For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીઓમાં પેટ સંબંધી બીમારીઓ વધી જાય, ખાણી-પીણીમાં આ વાતનું રાખો ખાસ ધ્યાન

ગરમીઓમાં પેટ સંબંધી બીમારીઓ વધી જાય, ખાણી-પીણીમાં આ વાતનું રાખો ખાસ ધ્યાન

|
Google Oneindia Gujarati News

ધોમ ધખાવતો તડકો પડવા લાગ્યો છે, આની સાથે જ તાવ, ડિહાઈડ્રેશન અને પેટ સંબંધી સમસ્યાઓ પણ સામે આવવા લાગી છે. જેમ જેમ ગરમી વધે છે પાચન સંબંધી સમસ્યાઓ પણ વધવા લાગે છે. માટે ગરમીમાં ખુદને સ્વસ્થ રાખવા અને તમારા શરિરનું ધ્યાન આપવા માટે કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે. ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

ગરમીઓમાં આ સમસ્યા સર્જાય છે

ગરમીઓમાં આ સમસ્યા સર્જાય છે

ગૈસ્ટ્રેએંટેરિસ એક એવી સમસ્યા છે જે ગરમીઓના મોસમમાં તમામ ઉંમરના લોકોમાં જોવા મળે છે. ઉલ્ટી, લૂઝ મોશન, ટોયલેટ દરમ્યાન લોહી નિકળવું, ડિહાઈડ્રેશન જેવાં તેના લક્ષણો છે. ગરમીના મોસમમાં કમળો એવો રોગ છે જે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે.

ગરમીના મોસમમાં થતી મોટાભાગની સમસ્યા અનહેલ્ધી ભોજન અને દૂષિત પાણીની સાથે જ અવ્યવસ્થિત જીવન શૈલીનું કારણ હોય છે. ટાયફોઈડ નામનો તાવ પણ ગરમીઓમાં લોકોને થાય છે.

અન્ય સમસ્યાઓમાં મિરગીનો હુમલો, ગેસ થવો વગેરે સામેલ છે. આ ઉપરાંત ગરમીને પગલે રક્ત વાહિકાઓ અને કોશિકાઓ પાતળી થાય છે. ગરમીઓ દરમ્યાન આ તમામ સમસ્યાઓથી બચવા માટે અમે તમને ખાણી-પીણી સંબંધિત જરૂરી વાતો જણાવી રહ્યા છીએ જેને તમે તમારી ડાયટનો ભાગ બનાવી લો.

ખાવામાં આ ચીજો સામેલ કરો

ખાવામાં આ ચીજો સામેલ કરો

ગરમીઓમાં સૌથી જરૂરી છે હળવો ભોજન કરવું. સુનિશ્ચિત કરો કે તેમાં ફાઈબર યુક્ત ભોજન જેવાં કે તાજાં ફળ, શાકભાજી, દાળ, બીન્સ અને ફળાદી સામેલ હોય. તમારી પાચન પ્રક્રિયાને આસાન બનાવવા માટે ઓછા સમયમાં નિયમિત ભોજન લો. લીલી સબ્દીઓ જેવી કે ટમેટાં, તરબૂચ, કાકડી, અનાનસ જેવા ખાદ્ય પદાર્થો ખાવ જે તમને લાંબા સમય સુધી હાઈડ્રેટ રહેવામાં મદદ કરશે.

તમારી ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સ અને નટ્સ સામેલ કરવાનું ભૂલશો નહિ. આ ઉપરાંત તમે ખજૂર પણ ખાઈ શકો છો. પ્રોટીન, આયરન, ફાઈબર, કેલ્શિયમ અને વિટામીનથી ભરપૂર હોય છે.

ગરમીમાં પરસેવો અને અન્ય પ્રક્રિયા દ્વારા શરીરથી ઘણું પાણી બહાર નિકળે છે. માટે ખુબ પાણી પીવો. પાણી ના પીવાથી કબજીયાત અને ડિહાઈડ્રેશન થઈ શકે છે. નારિયેળ પાણી પણ બહુ કામની ચીજ છે. જે પેટમાં એસિડના સ્તરને બેઅસર કરવામાં મદદ કરી શકે છે અને ગરમી ઓછી કરે છે.

દહીનું સેવન કરો. આ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં રહેલા બેક્ટેરિયા તમારી પાચન પ્રક્રિયાને આસાન કરી શકે છે.

ડાયેટમાંથી આ ચીજોને બહાર રાખો

ડાયેટમાંથી આ ચીજોને બહાર રાખો

તમને મસાલેદાર, તળેલું અને જંક ફૂડ્સ ખાવાં પસંદ હોય શકે છે પરંતુ ગરમી દરમ્યાન તેનું સેવન સ્વાસ્થ્ય માટે ઠીક નથી. માટે આવા ખોરાકથી દૂરી બનાવી રાખો. આ પેટમાં સોજો વધારી શકે છે. માટે પિજ્ઝા, ચિપ્સ અને બેકરીની ચીજોથી બચવાની કોશિશ કરો.

રસ્તાના કાંઠે અથવા ગંદગી પાસે વેચાઈ રહેલી ચીજો ખાવાથી બચો. આનાથી ફૂડ પૉયજનિંગ થઈ શકે છે. ઘરમાં રાખેલો વાસી ખોરાક ખાવાનું ટાળો.

મહાભારતના એક્ટર સતીશ કૌલનું કોરોના વાયરનસથી નિધનમહાભારતના એક્ટર સતીશ કૌલનું કોરોના વાયરનસથી નિધન

English summary
Food to consume and avoid during summer to stay fit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X