For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી ચાલવાની સ્પીડથી જાણવા મળે છે કે તમે કેટલું લાબું જીવશો

તાજેતરમાં થયેલા અભ્યાસથી જે તારણો નીકળ્યા છે, તેને દાવો કર્યો છે જે ચાલવાની સ્પીડ દ્વારા તે જાણી શકાય છે કે તમે કેટલું લાબું જીવન જીવી શકો છો.

|
Google Oneindia Gujarati News

તમને એ જાણીને આશ્ચર્યજનક થશે છે કે તમારી ઉંમરનું તમારી ચાલવાની સ્પીડથી અનુમાન થઈ શકે છે. તાજેતરમાં થયેલા અભ્યાસથી જે તારણો નીકળ્યા છે, તેને દાવો કર્યો છે જે ચાલવાની સ્પીડ દ્વારા તે જાણી શકાય છે કે તમે કેટલું લાબું જીવન જીવી શકો છો. અભ્યાસો અનુસાર, જે લોકો ધીમા ચાલે છે, તેમનું આયુષ્ય ઝડપથી ચાલતા લોકો કરતા ઓછું હોય છે. આ અભ્યાસ માયો ક્લિનિકના જરનલમાં પ્રકાશિત થયો છે. અભ્યાસો તે પણ વિગતવાર સમજાવે છે કે જે લોકો સ્વાભાવિક રીતે ઝડપી ચાલે છે, તેમનું વજન વધુ હોવા છતાં તેઓ લાબું જીવન જીવે છે.

health

આ અભ્યાસ આગળ તે પણ જણાવે છે કે જે લોકો અંડરવેટ હોય છે, જો તેઓ ધીરે ચાલે છે, તો તેમનું જીવન ઓછું હોય છે. તેમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય 64.8 વર્ષ હોય છે જ્યારે મહિલાઓનું આયુષ્ય 72.4 વર્ષનું હોય છે.

આ અભ્યાસ શરીરના વજનની તુલનામાં શારિરીક તંદુરસ્તીના મહત્વને સમજાવે છે. બીજા શબ્દોમાં અભ્યાસોથી જાણવા મળ્યું છે કે શારીરિક ફિટનેસ બીએમઆઈની સરખામણીમાં જીવનના આયુષ્યને વધુ સારી રીતે જણાવવા સક્ષમ છે. આ સાથે જ, તે લોકોને ઝડપથી ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. હાઈ સ્પીડથી ચાલવું તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને લાંબું અને વધુ સારું જીવન જીવી શકો છો. અભ્યાસ સાથે સંકળાયેલા ટોમ યાટ્સએ, જો કે તેઓ આ અભ્યાસના લેખક છે, આ બાબતો ને સ્પષ્ટ કરી છે.

health

અત્યાર સુધી પ્રકાશિત થયેલા અભ્યાસમાં મુખ્યત્વે શરીરના વજન અને શારીરિક તંદુરસ્તીની અસરોનો પ્રભાવ અને જોખમ દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે પ્રત્યેક 5 કિલોગ્રામ પ્રતિ મીટર ચોરસના વધવાથી બીએમઆઈના 25 કિલોગ્રામ પ્રતિ મીટરની તુલનામાં મૃત્યુની આશંકામાં 20%નો વધારો થઇ જાય છે.

આ ઉપરાંત, ગયા વર્ષે પ્રોફેસર યેટ્સે એક અન્ય અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ દર્શાવે છે કે જે પુખ્ત વ્યક્તિ ધીમે ધીમે ચાલે છે, તેને હૃદય સંબંધિત રોગનું જોખમ અન્ય લોકોની તુલનામાં વધારે હોય છે.

English summary
Your walking speed shows you how much you will live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X