For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક તંગી બગાડી દે છે તમારું માનસિક સંતુલન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇગ્લેંડ, 2 સપ્ટેમ્બર: ગરીબીની વાત આવે છે તો દિમાગ પહેલાંની અપેક્ષા કરતાં મંદ પડી જાય છે, તાર્કિક ક્ષમતા ઘટી જાય અને માનસિક સંતુલન બગડવા માંડે છે. એક તાજા અભ્યાસમાં આ નિષ્કર્ષ સામે આવ્યું છે.

નવા અધ્યન અનુસાર રૂપિયાની ચિંતાના કારણે કોઇનું મગજ ધીમું કામ કરવા લાગે છે તથા તેમનો આઇક્યૂ અચાનક એકદમ ઘટી જાય છે, કેટલીકવાર તો 13 અંક સુધી ઘટી જાય છે.

ઇગ્લેંડના કોવેંટ્રી સ્થિત વારવિક યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી આનંદી મણિ તથા તેમના સાથી શોધકર્તા અનુસાર, આર્થિક મુશ્કેલી વધતાંની સાથે જ તાર્કિક ક્ષમતામાં જોરદાર ઘટાડો આવી જાય છે, જેમ કે એક રાત ન ઉંધવાથી ચેતનામાં આવનારી નબળાઇ.

વિજ્ઞાન સમાચારોની એક વેબસાઇટ અનુસાર આનંદ મણિનું આ રિસર્ચ વિજ્ઞાન મેગેજીનના 30 ઓગષ્ટના અંક પ્રકાશિત થઇ હતી. આ રિસર્ચ અનુસાર થોડો પણ આર્થિક લાભ મળ્યા બાદ ગરીબ વ્યક્તિ તે માનસિક પરિક્ષાઓમાં ઘણું સારી પ્રદર્શન કરવા લાગે છે.

આઇક્યૂ એકદમ ઘટી જાય

આઇક્યૂ એકદમ ઘટી જાય

નવા અધ્યન અનુસાર રૂપિયાની ચિંતાના કારણે કોઇનું મગજ ધીમું કામ કરવા લાગે છે તથા તેમનો આઇક્યૂ અચાનક એકદમ ઘટી જાય છે, કેટલીકવાર તો 13 અંક સુધી ઘટી જાય છે.

રૂપિયાની ચિંતા

રૂપિયાની ચિંતા

વૈજ્ઞાનિકો અનુસાર કોઇ વ્યક્તિની માનસિક ક્ષમતામાં આવેલો આ વિકાસ રૂપિયાને લઇને ખતમ થયેલી ચિંતાને કારણે થઇ શકે છે.

બચત ઓછી અને ઉધાર વધારે

બચત ઓછી અને ઉધાર વધારે

શોધકર્તાઓ દ્વારા એકઠા કરવામાં આવેલા તથ્યોથી આ વાતનો પુરવો મળે છે કે રૂપિયાની ઉણપથી વિચાર શક્તિ ઓછી થઇ જાય છે તથા તેનાથી એ વાતના કારણોને પણ જાણી શકાય છે કે ગરીબ લોકો બચત ઓછી કરે છે તથા ઉધાર વધારે લે છે.

નિર્ણયોને સરળ કરવા જોઇએ

નિર્ણયોને સરળ કરવા જોઇએ

રિસર્ચના સહલેખક તથા પ્રિંસટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી એલ્ડર શફીરની સલાહ છે કે નીતિ નિર્માતાઓને ગરીબો દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સરળ તથા ઓછા કરવા જોઇએ.

ભવિષ્યની યોજનાઓ

ભવિષ્યની યોજનાઓ

ગરીબ લોકોને વ્યાજ જમા કરાવવામાં મદદ પુરી પાડવી જોઇએ, કલ્યાણ સંબંધિત ફોર્મ ભરવામાં તથા ભવિષ્યની યોજનાઓ બનાવવામાં મદદ પુરી પાડવી જોઇએ.

English summary
Economic crisis can spoil your mental balance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X