For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FACTS: ઇઝરાયેલની આ 5 વાતો આગળ અમેરિકા પણ પાણી ભરે!

પીએમ નરેન્દ્ર મોદી જે ઇઝરાયેલ દેશની મુલાકાત લેશે તેની 5 ખાસ વાતો. ઇઝરાયેલની સૈન્ય શક્તિ અમેરિકા અને રશિયા કરતા પણ છે સશક્ત.

|
Google Oneindia Gujarati News

ઇઝરાયેલ અને ભારતની વચ્ચે વર્ષ 1992થી સંબંધો સુધરવા લાગ્યા હતા પણ તેમ છતાં કોઇ પણ ભારતીય વડાપ્રધાન અત્યાર સુધીમાં કદી પણ ત્યાંની મુલાકાત નથી લીધી. બન્ને દેશોના સંબંધો પૂર્ણ થવાના 25 વર્ષ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલના ત્રણ દિવસના પ્રવાસ પર છે ત્યારે ઇઝરાયેલ વિષે તેવું ધણું છે જે વિષે જાણવા જેવું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારની દ્રષ્ટીએ ઇઝરાયેલ માંડ રાજસ્થાન જેટલો પ્રદેશ ધરાવે છે પણ તેની અનેક વાતો તેવી છે જે તેને અમેરિકા અને રશિયાથી પણ વધુ તાકાતવાન માને છે. ત્યારે જાણો ઇઝરાયેલની આ 5 ખાસ વાતો.

મિલેટ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ

મિલેટ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ

ઇઝરાયેલના મિલેટ્રી ટ્રેનિંગ પ્રોગ્રામમાં દેશના તમામ યુવાઓ જોડાવવું ફરજિયાત છે. અહીં હાઇસ્કૂલ પાસ યુવાઓને ફિઝિક્સ અને મેથેમેટિક્સની ટ્રેનિંગ સાથે જ કડક મિલેટ્રી ટ્રેનિંગ પણ આપવી પડે છે. વધુમાં અહીંના હાવાત્ઝાલોટ નામના કાર્યક્રમમાં દરેક ક્લાસના 50 થી 60 ટકા શારિરીક રીતે મજબૂત યુવાઓને જોડવામાં આવે છે. અને આ પ્રોગ્રામ 9 વર્ષ સુધી ચાલે છે. અહીંના તમામ લોકોને બેઝિક મેલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે.

માર્શલ આર્ટ

માર્શલ આર્ટ

ઇઝરાયેલ પાસે પોતાની માર્શલ આર્ટ ક્રાવ માગા છે. જેને એક જર્મન જ્યૂઇશ બોક્સરે વિકસાવી હતી. હોલોકોસ્ટ પછી સામાન્ય નાગરિકોની શારીરિક રક્ષા માટે આ સેવાનો અવિષ્કાર થયો હતો. આ માર્શલ આર્ટ દ્વારા વુદ્ધોને પણ તેમની રક્ષા કરતા શીખવવામાં આવે છે. આ ટ્રેનિંગ તેવી રીત શીખવવામાં આવે છે જેથી કરીને વિપક્ષી કોઇ પણ વ્યક્તિ તમારા પ્રાણ ના લઇ શકે. આ માર્શલ આર્ટને સેનાનો એક ભાગ પણ બનાવવામાં આવ્યો છે.

ડ્રોન

ડ્રોન

દુનિયા જ્યારે ડ્રોન વિષે વિચારી રહી હતી ત્યારે ઇઝરાયેલે ડ્રોનનો પ્રયોગ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી. ઇઝરાયેલ મિલેટ્રીએ યોમ કિપ્પુર વોરના સમયે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ડ્રોનને અમેરિકી ડ્રોન પ્રિડેટરનો પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. અમેરિકા પછી ઇઝરાયેલ દુનિયામાં સૌથી વધુ ડ્રોન બનાવે છે.

એન્ટી મિસાઇલ્સ

એન્ટી મિસાઇલ્સ

ઇઝરાયેલ પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. ઇઝરાયેલના આયરન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે તેને ડિઝાઇન કર્યું છે. તે મોર્ટારથી પોતાની રક્ષા કરી શકે છે. અને તેનું ઇન્ટરસેપ્શન રેટ 87 ટકા સુધી છે. વધુમાં ઇઝરાયેલ એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. અને ઇઝરાયેલની તેવી સિસ્ટમ બનાવી રહી છે જેનાથી ટેન્ક અને શિપ્સની પણ રક્ષા થઇ શકે.

કિડોન

કિડોન

કિડોન એક હિબ્રુ શબ્દ છે. તેને ઇન્ટેલીજન્સ એજન્સી મોસાદ પ્રયોગ કરે છે. આ એક પ્રશિક્ષિત ટીમ છે જે કોઇ પણ હત્યા કરવા સક્ષમ છે. આ ટીમ વેસ્ટ એશિયામાં મોટા પ્રમાણમાં કામ કરે છે. આ ટીમને દુનિયાની સૌથી ખતરનાક ટીમ માનવામાં આવે છે. તેમની સફળતાનો આંકડો 80 ટકા છે. મોસાદના ચીફ રહી ચૂકેલા મીર દાગન વિષે માનવામાં આવે છે કે તેમણે એવી કિડોન ટીમ તૈયાર કરી છે જે તેમના 200 વધુ લોકોને ટાર્ગેટ કરી શકે છે.

English summary
Prime Minister Narendra Modi has left for his historic Israel visit. Here are few things you must know about the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X