For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરૂડ પુરાણ પ્રમાણે આ વ્યક્તિઓના ઘરે ન કરવું જોઈએ ભોજન

ગરુડ પુરાણ એ 18 પુરાણોમાંથી એક છે જેની રચના વેદ વ્યાસે કરી હતી. તેમાં 279 અધ્યાય અને 18 હજાર શ્લોક છે.

|
Google Oneindia Gujarati News

ગરુડ પુરાણ એ 18 પુરાણોમાંથી એક છે જેની રચના વેદ વ્યાસે કરી હતી. તેમાં 279 અધ્યાય અને 18 હજાર શ્લોક છે. ગરુડ પુરાણમાં માનવજાતિના માર્ગ દર્શન માટે ઘણી ઉપયોગી વાતો લખેલી છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવાયું છે કે કેટલાક લોકો એવા છે જેમના ઘરે ભોજન ન કરવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ જેવું ભોજન કરે છે, તેનું મન પણ તેવું જ થઈ જાય છે. જ્યારે ભોજન નકારાત્મક વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે તેની અસર પણ નકારાત્મક જ થઈ જાય છે. અને તે ભોજન ગ્રહણ કરનાર વ્યક્તિના મન અને મગજ પર પણ એવી જ અસર પાડે છે.

ભારતીય સંસ્કૃતિમાં સગા સંબંધીઓ અને મિત્રોના ઘરે ભોજન કરવું એ સામાન્ય વાત છે. પરંતુ ગરુડ પુરાણમાં એવા વ્યક્તિઓની યાદી આપવામાં આવી છે, જેમના ઘરે ભોજન ન કરવું જોઈએ. આ યાદી એ વાતનો સંકેત પણ આપે છે કે તમારે એવા વ્યક્તિઓ સાથે સંબંધ પણ ન વધારવા જોઈએ.

ગુનેગાર કે ચોર

ગુનેગાર કે ચોર

ગુનો કરનાર વ્યક્તિના ઘરે ક્યારેય ભોજન ન કરવું જોઈએ. ગરુડ પુરાણ પ્રમાણએ જ્યારે કોઈ વ્યક્તિ ચોર કે ગુનેગારના ઘરે ભોજન કરે છે, ત્યારે તે ખોટી રીતે કમાયેલા પૈસાનો ભાગીદાર બની જાય છે. ખાવાનું બનાવવા માટે એ જ ધન વપરાયું હોય છે જે ખોટી રીતે ઘરમાં આવ્યું હોય છે.

ચારિત્ર્યહીન મહિલા

ચારિત્ર્યહીન મહિલા

એ મહિલા જે દગો આપે છે, જેનું આચરણ યોગ્ય નથી તેમના ઘરે ક્યારેય ભોજન ન કરવું જોઈએ. સમાજની સાથે સાથે જે ભગવાનનું ગુનેગાર હોય તેના ઘરે ભોજન કરવાથી તમે પણ તેના પાપમાં ભાગીદાર બની જાવ છો પરિણામે તમારે પણ દંડ ભોગવવો પડી શકે છે.

વ્યાજખોર

વ્યાજખોર

એક વ્યાજખોર પૈસા ઉધાર આપે છે, પરંતુ તે પોતાના મનથી ઉંચું વ્યાજ વસુલે છે. વ્યાજખોર બીજાની મુશ્કેલીનો ફાયદો ઉઠાવે છે, તેનો આગામી શિકાર તમે પણ બની શકો છો. આવા લોકો ચાલાકીથી સામાન્ય લોકોને નિશાન બનાવે છે. તેઓ પૈસા માટે મિત્રોને પણ નથી બક્ષતા.

વારંવાર ગુસ્સો કરનાર વ્યક્તિ

વારંવાર ગુસ્સો કરનાર વ્યક્તિ

એવો વ્યક્તિ જે ગુસ્સા પર કાબુ ન રાખી શક્તો હોય તેનાથી દૂર રેહવું જોઈએ. જે વ્યક્તિ ગુસ્સામાં હિંસક બને તેનાથી બચીને રહેવું જોઈએ. તે ગુસ્સે થઈને તમારા પર પણ હુમલો કરી શકે છે.

દુષ્ટ વ્યક્તિ કે દુષ્ટ રાજા

દુષ્ટ વ્યક્તિ કે દુષ્ટ રાજા

દુષ્ટ વ્યક્તિ કે દુષ્ટ રાઝા બંને બીજાનું શોષણ કરીને પૈસા કમાય છે. બીજાને નુક્સાન પહોંચાડીને ભેગા કરવામાં આવેલા પૈસાના ભાગીદાર બનવાથી બચો. આવા લોકો પોતાના ફાયદા માટે તમારા પણ દુશ્મન બની શકે છે.

પીઠ પાછળ વાત કરનાર (ચાડિયા)

પીઠ પાછળ વાત કરનાર (ચાડિયા)

ચાડી ખાનાર લોક દરેક સમાધાનમાં પણ સમસ્યા શોધે છે. તેઓ કોઈની કમી શોધવામાં હોંશિયાર હોય છે. પોતાની તેજ બુદ્ધિનો ઉપયોગ કરી તેઓ સુરક્ષિત રમત રમે છે, જેમાં તમે પણ ફસાઈ શકો છો. તેઓ ખુદ કોઈ પણ પ્રકારની પરેશાનથી છૂટકારો મેળવી લેશે, પરંતુ તમને ફસાવી દેશે. ચાડિયા વ્યક્તિઓના માન અને પ્રતિષ્ઠા સામે સવાલ ઉઠી શકે છે.

ડ્રગ્સ કે નશીલા પદાર્થોનો વેપાર કરનાર લોકો

ડ્રગ્સ કે નશીલા પદાર્થોનો વેપાર કરનાર લોકો

મોટા ભાગે નશીલા પદાર્થો વેચનાર લોકો પોતાના મિત્રોને પણ તેની આદત પાડે છે, જેથી તેઓ પણ ગ્રાહક બની જાય. તેઓ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. આવા લોકોની સંગત ખરાબ હોય છે.

ગરીબ અને જરૂરિયાત મંદ લોકો

ગરીબ અને જરૂરિયાત મંદ લોકો

મહર્ષિ વેદ વ્યાસે એવા લોકોને પણ આ યાદીમાં સામેલ કર્યા છે જેમનો ખરાબ સમય ચાલી રહ્યો હોય. આવા વ્યક્તિઓના ઘરે ભોજન ન કરો કારણ કે મહેમાનોની જરૂરિયાતો પૂરી કરવી તેમના માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

નપુંસક અથવા કિન્નર

નપુંસક અથવા કિન્નર

સામાન્ય રીતે લોકો કિન્નરોને પૈસા દાન કરે છે, આમ કરવાથી પુણ્ય મળે છે. ગરુડ પુરાણમાં પણ તેમને દાન આપવાનો ઉલ્લેખ કરાયો છે. કિન્નરોને દાન આનાર વ્યક્તિઓમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. એટલે તેમના ત્યાં ભોજન ટાળવું જોઈએ.

English summary
Garuda Puran: One Should Never Have Food In These People's Houses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X