• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો દેશના કયા નેતા કેટલું નીચોવે છે 'દેશનું તેલ'

By Kumar Dushyant
|

સરકારના એક જવાબદાર મંત્રીના નિવેદને દેશને આકરો ઝટકો આપી દિધો છે. લોકોને સરકાર પાસે આ મંદી અને વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કંઇ સારું સાંભળવાની આશા નથી પરં મંત્રીના નિવેદને જેમ કે લોકોના દાઝ્યા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. અમે વાત કરી રહી રહ્યાં છીએ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ડૉ. એમ વિરપ્પા મોઇલીની.

વિરપ્પા મોઇલીએ રાત્રે 8 વાગ્યા બાદ દેશભરમાં પેટ્રોલ પંપ બંધ કરી દેશમાં ઓઇલની ખપત પર લગામ કસવાની કવાયદ કરી હતી. પરંતુ સરકારને આ વાત પસંદ ન આવી. પરંતુ દેશમાં ઇંઘણની ખપત રોકવાથી આ સમસ્યાનું સમાધાન શક્ય નથી.

દેશની જનતા ઇંઘણની ઘપત જેટલી કરે છે. તેટલી તેની જરૂરિયાત છે કારણ વિના કોઇ પૈસા ફૂંકતા નથી. પરંતુ શું તમે દેશની સરકાર ચલાવનાર રાજકારણીઓ પર નજર કરી છે તે કેટલું ઇંઘણ વાપરે છે. જો કે ઇંઘણની માત્રાનું ઠીકઠાક અનુમાન લગાવવું શક્ય નથી પરંતુ તેમના વાહનોના ઝૂંડને જોઇને નિશ્વિતપણે અંદાજો લગાવી શકાય છે. તો આવો જોઇએ દેશના મુખ્યમંત્રી અને સાંસદોની શાહી સવારીઓ પોતાના પ્રવાસમાં કેટલું ઇંઘણ વાપરે છે.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ

સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા દેશના વડાપ્રધાન મનમોહન સિંહથી આમ તો આપણા વડાપ્રધાન પાસે પોતાની એક મારૂતિ 800 જ છે જેનો ઉલ્લેખ તેમને પોતાની સંપત્તિના વિવરણમાં કર્યો હતો. પરંતુ આ ઉપરાંત આધિકારિક રીતે તેમના કાફલામાં કુલ 10 કારો છે જેમાં બીએમડબ્લૂની સુપરલક્સરી કાર 7 સીરીજ, ટાટા સફારી, મર્સડીઝ બેંઝ જેવી કારો છે. આપણે આ વાતની મનાઇ ના કરી શકીએ કે તેમની પાસે આ કારો ન હોવી જોઇએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ

આમ તો ઉત્તર પ્રદેશમાં સાઇકલ થી સરકારને સત્તામાં લાવનાર યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવ લેપટોપ વિતરણમાં વ્યસ્ત રહે છે. પરંતુ તેમના કાફલામાં સરકારી એમ્બેસેડર અને સારી એસયૂવી કારો સહિત કુલ 30 વાહન યુપીની છાતી પર દોડે છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે પછી કહેવામાં આવે કે વર્તમાન સરકારની સર્વેસર્વા, સોનિયા ગાંધીના કાફલામાં કુલ 4-5 ગાડીઓ ઉપલબ્ધ છે. જેમાં 4 ટાટા સફારી એસયૂવી અને 1 સુપરલક્સરી એસયૂવી રેંજ રોવર ઉપલબ્ધ છે.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પણ લક્સરી એસયૂવીનો ખૂબ શોખ છે. તેમના કાફલામાં કુલ 25 ફોર્ડ ઇંડેવર એસયૂવી ઉપલબ્ધ છે.

પીએમ ઇન વેટિંગ લાલકૃષ્ણ અડવાણી

પીએમ ઇન વેટિંગ લાલકૃષ્ણ અડવાણી

ભાજપના વડીલ નેતાઓમાંના એક, લાલકૃષ્ણ અડવાણી આમ તો સત્તા સુખથી લાંબાગાળાથી વંચિત રહ્યાં છે. પરંતુ તેમના કાફલામાં 6 ગાડીઓ ઉપલબ્ધ છે. જેમાં 5 સરકારી એમ્બેસેડર અને 1 જામર ટેક્નોલોજીથી સુસજ્જ ટાટા સફારી એસયુવી ઉપલબ્ધ છે.

