• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2013માં આ મહાન હસ્તિઓએ દુનિયાને કહ્યું અલવિદા

By Kumar Dushyant
|

વર્ષ 2013 પોતાના અંતિમ પડાવમાં છે. તેને પુરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. વર્ષ પુરૂ થતાં પહેલાં અમે તમને આ વર્ષની વિતેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ, સેલિબ્રિટીઓ અને ચર્ચિત સમાચારો સાથે રૂબરૂ કરાવીશું. વર્ષ 2013 પોતાની સાથે ખુશીઓ લઇને આવ્યું હતું તો હજારો ગમ પણ આપી ગયું છે. કેટલીક મહાન હસ્તિઓએ આ વર્ષે આપણો સાથ છોડી દિધો છે. આપણને કાયમ માટે અલવિદાને કહેનાર આ હસ્તિઓને ફરીથી યાદ કરીશું. મહાન હસ્તિઓ, બૉલિવુડ સેલિબ્રિટી, આદ્યાત્મિક ગુરૂ જેવા કેટલાક લોકોએ આપણો સાથ છોડી દિધો.

સૌથી વધુ ચર્ચા બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનના મોત પર થઇ. જે પ્રકારે જિયા ખાનનું સંદિગ્ધ હાલતમાં મોત થયું તેને સૌના મનમાં અસમંજસ પેદા કરી દિધો. બૉલીવુડના મહાન અભિનેતા પ્રાણના મોત પર પણ લોકોને મોટો આધાત લાગ્યો.

તો બીજી તરફ તાજેતરમાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું મોત દુનિયાભર માટે શોકના સમાચાર બની ગયું. નેલ્સન મંડેલાએ પોતાના આખું જીવન સત્યની લડાઇમાં પસાર કરી દિધું. તેમને આફ્રિકાના ગાંધી તરીકે જોવામાં આવતા હતા. તેમના મોત પર ભારત સરકારે પણ પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરત કરી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના અંતિમ દર્શન માટે સાઉથ આફ્રિકા ગયા. સ્લાઇડરમાં તમને અમે તસવીરોના માધ્યમથી તે લોકો વિશે જણાવી રહ્યાં છે જેમનું મૃત્યું આ વર્ષે થયું છે.

સંદીપ આચાર્ય

સંદીપ આચાર્ય

એક ખૂબ જ દુઃખદ સમાચાર સંગીત અને ટેલીવિઝન દુનિયા માટે આવ્યાં છે. રવિવારે ભારતે પોતાનો ઇન્ડિયન આઇડોલ 2 કાયમ માટે ગુમાવી દીધો. જી હા, અમે વાત કરીએ છીએ ઇન્ડિયન આઇડોલ સંદીપ આચાર્યનું 15 ડિસેમ્બરને રવિવારના રોજ ગુડગાંવ ખાતેની વેદાંત હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ માત્ર 29 વર્ષના હતાં. પોતાના મખમલી અવાજના માલિક સંદીપ આચાર્ય એપ્રિલ 2006માં સોનીના હિટ શો ઇન્ડિયન આઇડોલ 2ના વિજેતા હતાં. અગાઉ તેઓ 2004માં ગોલ્ડન વૉઇસ ઑફ રાજસ્થાન પણ રહી ચુક્યા હતાં.

શીશરામ ઓલા

શીશરામ ઓલા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીશરામ ઓલાનું ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં 14 ડિસેમ્બરના રોજ રાત્રે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. ઓલા છેલ્લા ઘણા દિવસોથી પેટની બિમારીથી પીડાતા હતા. જેના પગલે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શીશરામ ઓલાને 1968માં રાજસ્થાનના એક સુદૂર વિસ્તારમાં યુવતીઓના શિક્ષણને લઇને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

નેલ્સન મંડેલા

નેલ્સન મંડેલા

6 ડિસેમ્બરના રોજ આફ્રિકાના પહેલાં અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું મોત નિપજતાં ફક્ત ભારતને જ નહી પરંતુ આખી દુનિયાને આધાત લાગ્યો. રંગભેદની નીતિ પર કામ કરનાર નેલ્સન મંડેલાના મોત પર ભારત સરકારે પણ પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દિધી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ તેમના અંતિમ દર્શન માટે આફ્રિકા પહોંચ્યા.

