For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્મચારીઓમાં નવો ટ્રેન્ડ, ઓફિસમાંથી રજા લેવા પોસ્ટ કરે છે #SickSelfies

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 12 ઓક્ટોબર : આપ બિમાર છો?, ઓફિસમાંથી રજા જોઇએ છે? તો ઉઠાવો આપનો સ્માર્ટ ફોન અને ક્લિક કરો એક સેલ્ફી. જી હા. હવે કર્મચારીઓમાં રજા લેવા માટે ટ્વીટર પર #SickSelfies હેશટેગ સાથે સેલ્ફી પોસ્ટ કરીને રજા માંગવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

#SickSelfies એકદમ ટ્રેન્ડમાં હોવાનું એક કારણ એ પણ છે કે તેની મદદથી આપ આપની બિમાર હાલતની તસવીર લોકો સમક્ષ મુકી શકો છો અને સાથે બિમાર હોવાનો પુરાવો આપો છો.

ટ્વીટર પર નવો ટ્રેન્ડ


જો કે આ નવો ટ્રેન્ડ આપને ઓફિસમાંથી રજા અપાવવામાં સફળ થાય છે કે નહીં તે અલગ બાબત છે. કારણ કે તેના આધારે ઓફિસમાંથી રજા મળે તેવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા નથી. હા ભવિશ્યમાં બિમારીની રજા લેવા માટે અરજી લખવામાંથી મુક્તિ મળી જાય તેવી સંભાવના અંગે વિચાર ચોક્કસ કરી શકાય છે.

રજા મેળવવા ખાતર નવો ખેલ


વાસ્તવમાં આ બધો ખેલ ટ્વીટરનો છે. જેના પર લોકોએ #SickSelfies હેશટેગ સાથે સેલ્ફી નાખવાનું શરૂ કર્યું છે. આ ટ્રેન્ડમાં અનેક લોકો જોડાયા છે અને તેમણે સિક સેલ્ફી પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે.

માત્ર રજા મેળવવા જ કે અન્ય કારણો પણ ખરા?


આનો સીધો અર્થ એ છે કે આપ બિમાર હોવ અને ઓફિસમાંથી રજા જોઇએ તો પુરાવા માટે સોશિયલ સાઇટ પર પોતાની સિક સેલ્ફી અપલોડ કરવાથી કદાચ ઓફિસવાળાને આપની સ્થિતિ પર દયા આવી શકે છે અને આપની રજા તત્કાળ મંજુર થઇ શકે છે.

લોકો કેમ કરે છે #SickSelfies પોસ્ટ?

એક સર્વે અનુસાર #SickSelfies પોસ્ટ કરનારા 19 ટકા લોકોએ પોતે બિમાર હોવાનું જણાવવા માટે આવી સેલ્ફી પોસ્ટ કરી છે. 15 ટકા લોકો તેમના પ્રેમી અને મિત્રોની સહાનુભૂતિ મેળવવા માટે આવા ફોટો પોસ્ટ કરે છે. જ્યારે 9 ટકા લોકો પોતાના મિત્રો અને ફોલોઅર્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવી સેલ્ફી પોસ્ટ કરી હતી.

English summary
Employees post tweets of #SickSelfies to take leave from office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X