Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dussehra 2023: આ સ્થળે રાવણ દહન પાપ માનવામાં આવે છે, જાણો કારણ

Dussehra 2023: આજે નવરાત્રીનું નવમું નોરતું છે, 23 ઓકટોબરના રોજ રામનવમી છે એટલે કે 24 ઓક્ટોબરના રોજ વિજ્યાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે છે. વિજ્યાદશમી એટલે સત્યનો અસત્ય પર વિજયનો પર્વ. આ દિવસે ભગવાન રામે રાવણને હરાવી તેનો વધ કર્યો હતો, અને માતા સીતાને મુક્ત કરાવ્યા હતા. આ દિવસને ભારતમાં વિજ્યાદશમીની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર રાવણ દહન પણ કરવામાં આવે છે.

મહાપરાક્રમી અને અહંકારી રાવણ ઘણા રૂપો ધરાવતો હતો, જેના કારણે તેને મહાન પણ કહેવામાં આવે છે. દશાનન એક વિદ્વાન પંડિત હતો, જે ઘણી કળાઓમાં પારંગત હતો. આ સિવાય તેને ભગવાન શિવના પ્રખર ભક્ત માનવામાં આવતો હતો. આ કારણે દેશમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી, તો કેટલીક જગ્યાએ લોકો તેની પૂજા પણ કરે છે. આ સ્થળોમાં હિમાચલ પ્રદેશની એક જગ્યા પણ શામેલ છે, જ્યાં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી.

Dussehra

હિમાચલ પ્રદેશના બૈજનાથમાં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી. જ્યાંના લોકોનું એવું માને છે કે, જે લોકો દશેરાના દિવસે રાવણનું દહન કરે છે, તેમની સાથે અપશુકન થાય છે. બૈજનાથ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે.

બૈજનાથમાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. આ અંગે એવી લોકવાયકા છે કે, રાવણ જે શિવલિંગ સાથે લંકા જઈ રહ્યો હતો, તે શિવલિંગ અહીં નીચે રાખતા તે આ સ્થળે જ સ્થાપિત થઇ ગઇ હતી.

ત્રેતાયુગમાં રાવણે શિવ પાસેથી અમરત્વનું વરદાન મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ પછી ભગવાન શિવે પ્રસન્ન થઈને રાવણને શિવલિંગ આપ્યું, જેને આત્મલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગ આપીને ભગવાન શંકરે રાવણને જણાવ્યું હતું કે, લંકામાં તેની સ્થાપના કરવમાં આવે, પરંતુ તમે જ્યાં પણ આ શિવલિંગ પહેલીવાર જમીન પર રાખશો, ત્યાં જ તેની સ્થાપના થઇ જશે.

ભગવાન શિવે રાવણને જણાવ્યું હતું કે, જો તારે અમર થવું હોય. શિવલિંગને લંકા લઈ જાઓ અને ત્યાં તેની સ્થાપના કરો. આ પછી રાવણ શિવલિંગ લઈને ચાલતો થયો હતો, પરંતુ દેવતાઓ ઈચ્છતા ન હતા કે, રાવણ અમર થાય. જેથી ભગવાન વિષ્ણુએ તેમની માયાથી શિવલિંગને મુકાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, રાવણને એક નાનકડી શંકા થઈ અને તેમણે શિવલિંગને એક ભરવાડ પકડાવી દીધું હતું, પરંતુ ભરવાડે શિવલિંગને નીચે મુકી દીધું. આ પછી અહીં ભગવાન શિવની તપસ્યાથી રાવણને મોક્ષનું વરદાન મળ્યું હતું.

એવી માન્યતા છે કે, વૈજનાથ પર રાવણે પોતાના દસ માથા હવન કુંડમાં મૂક્યા હતા. રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો, જેના કારણે અહીં દશેરાની ઉજવણી કરવામાં આવતી નથી.

આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, એકવાર કેટલાક લોકોએ શિવ મંદિરની સામે દશેરાની ઉજવણી શરૂ કરી અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જે બાદ સતત પાંચ વર્ષ સુધી રાવણ દહન કરવામાં આવ્યું હતું, પરંતુ રાવણના પૂતળાનું દહન કરનારાઓ સાથે અનિચ્છનિય ઘટનાઓ ઘટની શરૂ થઈ ગઇ હતી.

કેટલાક લોકો તો પછીની દશેરા સુધી મૃત્યુ પામ્યા હતા. જે બાદથી લોકોએ દશેરાની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું. આ અંગે લોકો દ્વારા દલીલ કરવામાં આવે છે કે, ભગવાન શિવ તેમની સામે તેમના ભક્તનું કોઈપણ પ્રકારનું નુકસાન જોઈ શકતા નથી. જે કારણે આ સ્થળે રાવણના પૂતળાનું દહન કરવું એ પાપ માનવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X