જિયા ખાન

જિયા ખાન

બૉલીવુડની અભિનેત્રી અને મૉડલ જિયા ખાનનું સંદિગ્ધ હાલતમાં 3 જુલાઇના રોજ પોતાના ઘરમાં મોત નિપજ્યું હતું. જિયા ખાને પોતાના જ ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ કેસ કંઇક અલગ જ નિકળ્યો. હજુ સુધી જિયા ખાનની મોતનો કેસ ગુંચવાયેલો છે. પોલીસ તપાસ કરી રહી છે.

જગદીશ રાજ

જગદીશ રાજ

બૉલીવુડની અલગ-અલગ ફિલ્મોમાં રેકોર્ડ 144 વાર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેતા જગદીશ રાજનું નિધન 29 જુલાઇના રોજ થયું. તેમના મોતથી બૉલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું.

મન્ના ડે

મન્ના ડે

પોતાના ગીતોથી બધાને મંત્રમુગ્ધ કરનાર મહાન ગાયક મન્ના ડેનું મોત 25 ઓક્ટોબરના રોજ થયું હતું. એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન...ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. દુનિયાને અલવિદા કહી જનાર આ મહાન ગાયકના મોત બાદ પણ લોકોના દિલમાં જીવિત રહેશે.

પ્રાણ

પ્રાણ

હિંદી ફિલ્મોના સૌથી લોકપ્રિય ખલનાયકના મોત 12 જુલાઇના રોજ મુંબઇના લીલાવતી હોસ્પિટલમાં નિપજ્યું હતું. તેમના મોતની સાથે જ બૉલીવુડના એક યુગનો અંત થઇ ગયો.

કૃપાલુ જી મહારાજ

કૃપાલુ જી મહારાજ

ભારતના જીણિતા આદ્યાત્મક ગુરૂ અને કથાવાચક કૃપાલુ જી મહારાજનું નિધન 15 નવેમ્બરના રોજ થયું હતું. વિવાદોમાં રહેવા છતાં તેમની લોકપ્રિયતા ઓછી થઇ ન હતી. તેમના હજારો સમર્થન તેમના મોતથી આધાતમાં સરી પડ્યા હતા.

શેફ તરલા દલાલ

શેફ તરલા દલાલ

ભારતની સેલિબ્રિટી શેફ તરલા દલાલનું મોત 6 નવેમ્બરના રોજ મુંબઇમાં હાર્ટએટેકથી થયું હતું. કેટલાય મશહૂર કુકરી શો હૉસ્ટ કરી ચૂકેલી તે ભારતની પ્રથમ ચર્ચિત અને લોકપ્રિય મહિલા શેફ હતી.

રેશમા

રેશમા

પાકિસ્તાનની મશહૂર ગાયિકા રેશમાનું મોત 3 નવેમ્બરના રોજ થયું હતું. તે ગળાના કેન્સરથી પીડાતી હતી અને ગત એક મહિનાથી કોમામાં હતી. તેમનું લંબી જુદાઇ સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું.

શકુંતલા દેવી

શકુંતલા દેવી

મહાન ગણિતજ્ઞ અને હ્યૂમ કોપ્યૂટરના નામે પ્રસિદ્ધ શકુંતલા દેવીનું મોત 21 એપ્રિલના રોજ બેંગ્લોરમાં થયું હતું. મલ્ટીઓર્ગેન ફ્લેઓરના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

શમશાદ બેગમ

શમશાદ બેગમ

હિંદી સિનેમામાં 'મેરે પિયા ગયે રંગૂન' અને 'કજરા મુહબ્બત વાલા' જેવા ગીતોને પોતાની અવાજથી સદાબહાર બનાવનાર મશહૂર પ્લેબેક ગાયિકા શમશાદ બેગમનું 94 વર્ષની ઉંમરે મોત નિપજ્યું હતું. તે હિન્દી સિનેમાની પ્રથમ મહિલા પ્લેબેક સિંગર હતી.

ઋતુપર્ણો ઘોષ

ઋતુપર્ણો ઘોષ

જાણિતા ફિલ્મ ડાયરેક્ટર ઋતુપર્ણો ઘોષનું મોત 30 મે રોજ કલકત્તામાં થયું હતું. તે ફ્ક્ત ફિલ્મકાર ન હતા પરંતુ તેમને સમલૈંગિકતા માટે ઘણું કામ કર્યું હતું. 49 વર્ષની ઉંમરમાં તેમને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.

English summary
Year 2013 will left so many sweet and bitter memories in our mind. Here we are going to talk about the celebrities who passed away this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more