• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 એવી ભૂલો, જે ક્રિકેટના ભગવાનથી થઇ હતી...!!

By Kumar Dushyant
|

સચિન રમેશ તેંડુલકર. માફ કરજો! ભારત રત્ન સચિન તેંડુલકર. એક એવો જીનિયસ, જેને પોતાના બેટ વડે 22 ગજની પટ્ટી પર સફળતાની એવી શૈલી લખી કે જેને ધૂંધળી પડતાં વર્ષો વિતી જશે.

એક એવો ખેલાડી, જે પોતાની લગન, ટેક્નિક અને જુનૂન વડે ક્રિકેટમાં આ સ્થાન સુધી પહોંચ્યો, જ્યાં લોકો તેને ક્રિકેટરના રૂપમાં ઓછો અને પોતાને ભગવાન તરીકે વધુ ઓળખે છે. તે મેદાન છોડીને ગયો, દેશવાસીઓના આંખમાં આંસુ વહેવા લાગ્યા.

પરંતુ સચિન તેંડુલકર ભગવાન નહી, પરંતુ એક સામાન્ય માણસ છે. એમ સાબિત કરનારા ઘણા કિસ્સાઓ છે પરંતુ તેમનો તેમનો ઠાઠ કંઇક એવો છે કે નિવૃતિના અવસર પર કોઇ પણ તેમને ઠેસ પહોંચાડે તેનો પ્રશ્ન પૂછવા માંગતું નથી.

આમ તો તેમની સફળતા અને રેકોર્ડ પર એક પુસ્તક લખી શકાય, પરંતુ ત્રણ એવી ઘટનાઓ છે, જેના પર સચિન તેંડુલકરનું મૌન કેટલાક પ્રશ્નોને જન્મ આપે છે. બદનસીબ એવું છે કે તેમની વિદાય બાદ પણ આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કોઇ સંવાદદાતાએ કર્યો નહી. અને ના તો સચિન તેંડુલકરે આ જુના ખા પર મલમ લગાવવાની જહેમત ઉઠાવી. ત્રણ ઘટનાઓ જે 'ભગવાન'ને પ્રશ્ન કરવાનો દુસાહસ કરે છે.

આ પાંચ ભૂલો વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ફરારી પર ડ્યૂટીમાં કેમ માંગી છૂટ?

ફરારી પર ડ્યૂટીમાં કેમ માંગી છૂટ?

આ વાત 2002ની છે, જ્યારે તેમને ફિઆટે ચમચમાતી ફરારી ભેટ આપી હતી. સચિન તેંડુલકરે તે સમયે ફિઆટને એંડોર્સ કરતા હતા અને આ તેનું જ ઇનામ હતું. પરંતુ કાર ઇમ્પોર્ટ કરતી વખતે આપવામાં આવતી ડ્યૂટી ચૂકવવાના બદલે તેમને એનડીએ સરકાર પાસે છૂટ આપવાનો આગ્રહ કર્યો. સરકારે સચિન તેંડુલકરની વાત માની લીધી. પરંતુ રૂપિયાના ઢગલા પર બેસીને માસ્ટર બ્લાસ્ટરે 1.13 કરોડની આ છૂટ માંગીને પોતાની વિરૂદ્ધ કેટલાક પ્રશ્નો ઉભા કરી દિધા હતા, જેના જવાબ આ જ સુધી મળ્યા નથી. નવાઇ વાત એ છે કે આ કાર પછી તેમણે વેચી દિધી હતી.

જ્યારે 'ભગવાને' બોલ સાથે કર્યા ચેડાં!

જ્યારે 'ભગવાને' બોલ સાથે કર્યા ચેડાં!

દુનિયા સચિન તેંડુલકરનું સન્માન કરે છે, પરંતુ આ ઘટનાના વર્ષ પહેલાં 2001માં દક્ષિણ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથમાં કંઇક એવું બન્યું જે આજે પણ દિલમાં તાજા છે. કેપ્ટન સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકરને બોલ પકડાવ્યો અને પોતાની ચાર ઓવરના સ્પેલમાં સચિન તેંડુલકરના હાથ પર કેમરો ફરી રહ્યો હતો, તો તે બોલ સાથે ચેડાં કરતાં જોવા મળ્યો. મેચ રેફરીએ તેમને હળવી સજા આપતાં ફક્ત એક મેચ પર બેન લગાવ્યો. આ સાથે જ કેટલાક બીજા ખેલાડીઓ પર જરૂરિયાતથી વધુ અપીલ કરવાનો પણ આરોપ લાગ્યો. પરંતુ બીસીસીઆઇનું ચાલ્યું. બોર્ડે પોતાની જીદ પકડી રાખી અને પછી આઇસીસીને પ્રતિબંધ હટાવવો પડ્યો. એ પણ બની શકે છે કે સચિન તેંડુલકર પોતાની ભૂલ સ્વિકારીને એક મેચની સજા ભોગવી લેતાં અને પ્રકરણ ખતમ થઇ જતું. આ દ્રશ્ય આજે પણ યૂટ્યૂબ પર જોઇ શકાય છે.

