Friendship Day 2024 : ફ્રેન્ડશિપ ડે પર જુઓ દોસ્તી પર બનેલી આ શાનદાર ફિલ્મો, આ રહ્યું પુરૂ લિસ્ટ
Friendship Day 2024 : ઓગસ્ટ મહિનાના પહેલા રવિવાર એટલે કે આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થઈ રહી છે. ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનને તમે દોસ્તો પર બનેલી ફિલ્મોથી ચાર ચાંદ લગાવી શકો છે.
દોસ્તી પર બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી ઘણી ફિલ્મો બની છે. આજે અમે આવી જ કેટલીક શાનદાર ફિલ્મોની યાદી તમારા માટે લાવ્યા છીએ.

શોલે - 1975
બોલિવૂડ ફિલ્મ શોલે 15 ઓગસ્ટ 1975ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચે ગાઢ મિત્રતા બતાવવામાં આવી હતી. ફિલ્મનું ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગે ઘણું ફેમસ થયું હતું.
કુછ કુછ હોતા હૈ
કુછ કુછ હોતા હૈથી ફ્રેન્ડશિપ બેન્ડનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની મિત્રતા બતાવવામાં આવી હતી. આ ફિલ્મ આજે પણ એટલી જ પોપ્યુલર છે.
3 ઈડિયટ્સ
બોલિવૂડ માસ્ટરપીસ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 3 ઈડિયટ્સ એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન અને શર્મન જોશીની મિત્રતા દર્શાવવામાં આવી છે.
દિલ ચાહતા હૈ
દિલ ચાહતા હૈ ફિલ્મમાં આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાનની મિત્રતા બતાવવામાં આવી છે.
યે જવાની હૈ દીવાની
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં એક લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. જો કે આ ફિલ્મ મિત્રતાની આસપાસ ફરતી હતી.
ઝિંદગી ના મિલેગી દોબારા
બોલિવૂડ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા મિત્રો માટે એક પરફેક્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં મિત્રતાને લઈને એક મોટો મેસેજ છે.












Click it and Unblock the Notifications
