Fertility Rate in India : ભારતમાં સૌથી વધુ બાળકો કયા ધર્મના લોકો પેદા કરે છે? જાણો લિસ્ટમાં મુસ્લિમો ક્યાં?
Fertility Rate in India : ભારતમાં વસ્તી વધારાને લઈને ઘણા સવાલો છે. વધી રહેલી વસ્તી વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં તમામ ધર્મોના લોકો ઓછા બાળકો પેદા કરી રહ્યાં છે.
ભારતમાં દરેક ધર્મના લોકો રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. પ્યુ રિસર્ચના અનુસાર, આગામી 26 વર્ષમાં ભારતમાં પ્રજનન દર ઘટીને 1.29 થઈ જશે.

જણાવી દઈએ કે, હાલ ભારતમાં પ્રજનન દર 1.91 છે, જે વર્ષ 2021ના ડેટા પર આધારિત છે. વર્ષ 1950માં પ્રજનન દર 6.18 હતો. એટલે કે તે સમયે સ્ત્રી દીઠ બાળકોની સરેરાશ સંખ્યા 6.18 હતી. આજે સરેરાશ ભારતીય મહિલાનો પ્રજનન દર 2.2 છે. જે અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં વધુ છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન સહિત ભારતમાં દરેક ધર્મમાં પ્રજનન દર ઘટી રહ્યો છે. ભારતીય મુસ્લિમોમાં પ્રજનન દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
વર્ષ 1992માં પ્રતિ મહિલા 4.4 બાળકો હતા, જે 2015માં 2.6 બાળકો પર પહોંચી ગયો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ 2015 સુધીના જ ધાર્મિક ડેટા ઉપલબ્ધ છે.
ભારતમાં હજુ પણ મુસ્લિમોમાં સૌથી વધુ પ્રજનન દર છે. આ પછી હિન્દુઓમાં 2.1, જૈન ધર્મમાં સૌથી ઓછો પ્રજનન દર 1.2 છે. આ પેટર્ન વર્ષ 1992 જેવી જ છે. તે સમયે પણ મુસ્લિમોમાં પ્રજનન દર સૌથી વધુ 4.4 હતો. આ પછી હિન્દુઓમા્ં 3.3 હતો.
ભારતના ધાર્મિક જૂથો વચ્ચે બાળજન્મનું અંતર સામાન્ય રીતે પહેલા કરતા ઓછું છે. 1992માં મુસ્લિમ મહિલાઓને હિંદુ મહિલાઓ કરતાં સરેરાશ 1.1 વધુ બાળકોની અપેક્ષા હતી, પરંતુ 2015 સુધીમાં આ તફાવત ઘટીને 0.5 થઈ ગયો છે.
2011ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર, ભારતમાં સૌથી વધુ વસ્તી (79.8 ટકા) હિંદુઓની છે, જે 2001ની વસ્તી ગણતરીની સરખામણીમાં 0.7 ટકા ઓછી છે. જ્યારે મુસ્લિમોની વસ્તી જે 2001માં 13.4 ટકા વધી હતી તે 2011માં 14.2 ટકા થઈ ગઈ હતી. 4.4 ટકાનો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
