For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે દીવો પ્રગટાવવાથી દરેક મનોકામના થશે પૂર્ણ

જો તમે કોઈ કામનાની પૂર્તિ માટે દીવા પ્રગટાવી રહ્યા હોય તો અમુક વાતોનુ અવશ્ય ધ્યાન રાખો. જો તમે આ મુજબ કરશો તો તમારી તે મનોકામના જરૂર પૂરી થશે.

|
Google Oneindia Gujarati News

સુખ અને સમૃદ્ધિ અને યશ મેળવવા દરેક માનવીની આશા હોય છે. આ વસ્તુઓ મેળવવા માટે સારા કર્મ જરૂરી છે પરંતુ અમુક એવા ઉપાય પણ છે જેને કરવાથી ઈચ્છિત વસ્તુ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે મનુષ્યના જીવનને સરળ બનાવી દે છે.

દીવાનુ મહત્વ

દીવાનુ મહત્વ

સનાતન ધર્મમાં દીવાની રોશનીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. તે પોતાના પ્રકાશથી જીવનમાં રોશની ભરી દે છે. દીવાનો પ્રકાશ જીનવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે. જો તમે કોઈ કામનાની પૂર્તિ માટે દીવા પ્રગટાવી રહ્યા હોય તો અમુક વાતોનુ અવશ્ય ધ્યાન રાખો. જો તમે આ મુજબ કરશો તો તમારી તે મનોકામના જરૂર પૂરી થશે.

ઘીનો દીવો પ્રગટાવો

ઘીનો દીવો પ્રગટાવો

ઘરના મંદિરમાં હંમેશા ઘીનો જ દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી પરિવાર પર દેવતાઓની કૃપા સદાય વરસતી રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

આ પણ વાંચોઃ Palmistry: એકની અંદર ત્રણ ત્રિભુજ દર્શાવે છે ઉંડા રાઝઆ પણ વાંચોઃ Palmistry: એકની અંદર ત્રણ ત્રિભુજ દર્શાવે છે ઉંડા રાઝ

શિક્ષણ મેળવવા માટે દીવો

શિક્ષણ મેળવવા માટે દીવો

શિક્ષણના દેવી મા શારદાને પ્રસન્ન કરવા માટે તેમના સમક્ષ દ્વિમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. જો દ્વિમુખી દીવો ન હોય તો સામાન્ય દીવામાં જ બે વાટ પ્રગટાવી દેવી. ધ્યાન રાખવુ કે દીવો શુદ્ધ ઘી અથવા તલના તેલનો હોવો જોઈએ. આનાથી પ્રસન્ન થઈને સરસ્વતી મા શિક્ષણમાં આવતી બધી અડચણોને દૂર કરે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે

શનિદેવને પ્રસન્ન કરવા માટે

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસિયાનુ તેલ ચડાવવાનો રિવાજ છે એટલા માટે દર શનિવારે શનિ મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવોય આ ઉપાયથી નિશ્ચિત રીતે શનિદેવની કૃપા મળશે અને શનિદેવ તમારા બધા કષ્ટો હરી લેશે. આ ઉપાયથી ધનલાભ પણ થાય છે.

પતિના દીર્ઘાયુ માટે

પતિના દીર્ઘાયુ માટે

પતિની લાંબી આયુ માટે પત્નીઓએ એકમુખી ગિલોયનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પતિ અને પતિની બંનેને ભગવાનના આશીર્વાદ મળે છે.

રાહુ-કેતુને પ્રસન્ન કરવા માટે

રાહુ-કેતુને પ્રસન્ન કરવા માટે

રાહુ અને કેતુ બે પાપી ગ્રહ માનવામાં આવે છે. તે માનવીના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે પરંતુ પ્રસન્ન થવા પર સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. માટે અળસીના તેલનો દીવો તેમની સામે અવશ્ય પ્રગટાવવો જોઈએ. ભૈરવ સાધના અથવા શત્રુ નાશ માટે પણ ભૈરવ ભગવાનની પ્રતિમા સામે સરસિયાના તેલનો ચારમુખી દીવો પ્રગટાવવો. આનાથી શત્રુઓ નાશ થાય છે.

યશ અને કીર્તિ માટે

યશ અને કીર્તિ માટે

ગણેશ ભગવાનની કૃપા મેળવવા માટે શુદ્ધ ઘીના ત્રિમુખી દીવા પ્રગટાવવા જોઈએ. આનાથી વૈભવ મળે છે. માન સમ્માન અને યશ માટે સૂર્યદેવને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે એટલા માટે રોજ ઘીનો દીવો સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ પ્રગટાવવો જોઈએ.

કાયદાકીય બાબતોમાં જીત માટે

કાયદાકીય બાબતોમાં જીત માટે

પંચમુખી દીવો અદાલતની બાબતોને ઉકેલે છે. કોઈ પણ કેસને જીતવા માટે પંચમુખી દીવો રોજ પ્રગટાવવો જોઈએ.

રક્ષા કવચ માટે

રક્ષા કવચ માટે

બજરંગ બલિ રક્ષા કરનારા અને ડર દૂર ભગાવનાર છે એટલા માટે તેમની પૂજી કરતી વખતે ત્રિમુખી દીવો પ્રગટાવવો. આ દીવામાં શુદ્ધ ચમેલીના તેલનો ઉપયોગ કરવો. યાદ રહે કે દીવો ઉંડો હોવો જોઈએ.

ધ્યાન આપવા યોગ્ય વાત

ધ્યાન આપવા યોગ્ય વાત

જો તમે શત્રુનાશ કે કોઈ રીતની મુસીબતના નિવારણ માટે પૂજા કરતા હોય તો આ પૂજામાં ઉપયોગ થનાર દીવો ઉંડો અને વચમાંથી થોડો ઉપસેલો હોવો જોઈએ.

English summary
Every wish will be fulfilled by this way of lighting a deepak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X