For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારનો કેસ થતાં સામે આવ્યા વધુ એક આસારામ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓગષ્ટ: ધાર્મિક ગુરૂ સંત આસારામ બાપુ પર દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ દાખલ થતાં જ આખા મીડિયામાં એક સંત વિરૂદ્ધ સમાચારો દોડવા લાગ્યા. ટ્વિટર પર પણ લોકો ભડાસ નિકાળવા લાગ્યા અને ફેસબુક પર કમેન્ટબાજી તેજ થઇ ગઇ. એવામાં વધુ એક આસારામ બાપુ સામે આવ્યા છે, જેને ખૂબ ઓછા લોકો જાણે છે. આ આસારામ અસલી નથી પરંતુ ડુપ્લીકેટ છે. જેને ફોટો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

asaram-bapu-duplicate

થયું એમ કે સોમવારે જેવા જ જોધપુર આશ્રમમાં બળાત્કારના સમાચાર આવ્યા કે તરત જ ફેસબુક પર એક સંતનો ફોટો અપલોડ થઇ ગયો, જેમાં હુ-બ-હુ આસારામ બાપુની માફક જેવા લાગતા એક બાબા એક છોકરીને પોતાના ખોળામાં લઇને બેઠા છે. હકિકતમાં આ ફોટો ઘણો જૂનો છે, પરંતુ મુદ્દો ઉછળતાં નવા ક્લેવરમાં લોકોએ રજૂ કરી દિધો. આ ફોટાના ફેલાવો થયો કે આસારામ બાપુના સમર્થકોનો પારો ગરમ થવા લાગ્યો.

ત્યારે તેની સ્પષ્ટતા આપતાં આ ફ્રોડ બાબા વિશે જાણકારી પ્રકાશિત કરવામાં આવી. ઢોંગી વિદેશી બાબાનું નામ જોસેફ બૈંક્સ ઉર્ફે સ્વામી વિરાટો છે. ફોટામાં જે યુવતી છે, તે તેમની પત્ની લુડમિલા ઉર્ફે ધીરજા છે. આ બંને ઓશોના અનુયાયી છે.

પ્રથમવાર સામે નથી આવ્યા ઢોંગી બાબા
આવું પહેલીવાર થયું નથી કે કોઇ ઢોંગી બાબાનો કોઇ ડુપ્લીકેટ આવ્યો હોય. આ પહેલા બાબા રામદેવનો ડુપ્લીકેટ આવી ચૂક્યો છે. જેનો ફોટો ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવ્યો હતો. તે બાબાનું નામ સુનીલ તલવાર છે. સુનીલ તલવાર એક કલાકાર છે, જેને એક શો દરમિયાન કેટલીક યુવતિ સાથી નાચતાં ફોટા પડાવ્યા હતા. તે સમયે બાબા રામદેવના વેશમાં આવ્યો હતો. ત્યારબાદ તેને એક લો બજેટ ફિલ્મમાં બાબા રામદેવની ભૂમિકા ભજવી હતી.

baba
English summary
After the rape case registered in Kamla Market Police station, one more Asaram Bapu is emerged. That is actually fake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X