
ઘણીવાર પુરુષ કરે છે ગ્રુમિંગ સાથે જોડાયેલી આ ભૂલો
હવે એ સમય નથી રહ્યો જ્યારે પોતાને સજાવવામાં માત્ર મહિલાઓ જ કલાકોનો સમય લગાવતી હોય. આજે મહિલા અને પુરુષ બંને પોતાની ગ્રુમિંગ (દેખરેખ) પર ખૂબ ધ્યાન આપે છે. પરંતુ હજુ પણ ઘણા પુરુષ પોતાની ગ્રુમિંગ ખોટી રીતે કરે છે. જો તમે પણ આ ભૂલો કરો છો તો તેનો અર્થ એ કે તમે પોતાની ગ્રુમિંગ બરાબર નથી કરી રહ્યા.

વધુ પડતી સુગંધ પણ ખોટી છે
મોટાભાગના પુરુષ છોકરીઓને આકર્ષિત કરવા માટે વધુ પડતુ પરફ્યુમ કે ડિયો વગેરેનો ઉપયોગ કરે છે. ડિઓડ્રન્ટ કે પરફ્યુમ વધુ પડતુ લગાવવુ પણ નુકસાનકારક થઈ શકે છે. એવુ ન થાય કે તમારી સુગંધથી લોકના નાક જ બંધ થઈ જાય.

શેવિંગ
આજકાલ દાઢીવાળો લુક બહુ ચલણમાં છે પરંતુ તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી શેવિંગ ન કરવાથી એવુ પણ લાગી શકે છે કે તમે તમારુ બિલકુલ ધ્યાન નથી રાખતા. દાઢીવાળો લુક દરેકને શૂટ નથી કરતો. તેને તમે ટ્રિમરની મદદથી ટ્રિમ કરી શકો છો. વળી, જો તમે કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોવ તો તમારે રેઝરથી શેવ કરવી જરૂરી છે. આવી જગ્યાઓએ ક્લીન શેવ લુક જ યોગ્ય રહે છે.
આ પણ વાંચોઃ વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પર અભિનેત્રીએ આપ્યો આ જવાબ

ત્વચાનું ધ્યાન ન રાખવુ
અમુક પુરુષોને એ ગેરસમજ હોય છે કે સ્કિન કેર તો માત્ર છોકરીઓ માટે હોય છે. પુરુષોની સ્કીન તો થોડી કડક જ હોય છે પરંતુ તેમછતાં તેમને એજિંગ, કરચલી અને અન્ય સ્કીન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માટે તમારી સ્કીનને પણ મૉઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. રોજ ફેસવૉશ ઉપયોગ કરો અને પોતાની સ્કીનને યુવાન અને હાઈડ્રેટ રાખવા માટે બહુ બધુ પાણી પીવો.

વાળમાં જેલનો ઉપયોગ કરો
સલુનમાં જઈને કોઈ પ્રોફેશનલની મદદથી પોતાના વાળ પ્રમાણે હેર સ્ટાઈલ બનાવો. ઘરે એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ ના કરો જે તમારા વાળના ટાઈપને સૂટ ના કરતા હોય. ઘણીવાર પુરુષ પોતાના વાળ પર જેલનો બહુ વધુ પડતો ઉપયોગ કરે છે. જેલને આંગળીઓથી વાળ પર લગાવો. શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરવાનુ ના ભૂલો.

દાંતની સફાઈ
મોઢાની સફાઈ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો તમે ઘણા લોકો વચ્ચે કરતા હોય તો મોઢાની સફાઈ વધુ જરૂરી બની જાય છે. ઘણા પુરુષ એ વાતને નજરઅંદાજ કરી દે છે. રોજ માઉથવૉશનો ઉપયોગ કરો અને પોતાની પાસે મિન્ટ વગેરે પણ રાખો. કોઈ મીટિંગ કે ડેટ પર જતા પહેલા લસણ અને ડુંગળી ન ખાવ.