
10 હજાર વર્ષ બાદ શ્રીલંકાની આ ગુફામાં મળ્યો રાવણનો મૃતદેહ, જાણો સત્ય
આખા દેશમાં નવરાત્રિની રંગેચંગે ઉજવણી ચાલી રહી છે. નવરાત્રિના 9 દિવસ બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે. દશેરાના દિવસે શ્રીરામે લંકાપતિ રાવણનું વધ કર્યું હતું. રામાયણના આ પ્રસંગને બુરાઈ પર સારપની જીત માનવામાં આવે છે. સમય ભલે ગમે તેટલો બદલાયો હોય, પરંતુ રામાયણના પ્રસંગો પ્રત્યે લોકોની આસ્થા હજીય યથાવત્ છે. જે આગામી સમયમાં પણ ઓછી નહીં થાય.
શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા કેટલાક સ્થળ મોજુદ છે, જેના વિશે દરેક વ્યક્તિ જાણવા માગે છે. આ સ્થળ રામાયણ કાળના ઈતિહાસની સચ્ચાઈ દર્શાવે છે.
આ પણ વાંચો: આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો
એક રિસર્ચમાં રામાયણ સાથે જોડાયેલા 50 સ્થળ શોધવાનો દાવો કરાયો હતો. આ રિસર્ચના દાવા મુજબ રાવણનું શબ એક ગુફામાં રખાયું હતું. જે શ્રીલંકાના રૈગલા જંગલોની વચ્ચે આવેલી છે. શ્રીલંકાના ઈન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને પ્રવાસન વિભાગે મળીને આ શોધ કરી હતી. ચાલો જાણીએ આ ગુફા વિશે અને જાણીએ કેવી રીતે રાવણના મૃત્યુ બાદ તેનું શબ આ ગુફામાં પહોંચ્યું.

શ્રીલંકાના રૈગલામાં
કેટલાક લોકો માને છે રાવણના અંતિમ સંસ્કાર કરાયા હતા. તો શ્રીલંકાની સરકાર અને ત્યાંના લોકો આજે પણ રાવણ ધરતી પર હોવાની વાત કરે છે. કહેવાય છે કે શ્રીલંકાના રૈગલાના જંગલમાં રાવણનું શબ મમી તરીકે સચવાયું છે, અને આ શબની સુરક્ષા નાગ અને ખૂંખાર જાનવરો કરે છે.

18 ફૂટ લાંબા તાબૂતમાં કેદ
રૈગલના ગીચ જંગલમાં 8 હજાર ફૂટની ઉંચાઈ પર એક ગુફા આવેલી છે, જ્યાં રાવણે તપસ્યા કરી હતી. કહેવાય છે કે આ ગુફામાં જ રાવણનું મમી છે. રાવણનું શબ જે તાબુતમાં રખાયું છે, તેના પર ખાસ પ્રકારનો લેપ લગાવાયેલો છે, જેનાથી આ તાબૂત વર્ષોથી જેમનું તેમ જ છે. આ તાબૂતની લંબાઈ 18 ફૂટ, પહોળાઈ 5 ફૂટ છે. આ જ તાબૂતની નીચે રાવણનો કિમતી ખજાનો પણ દટાયેલો છે.

વિભીષણે મૂકી દીધો હતો મૃતદેહ
ભગવાન શ્રીરામ અને લંકેશ વચ્ચે યુદ્ધની વાત તો બધા જ જાણે છે. આ યુદ્ધમાં રામના હાથે રાવણનું વધ થયું, બાદમાં રાવણનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વિભિષણને સોંપાયો હતો. રામે વિભિષણને સન્માન પૂર્વક રાવણના અંતિમ સંસ્કાર કરવા કહ્યું હતું. પરંતુ કહેવાય છે કે રાજ સંભાળવાની ઉતાવળમાં વિભિષણે રાવણનું શબ રઝળતું મૂકી દીધું. જે બાદ નાગકુળના લોકો આ શબને પોતાની સાથે લઈ ગયા હતા.

પછી બનાવી દેવાયું મમી
નાગકૂળના લોકોને વિશ્વાસ હતો કે રાવણની મોત ક્ષણિક છે, તે ફરી જીવીત તશે. તેમણે રાવણને ફરી જીવીત કરવાની વારંવાર કોશિશ કરી પરંતુ કોઈ સફળતા ન મળી. છેવટે રાવણના શબને સુરક્ષિત રાખવા માટે જાતભાતના રસાયણોનો ઉપયોગ કરી તેને મમી તરીકે સાચવી રખાયું.

ભગવાન હનુમાનના પગના નિશાન પણ મળ્યા
શ્રીલંકામાં મળેલા આ 50 સ્થળોમાં અશોકવાટિકા, ભગવાન હનુમાનના પગના નિશાન, રાવણનું પુષ્પક વિમાન ઉતરવાનું સ્થાન મળવાનો પણ દાવો કરાયો છે. શ્રીલંકાની સરકારે રામાયણમાં ઉલ્લેખીત લંકા પ્રકરણના તમામ સ્થળો પર શોધ કરાવીને તેની ઐતિહાસિક્તા સિદ્ધ કરી આ સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવા તૈયારી કરી છે.