પંજાબી બાદલ બંધુ

પંજાબી બાદલ બંધુ

પંજાબમાં શરૂથી જ દમદાર એન્જીન ક્ષમતાવાળી એસયૂવી વાહનોનો ક્રેજ રહ્યો છે અને તેની અસર ત્યાંના સત્તાધારી પર પણ ખૂબ જોવા મળે છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ડેપ્યુટી સીમ સુખબીર સિંહ બાદલના કાફલામાં કુલ 51 ગાડીઓ ઉપલબ્ધ છે. આ બંધુ બુલેટપ્રુફ ટોયોટો લેંડ ક્રુજરમાં ફરે છે.

ઉમર અબ્દુલા

ઉમર અબ્દુલા

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાના શાહી કાફલામાં કુલ 10-25 ગાડીઓ ઉપલબ્ધ છે. જેમાં મહિન્દ્રા સ્કૉર્પિયો, ટાટા સફારી, રેજ રોવર સામેલ છે.

પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ ચૌહાણ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણના કાફલામાં 6 ગાડીઓ ઉપલબ્ધ છે. જેમાં ટાટા સફારી, મહિન્દ્રા સ્કૉર્પિયો અને મારૂતિ જીપ્સી સામેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં 10-12 ગાડીઓ સામેલ છે. જેમાં મોટાભાગની મહિન્દ્ર સ્કૉર્પિયો જ છે.

શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શેવરલેની કેપ્ટિવામાં મુસાફરી કરે છે. તેમના કાફલામાં એક જીપ્સી સામેલ હોય છે, જેને પાયલોટ કાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ચાર એમ્બેસેડર કાર પણ સામેલ હોય છે.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સૌથી નાના કાફલામાં મુસાફરી કરે છે. તેમના પ્રવાસ દરમિયાન માત્ર 5 ગાડીઓ સામેલ હોય છે. પરંતુ જ્યારે તે કલકત્તાથી બહાર નિકળે છે તો તેમના કાફલામાં વાહનોની સંખ્યા વધી જાય છે.

નીતિશ કુમાર

નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલામાં લગભગ 12 ગાડીઓ ઉપલબ્ધ હોય છે. આમ તો નીતિશ કુમાર સરકાર એમ્બેસેડર કારમાં મુસાફરી કરે છે પરંતુ અંતર મુજબ પોતાના કાફલામાં એસયુવી વાહનોનો સમાવેશ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શાહી સવારી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શાહી સવારી

દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આધિકારીક રીતે મર્સડીઝની લિમોજિન પુલમેનમાં સફર કરે છે. નિસંદેહ તેમના કાફલામાં ઘણા વાહનો સામેલ થાય છે. મર્સડીઝ એસ 600 પુલમેન કાર યાત્રા દરમિયાન એકદમ આરામદાયક હોય છે. આ કારની લંબાઇ કુલ 6356 મીમી છે, જો કે કારમાં સારી એવી મોકળાશ મળે છે.

રાહુલ ગાંધીની સવારી

રાહુલ ગાંધીની સવારી

રાહુલ ગાંધીના કાફલામાં ઘણી કારો સામેલ છે. જેમાં મુખ્ય ઇનોવા, ટાટા સફારી અને પજેરો સામેલ છે.

રાહુલની સફારી

રાહુલની સફારી

કોઇ કાર્યક્રમ દરમિયાન પોતાની એસયૂવી ટાટા સફારીમાં બહાર આવતાં રાહુલ ગાંધી. તમને જણાવી દઇએ કે દેશના રાજકારણીઓમાં ટાટા સફારીનો જબરજસ્ત ક્રેજ છે.

મિત્સુબિશી પજેરો

મિત્સુબિશી પજેરો

મિત્સુબિશીની લક્સરી એસયૂવી પજેરોમાં મુસાફરી કરતાં રાહુલ ગાંધી. રાહુલ અંતર મુજબ અલગ-અલગ વાહનોની પસંદગી કરે છે.

English summary
Petroleum Minister Veerappa Moily has asked for petrol pumps to be shut post 8PM. The logic being wastage of fuel by consumers. But is this practical? Could this actually start illegal petrol trade? Most of all, does this hypocritic decision take into account excessive fuel use by MPs?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more