મંકીગેટ કાંડે પણ પ્રશ્નો ઉભા કર્યા

મંકીગેટ કાંડે પણ પ્રશ્નો ઉભા કર્યા

ત્રીજી ઘટના 2008ની છે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં રમી રહી હતી. હરફનમૌલા કાંગારૂ ખેલાડી એંડ્ર્યુ સાઇમન્ડસ સાથે ભારતીય ફિરકી બોલર હરભજન સિંહ પર વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. સચિન તેંડુલકર તે સમયે પીચ પર હાજર હતા અને તેમને કહ્યું કે હરભજન સિંહે એવું કંઇ નથી કહ્યું. પરંતુ તેમની દલીલ મેચ રેફરીએ નકારી કાઢી હતી. અને આનાથી સચિનને ખોટો ગણવામાં આવ્યો હોય એમ પ્રમાણે જોવામાં આવ્યું અને હોબાળો મચ્યો. પછી એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે સચિન તેંડુલકરની ભૂમિકા આ મુદ્દે સંદિગ્ધ રહી. પરંતુ અનિલ કુંબલેનું કહેવું છે કે તેમનું આગામી પુસ્તક આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે. પરંતુ સચિન તેંડુલકર ક્યારેય બોલ્યા નથી.

ફિક્સિંગનો ડંખ, સચિન મૌન

ફિક્સિંગનો ડંખ, સચિન મૌન

મહેન્દ્ર સિંહ ધોની જ્યાર્‍એ ટીમની સાથે 2013 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ઇગ્લેંડ રવાના થઇ રહ્યાં હતા, તો તેમને સૌથી વધુ પ્રશ્નો આઇપીએલમાં ફિક્સિંગને લઇને થયા હતા. પરંતુ ધોનીએ આ સાથે જોડાયેલા એકપણ પ્રશ્નનો જવાબ આપવાની મનાઇ કરી દિધી. કંઇક આવું જ વલણ 2000માં સચિને પણ અપનાવ્યું હતું. જ્યારે સચિન તેંડુલકરને પૂછવામાં આવ્યું હતું કે તે આ મુદ્દે કેમ કંઇ બોલતા નથી, તો તેમને જવાબ આપ્યો, ''મારા માટે રમત ઉપરાંત કંઇ ન કહેવું સ્વાભાવિક વાત છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ પ્રકારના મુદ્દે પણ કંઇ કહેવાની ના પાડે છે. આપણે નિયમ પ્રમાણે ચાલીએ છીએ.'

ગાંગુલી-ગ્રેગ મુદ્દે મૌન સાધ્યું

ગાંગુલી-ગ્રેગ મુદ્દે મૌન સાધ્યું

ગ્રેગ ચેપલ અને સૌરવ ગાંગુલી વચ્ચે 2005ના અંતમાં અને 2006ની શરૂઆતમાં એક વિચિત્ર મેચ રમવામાં આવી હતી. આ વિવાદનું કારણ ગાંગુલીને કેપ્ટનશીપ ગુમાવવી પડી અને ટીમમાં તેમનું સ્થાન ખતમ થઇ ગયું. દેશભરમાં આ વિવાદને લઇને હોબાળો મચ્યો. સૌરવ ગાંગુલીના ગૃહ રાજ્ય પશ્વિમ બંગાળથી માંડીને સાંસદ સુધી આ વિશે જોરદાર નિવેદનબાજી થઇ. અંતે સૌરવ ગાંગુલીનો ટીમમાં પાછો સમાવેશ કરવામાં આવ્યો અને તે 2007માં વર્લ્ડકપ રમ્યા. આ આખા ઘટનાક્રમ દરમિયાન સચિન તેંડુલકરના મૌને કેટલાક પ્રશ્નોને જન્મ આપ્યો. સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચેપલ એમ બંનેસાથે સચિનને સારું બનતું હતું અને તેમના કદનું જોર પણ એવું હતું કે તે વચ્ચે-વચ્ચે બચાવ પણ કરતા હતા. પરંતુ એવા કોઇ સમાચાર આવ્યા નહી કે તેમને આ દિશામાં કોઇ પ્રયત્ન કર્યો હોય. સ્પષ્ટ છે કે આવી સ્પષ્ટ આપી શકાય કે સચિને વિવાદોથી દૂર રહેવા માટે મૌન રહેવું યોગ્ય સમજ્યું. પરંતુ એવા ઘણા અવસરો હતા, જ્યારે દેશ તેમના મૌનનો જવાબ માંગી રહ્યો હતો.

English summary
Five mistakes, done by God of cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more