Flying River : શું હોય છે ફ્લાઈંગ રિવર? જાણો કેમ પૂરનું કારણ બની રહી છે?
છેલ્લા કેટલાક સમયથી દુનિયાના ઘણા દેશોમાં નદીઓના પૂરને કારણે ભયાનક તબાહીઓ જોવા મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમ થવા પાછળ ફ્લાઈંગ રિવરને જવાબદાર માનવામાં આવે છે.
હવે આ સ્થિતીમાં તમને સવાલ થતો હશે કે આખરે આ ફ્લાઈંગ રિવર છે શું અને કેવી રીતે વિનાસનું કારણ બને છે? આ બાબત આજે અમે તમને વિગતે સમજાવવાના છીએ.

વૈજ્ઞાનિકોના મતે, ગ્લોબલ વોર્મિંગના કારણે ભેજમાં ભારે વધારા સાથે એક પ્રકારનું તોફાન સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે. આ વાવાઝોડાને એટમોસ્ફેરિક રિવર તરીકે ઓળખવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો આકાશમાં સર્જાતા આ તોફાનોને ફ્લાઈંગ રિવર એટલે કે ઉડતી નદીઓ અથવા વાતાવરણની નદીઓ પણ કહેવામાં આવે છે.
આ પાણીની વરાળના રિબન બેન્ડ જેવા હોય છે, જે ગરમ સમુદ્રમાંથી બાષ્પીભવન દ્વારા રચાય છે અને દેખાતા નથી. આ વરાળ વાતાવરણના નીચેના ભાગમાં એક પ્રકારની પટ્ટી બનાવે છે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી ઠંડા પ્રદેશોમાં જાય છે અને વરસાદ અથવા બરફના રૂપમાં પડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ વિસ્તારમાં પૂર અથવા વિનાશક બરફવર્ષા કરવા માટે તે આ પુરતુ વિનાશક હોય છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં પૂરની સ્થિતીમાં મોટો વધારો થયો છે. આ પૂરને કારણે હજારો લોકોના જીવ ગયા છે અને અરબો રૂપિયાની સંપતિનો વિનાશ થયો છે.












Click it and Unblock the Notifications
