાઈમોની સાથે પાણીનો પણ સ્ત્રાવ કરે છે.

પાણીથી ભૂખ અને કેલરીનું સેવન ઘટે છે

પાણીથી ભૂખ અને કેલરીનું સેવન ઘટે છે

જ્યારે તમે ભોજન દરમિયાન પાણી પીવામાંથી બ્રેક લો છો ત્યારે તમને તમારી ભૂખનો અંદાજ લગાવવાની તક મળે છે. આ રીતે ઓવરઈટિંગથી બચી શકાય છે અને વજન ઓછું કરવામાં મદદ થાય છે. 12 અઠવાડિયાના એક સંશોધનથી સામે આવ્યું છે કે જે લોકોએ પ્રત્યેક ભોજન પહેલા 500 મિલી પાણી પીધું, તેવા લોકોનું વજન 2 કિલો કરતા ઘટ્યું છે.

આ સંશોધન પરતી સાબિત થાય છે કે પાણી પીવાથી ચયાપચયની 24 કેલરી પ્રતિ 500 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આ સંદર્ભમાં એ વાતનું ધ્યાન જરૂર રાખો કે આ બધું પક્ત પાણી પર જ લાગુ થાય છે અન્ય પ્રવાહી પદાર્થો પર નહીં, જેમાં કેલરી હોય છે. હકીકતમાં ભોજન સાથે સાથે સુગર યુક્ત પ્રવાહી પીવાથી કેલરીનું સેવન 8થી 15 ટકા વધી જાય છે.

ભોજનની સાથે પાણી ન પીવાથી શું થાય છે

ભોજનની સાથે પાણી ન પીવાથી શું થાય છે

ભોજનની સાથે સાથે પાણી પીવાથી મોટા ભાગના લોકોના પાચન પર નકારાત્મક અસર નથી પડતી. પરંતુ જો તમે ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ બીમારીથી પીડિત છો, તો ભોજનની સાથે તરલ પદાર્થ તમારા માટે યોગ્ય નથી. કારણ કે પ્રવાહી પદાર્થી પેટ પર દબાણ વધે છે. જેનાથી GERD પીડિત લોકોમાં એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

English summary
Know scientific effects of drinking water during meals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X